ETV Bharat / city

Diamond industry in Surat : હીરાઉદ્યોગમાં પોલિશ્ડ હીરા અને જ્વેલરી એક્સપોર્ટમાં નોંધપાત્ર વધારો

author img

By

Published : Jul 18, 2022, 3:34 PM IST

સુરતમાં હીરા ઉદ્યોગમાં જ્વેલરી એક્સપોર્ટમાં સારો એવો વધારો ( Export Business of Daimond ) નોંધાયો છે. આમાં જે વધારો થયો છે તે લેબગ્રોન કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ(Export of Polished diamond and Labgron Diamond) એમ બંનેમાં 91 ટકા અને ગોલ્ડ જ્વેલરીમાં 40 ટકાથી વધુ વધારો જોવાયો છે.

Diamond industry in Surat : હીરાઉદ્યોગમાં પોલિશ્ડ હીરા અને જ્વેલરી એક્સપોર્ટમાં નોંધપાત્ર વધારો
Diamond industry in Surat : હીરાઉદ્યોગમાં પોલિશ્ડ હીરા અને જ્વેલરી એક્સપોર્ટમાં નોંધપાત્ર વધારો

સુરત : રફ ડાયમંડની અછત વચ્ચે હીરાનગરી સુરતમાં હીરા ઉદ્યોગમાં પોલિશ્ડ અને તૈયાર હીરા અને જ્વેલરીના એક્સપોર્ટમાં ( Export Business of Daimond ) નોંધપાત્ર વધારો થયો છે. જેમાં લેબગ્રોન કટ અને પોલિશ્ડ હીરાની (Export of Polished diamond and Labgron Diamond)નિકાસમાં 91 ટકા અને ગોલ્ડ જ્વેલરીમાં 40 ટકાથી વધુનો વધારો થયો છે.

બંનેમાં 91 ટકા અને ગોલ્ડ જ્વેલરીમાં 40 ટકાથી વધુ વધારો જોવાયો

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નોંધપાત્ર વધારો - રફની શોર્ટ સપ્લાય વચ્ચે સુરતમાં તૈયાર હીરાની એક્સપોર્ટમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2021ના જૂનની સરખામણીમાં વર્ષ 2022ના જૂન મહિનાની નિકાસમાં 8.45 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021ના જૂનમાં 14510 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું હતું. જ્યારે આ વર્ષે જૂનમાં 15737 કરોડના હીરાનું એક્સપોર્ટ થયું છે હતું. જ્યારે 2021માં એપ્રિલથી જૂનમાં 45731 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું હતું. આ એપ્રિલથી જૂનમાં 48347 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ (Export of Polished diamond and Labgron Diamond)થયું છે.

આ પણ વાંચોઃ RBI International Trade Settlement : એક એવો નિર્ણય જે સુરતમાં હીરા ઉદ્યોગની ચમકને વધુ નિખારશે

અમેરિકા અને ચાઇના વચ્ચે ચાલી રહેલ ટ્રેડ વોરની અસર -સતત વધી રહેલ એક્સપોર્ટને લઈ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના (GJEPC) વેસ્ટર્ન ઝોન ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, કોરોનાકાળથી જ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના એક્સપોર્ટમાં વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ચાઇના વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે સુરત હીરા ઉદ્યોગમાં એક જમ્પ જોવા મળ્યો છે. એટલું જ નહીં, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધની (Russia and Ukraine war) પરિસ્થિતિ વચ્ચે વિશ્વના લોકો લક્ઝરીયસ આઈટમ ખરીદી રહ્યા છે. આજ કારણ છે કે હીરા ઉદ્યોગમાં સતત એક્સપોર્ટમાં વધારો નોંધાયો છે. લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં પણ નોંધપાત્ર વધારો(Export of Polished diamond and Labgron Diamond) નોંધાયો છે.

આ પણ વાંચોઃ Demand for Labgron Diamond: રીયલ નેચરલ હીરા કરતા લેબમાં તૈયાર ગ્રીન ડાયમંડની ડિમાન્ડ

આંકડાકીય માહિતી - ગત વર્ષ એપ્રિલથી જૂનની સરખામણીમાં આ વર્ષે એપ્રિલથી જૂન સુધીમાં એક્સપોર્ટમાં 5.72 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021માં એપ્રિલથી જૂન મહિનામાં 1918 કરોડના લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું હતું. જ્યારે વર્ષ 2022માં એપ્રિલથી જૂન મહિનામાં 3669 કરોડના લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ હીરા એક્સપોર્ટ થયા હતાં. એટલે ગત વર્ષે એપ્રિલથી જૂનની સરખામણીમાં આ વર્ષે લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સ પોર્ટમાં 91.24 ટકાનો વધારો થયો છે.
વર્ષ 2021ના એપ્રિલથી જૂન મહિનામા પ્લેન અને સ્ટેડી મળીને ગોલ્ડ જવેલરીના એક્સપોર્ટ 12763 કરોડ રૂપિયાનું થયું હતું, ત્યારે વર્ષ 2022ના એપ્રિલથી જૂન મહિનામાં 16694.2 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થયું હતું. ગત વર્ષ એપ્રિલથી જૂન મહિનાની સરખામણીમાં આ વર્ષે ગોલ્ડ જવેલરીના એક્સપોર્ટમાં 30.8 ટકાનો વધારો (Export of Polished diamond and Labgron Diamond) થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.