ETV Bharat / state

Surat Crime : લ્યો બોલો, વરિયાવ પોલીસ ચોકીમાં દંડ ફટકારવાની રસીદ બુક સહિત લેપટોપની ચોરી પોલીસ ચોપડે નોંધાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 5:43 PM IST

પોલીસે ગુનાખોરી ડામવા માટે ચાકચોબંધ રહેવાનું હોય છે ત્યારે સુરત પોલીસનો આ બનાવ કંઇ જુદી છાપ છોડી રહ્યો છે. વરિયાવ પોલીસ ચોકીના કબાટમાંથી દંડ ફટકારવાની રસીદ બુક સહિત લેપટોપની ચોરીની ઘટના બની હતી. મામલો કઇ રીતે બન્યો અને આરોપીઓ સુધી પોલીસ કેવી રીતે પહોંચી તે જાણો.

Surat Crime : લ્યો બોલો, વરિયાવ પોલીસ ચોકીમાં દંડ ફટકારવાની રસીદ બુક સહિત લેપટોપની ચોરી પોલીસ ચોપડે નોંધાઈ
Surat Crime : લ્યો બોલો, વરિયાવ પોલીસ ચોકીમાં દંડ ફટકારવાની રસીદ બુક સહિત લેપટોપની ચોરી પોલીસ ચોપડે નોંધાઈ

આરોપી પકડી લેવાયા

સુરત : લૂંટ અને ચોરીની ઘટનામાં ન્યાય મેળવવા માટે આમ તો લોકો પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકી જતા હોય છે પરંતુ સુરતમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં સુરત શહેરના વરિયાવ પોલીસ ચોકીમાંથી જ લેપટોપ અને રસીદ બુક ચોરી થઈ ગઈ છે. ચોકીના કબાટમાંથી જ દંડની રસીદ તેમજ લેપટોપની ચોરી કરી આરોપી નાસી ગયા હતાં. જોકે પોલીસ ચોકીને નિશાન બનાવનાર આખરે આ ચોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.

પોલીસ કર્મચારીઓ જ્યારે બંદોબસ્તમાં હતા ત્યારે બે અજાણ્યા લોકો ચોકીમાં આવીને ચોરીની ઘટનાને અંજામ આપી નાસી ગયા હતાં. સીસીટીવી ફૂટેજના આધારે આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી 22 વર્ષીય અબ્દુલ સૈયદ અને 34 વર્ષીય આરોપી શેહબાઝની ધરપકડ કરવામાં આવી છે અને બંને પાસેથી લેપટોપ અને રસીદ કબજે કરવામાં આવ્યું છે. આ લોકો રીક્ષા ચલાવે છે...વિક્રમભાઈ પોપટ ( પીએસઆઈ, વરિયાવ પોલીસ ચોકી )

પોલીસ ચોકીમાંથી ચોરી : સુરત શહેરના જહાગીરપુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ વરીયાવે પોલીસ ચોકીમાં દંડ ફટકારવાની રસીદ બુક સહિત લેપટોપની ચોરી પોલીસ ચોપડે નોંધાઈ છે. હેડ કોન્સ્ટેબલ પ્રદીપભાઈએ વર્ષ 2017માં પોતાની માટે લેપટોપ ખરીદ્યું હતું અને તેનો ઉપયોગ તેઓ અનેકવાર સરકારી કામકાજ માટે કરતા હતા. જોકે આ જ લેપટોપ તેમજ રસીદ બુક પોલીસ ચોકીમાંથી ચોરી થઈ ગયા છે તેની જાણકારી મળતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. તારીખ 30 સપ્ટેમ્બરના રોજ જ્યારે પોલીસ કર્મચારીઓ જહાંગીરપુરા ખાતે આવેલા રામમઢી મંદિરમાં બંદોબસ્ત માટે ગયા હતાં ત્યારે કોઈ અજાણ્યા લોકો પોલીસ ચોકીમાં મૂકવામાં આવેલ લેપટોપ, દંડ ફટકારવાની બે રસીદ બુક કબાટમાંથી ચોરી કરી નાસી ગયા હતાં.

કબાટમાંથી રસીદ બુક અને લેપટોપ બંને ગાયબ : બીજા દિવસે બંદોબસ્ત પૂર્ણ કરી જ્યારે પોલીસ કર્મચારીઓ ચોકી પહોંચ્યા તો તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. કારણ કે કબાટમાંથી રસીદ બુક અને લેપટોપ બંને ગાયબ હતું. લેપટોપનો ઉપયોગ પોલીસ કર્મચારીઓ પણ કરતા હતાં જેથી પહેલા લાગ્યું કે કોઈ અન્ય પોલીસ કર્મચારીઓએ સરકારી કામકાજ માટે તે લેપટોપ લીધું હશે. જોકે બે દિવસ સુધી લેપટોપ નહીં મળતા પોલીસ કર્મચારીઓએ શોધખોળ પણ કરી હતી. લેપટોપ અને રસીદ બુક નહીં મળતા આખરે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. આખરે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીનું પગેરું દબાવીને બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

  1. Dahod 'Chaddi Baniyan' Gang: કડિયાને કામ કરવા ઘરે બોલાવો તો ચેતજો, મજૂરીની આડમાં ચોરી કરતી દાહોદની ગેંગ ઝડપાઈ
  2. Patan Crime : પાટણ એલસીબીનો સપાટો, આંતરરાજ્ય ચેઇન સ્નેચિંગ ટોળકી ઝડપી 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
  3. Bhavnagar Crime: ગુજરાત મહારાષ્ટ્રમાં 46 ચોરીઓનો ભેદ ખુલ્યો, કાર લઈને ચોરીઓ કરતી ગેંગે ભારે કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.