ETV Bharat / state

Bhavnagar Crime: ગુજરાત મહારાષ્ટ્રમાં 46 ચોરીઓનો ભેદ ખુલ્યો, કાર લઈને ચોરીઓ કરતી ગેંગે ભારે કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2023, 10:06 PM IST

Bhavnagar Crime ગુજરાત મહારાષ્ટ્રમાં 46 ચોરીઓનો ભેદ ખુલ્યો, કાર લઈને ચોરીઓ કરતી ગેંગે ભારે કરી
Bhavnagar Crime ગુજરાત મહારાષ્ટ્રમાં 46 ચોરીઓનો ભેદ ખુલ્યો, કાર લઈને ચોરીઓ કરતી ગેંગે ભારે કરી

ભાવનગરમાં ચોરી કરવાનું ભારે પડ્યું હોય તેમ ભાવનગર પોલીસે 25 દિવસનું મોનીટરીંગ અને વિવેકબુદ્ધિથી બે રાજ્યમાં ચોરીઓ કરતી ગેંગના ત્રણ સાગરિતને ઝડપી લીધા છે. ભાવનગર એલસીબીએ હાલમાં ત્રણને ઝડપી લીધા છે ત્યારે અન્ય પકડવાના બાકી છે. કાર લઈને ચોરીઓ કરતા શખ્સોની સંપૂર્ણ વિગત જાણો.

શંકાસ્પદ કાર પકડાઇને ખુલ્યાં ભેદ

ભાવનગર : આ મામલામાં ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે એક સફેદ કલરની કારને રોકવામાં આવી હતી. ભાવનગર શહેરના કુંભારવાડાથી દસનાળા તરફ જતા રસ્તા ઉપર ટીમાણીયા હનુમાનજી નજીક બાતમીને આધારે એક કાર ઝડપાઈ હતી. ઝડપાયેલી કારમાં પકડાયેલા શખ્સોની પૂછતાછમાં ચોરીના ગુનાઓનું પોટલું ખુલ્યું હતું. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બે રાજ્યોની ઘરફોડ ચોરીના ભેદ ખોલ્યા છે.

ક્રેટા કાર ઝડપાઈ : ભાવનગર એલસીબી પોલીસ બાતમીને આધારે કુંભારવાડાથી દસનાળા જવાના માર્ગ ઉપર પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમીના પગલે સફેદ કલરની ક્રેટા કાર આવતા તેને ઉભી રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. એલસીબી પોલીસને ક્રેટા કાર મળી આવતા રોકવામાં આવી ત્યારે કારમાં બેઠેલા શખ્સોએ મરચાનો સ્પ્રે છાંટવાનો પ્રયાસ કર્યો હતો. કારમાંથી રોકડ ચાંદીના દાગીના સહિત અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો. જો કે તેના આધાર પુરાવા માંગતા કારમાં બેસેલા શખ્સો પુરાવા આપવામાં અસફળ રહ્યા હતા.

ચોરીનો માલ
ચોરીનો માલ

ગુજરાત અને મહારાષ્ટ્રની ચોરીઓના ભેદ ખુલ્યા : શંકા અને અસંતોષકારક જવાબને પગલે પોલીસે વધુ પૂછતાછ કરતા ગુજરાત અને મહારાષ્ટ્રની ચોરીઓના ભેદ ખુલ્યા છે. પોલીસ દ્વારા 25 દિવસથી અલગ અલગ વિસ્તારના CCTV જોવામાં આવ્યા અને હ્યુમન સોર્સના પગલે અંતે બાતમીના આધારે પકડવામાં સફળતા મળી હોવાનું ડીએસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું.

