ETV Bharat / state

Surat Crime : મામાના દીકરાએ બે સગી બહેનો પર ગુજાર્યું દુષ્કર્મ, 10 લાખની ખંડણી માગી, આરોપીની ધરપકડ

author img

By

Published : Feb 22, 2023, 9:54 PM IST

ગુનાઇત માનસ ધરાવનાર ક્યારેક એવી ઘટનાને અંજામ આપી દે છે જેમાં સભ્યતા અને સંસ્કૃતિના લીરેલીરા ઉડી જાય છે. સુરતના સિંગણપુરમાં મામાના દીકરાએ દૂરની ફોઇની બે દીકરીઓ જે તેની બહેનો થાય તેમના ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં તેણે દસ લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. હવે આરોપી પોલીસની પકડમાં છે.

Surat Crime : મામાના દીકરાએ બે સગી બહેનો પર દુષ્કર્મ ગુજાર્યું, 10 લાખની ખંડણી માગી, આરોપીની ધરપકડ
Surat Crime : મામાના દીકરાએ બે સગી બહેનો પર દુષ્કર્મ ગુજાર્યું, 10 લાખની ખંડણી માગી, આરોપીની ધરપકડ

આરોપી આપત્તિજનક ફોટો અને વિડીયોથી તેમને બ્લેકમેલ કરતો હતો

સુરત : સુરત શહેરમાં ફરી એક વખત સંબંધો લજવાય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. મામાના પુત્રએ બે સગી બહેનો ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ તેના જ પિતાને ફોટા મોકલીને દસ લાખ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરી હતી. બે સગી બહેનો ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપી વિરુદ્ધ સિંગણપોર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપીએ બંને સગી બહેનોને ચીમકી આપી હતી કે જો તેઓ આ સમગ્ર બાબતે કોઈને જાણ કરશે તો તેમનું બીભત્સ ફોટો તે વાયરલ કરી દેશે.

દુષ્કર્મ અને ખંડણીની ફરિયાદ નોંધાઇ : સુરત શહેરના સિંગણપુર વિસ્તારમાં બે સગી બહેનો પર દુષ્કર્મ ગુજારનાર દૂરના સંબંધી એવા મામાના દીકરાની સુરત પોલીસે ધરપકડ કરી છે. વર્ષ 2017થી તા.18 ફેબ્રુઆરી 2023 સુધીના સમયમાં 23 અને 27 વર્ષિય બે સગી બહેનો સાથે સતત દુષ્કર્મ ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. કતારગામ ખાતે આવેલા મગનનગર સોસાયટીના ધવલ પેલેસમાં રહેતા આરોપી ઉપર સિંગણપુર પોલીસ મથકમાં દુષ્કર્મ અને ખંડણીની ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચો Surat Crime : સુરતમાં બાળકી હવસખોરીનો ભોગ બનતાં બચી, બિસ્કિટની લાલચ આપી લઇ જનાર આરોપીની ધરપકડ

આરોપીની ધરપકડ કરી : એટલું જ નહીં આ કૃત્યનો ફોટો અને વિડીયો બનાવીને આરોપી ભાઈ બંને બહેનોને બ્લેકમેલ કરી અવારનવાર પોતાની પાસે બોલાવતો હતો અને ચીમકી આપી હતી કે આ સમગ્ર ઘટના અંગે જો કોઈને જાણ કરશે તો વિડિયો અને ફોટા વાયરલ કરી બદનામ કરી નાખશે. જોકે આરોપીના આ કરતૂતોથી કંટાળી જઈ બંને બહેનોએ આ સમગ્ર બાબતે પરિવારને જણાવ્યું હતું. જ્યારે આ અંગે આરોપીને જાણ થઈ હતી ત્યારે આરોપીએ બંને બહેનોના પિતાને પણ તસવીર અને વિડીયો મોકલી આ તસવીર વાયરલ કરવાની ચીમકી આપી હતી અને દસ લાખ રૂપિયાની ખંડણીની માંગ પણ કરી હતી. આખરે બંને બહેનોએ સિંગણપુર પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો Ahmedabad Crime : નિકોલમાં સગીરા પર દુષ્કર્મ ગર્ભપાત અને ઇનકારનો આંખ ઉઘાડતો બનાવ, આરોપી યુવકની ધરપકડ

બ્લેકમેલ કરતો હતો : સુરત પોલીસના એસીબી એલ બી ઝાલાએ જણાવ્યું હતું કે સિંગણપોર પોલીસ મથકમાં દુષ્કર્મ અને ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી અને તેમની બહેન ઉપર આરોપીએ વર્ષ 2017 થી લઈ વર્ષ 2018 સુધી દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં આરોપી આપત્તિજનક ફોટો અને વિડીયોથી તેમને બ્લેકમેલ કરતો હતો. એટલું જ નહીં આરોપીએ બંને બહેનોના પિતાને પણ આ બીભત્સ ફોટો મોકલી દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદ દાખલ થયા બાદ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.