કારમાંથી ત્રણ ચોર ટોળકીના સાગરિત ઝડપાયા : ભાવનગર એલસીબી પોલીસે ક્રેટા કારમાંથી અમોલ ગોકુળભાઈ જાદવ હીરા ઘસવાનો વ્યવસાય કરતો અને મૂળ સુરતના મોહાડીનો રહેવાસી તેમજ બાલકૃષ્ણ ઉર્ફે જીતુ ગોકુળભાઈ જાદવ/પાટીલ મૂળ સુરતનો મોહાડીનો રહેવાસી અને મૂળ મહારાષ્ટ્રનો તેમજ દિલીપ શંકરજી પરમાર ખેતીકામ વડનગર, મહેસાણાવાળો ઝડપાયા હતાં. આ ત્રણેની પૂછતાછમાં ગુજરાતના ભાવનગર શહેર, અરવલ્લી જિલ્લાના મોડાસા, પંચમહાલ જિલ્લાના ગોધરા, ખેડા જિલ્લાના નડીયાદ, મહાસાગર જિલ્લાના લુણાવાડા તથા ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં દિવસના સમયે કારમાં જઈને બાર જેટલી ચોરીની કબુલાત આપી હતી. જો કે તેમની આખી ગેંગના સાગરિતો દ્વારા પણ મળીને મહારાષ્ટ્રના પેઠ, જલગાવ, પુણે અને નાસિકમાં પણ 35 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

પકડાયેલા ત્રણ શખ્સો અને તેની ગેંગ કોઈપણ શહેરમાં પ્રવેશતા ત્યારે તેની કારની આગળ જતી કારની નંબર પ્લેટ ડુપ્લીકેટ બનાવતા હતા. ત્યારબાદ તે નંબર પ્લેટના આધારે કાર લઈને ચોરીઓ કરતા હતા. પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડીમાં બંધ ફ્લેટમાં તાળા માર્યા હોય તેને નિશાન બનાવતા હતાં. જો કે ચોરી કરીને પરત ફરતા ત્યારે પણ નંબર પ્લેટ બદલાવામાં આવતી હતી અને અગાઉ ઉપયોગમાં લીધેલી નંબર પ્લેટ નદીનાળાઓમાં ફેંકી દેવામાં આવતી હતી તેમ ડીએસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું. જો કે પોલીસે અંદાજે 11 જેટલી ડુપ્લીકેટ નંબર પ્લેટ પણ કબજે લીધી છે. હર્ષદ પટેલ ( ડીએસપી )

કુલ 17,80,110 નો મુદ્દામાલ કબજે : ભાવનગર એલસીબી પોલીસે સફેદ હ્યુન્ડાઇ કાર, સ્વીફ્ટ કાર, ક્રેટા કાર અને ચાંદીના અલગ અલગ દાગીના, ઓજારો,હથિયારો, કાંડા ઘડિયાળ, હર્ષલ બ્રોડકાસ્ટિંગ ટીવી1 ઇન્ડિયા ન્યુઝ પ્રાઇવેટ લિમિટેડ અમોલ ગોકુળભાઈ જાદવ નામના ફોટાવાળું આઇડી કાર્ડ, મોબાઈલ 26, ખાલી સીમકાર્ડ કવર 15, સીમકાર્ડ 7,રોકડ 39,960, રાઉટર, ડોંગલ,પાવર બેંક, મોબાઈલ બેટરીઓ, મરચાના સ્પ્રે નંગ 4 મળીને કુલ 17,80,110 નો મુદ્દામાલ કબજે લીધો છે. જ્યારે આ ત્રણ શખ્સોના ગેંગના અન્ય સભ્યો સાગર ધનગર સુરતનો રહેવાસી અને મૂળ મહારાષ્ટ્ર તેમજ તેજસ ભોડે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી, ગુરુદાસ ઉર્ફે ગુરુ કોળી જલગાવ મહારાષ્ટ્રનો રહેવાસી, પ્રવીણ પાટીલ જલગાવ મહારાષ્ટ્રનો રહેવાસી અને પવન ઉર્ફે પપ્પુ સુભાષભાઈ પાટીલ મૂળ મહારાષ્ટ્રના જલગાવના રહેવાસીને પકડવાના બાકી છે. તેઓ પણ આ આંતરરાજ્ય ચોરીમાં શામેલ છે.

  1. Rajkot Crime : ચોરી આશંકામાં કારખાનાના માલિકોએ ઢોર માર મારી બે શ્રમિકોને મારી નાખ્યા, જાણો શું છે મામલો
  2. Surat Crime : ઓલપાડના ઉમરા ગામમાં ઘરફોડ ચોરી કરનારી ગેંગ ઝડપાઇ, ઘર કા ભેદી લંકા ઢાયે જેવો ઘાટ ઘડાયો
  3. Gandhinagar Crime : ગાંધીનગર અને અમદાવાદના મંદિરોને ટાર્ગેટ કરતી ચોર ટોળકી પકડાઇ, 21 મંદિરને કરાયા હતા ટાર્ગેટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.