ETV Bharat / state

Surat News : ચાર વર્ષનો બાળક રમતા રમતા નટ બોલ્ટ ગળી ગયો, ડોક્ટરે કહ્યું ઓપરેશન કરવું યોગ્ય નથી

author img

By

Published : May 17, 2023, 8:06 PM IST

Surat News : ચાર વર્ષનો બાળક રમતા રમતા નટ બોલ્ટ ગળી ગયો, ડોક્ટરે કહ્યું ઓપરેશન કરવું યોગ્ય નથી
Surat News : ચાર વર્ષનો બાળક રમતા રમતા નટ બોલ્ટ ગળી ગયો, ડોક્ટરે કહ્યું ઓપરેશન કરવું યોગ્ય નથી

સુરતમાં ચાર વર્ષનો બાળક રમતા રમતા નટ બોલ્ટ ગળી જતા અફરાતફરી મચી ગઈ હતી. બાળકને ધીરે ધીરે નટ બોલ્ટ છાતીના ભાગે અટકી જતાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં બાળકનો અક્સરે કાઢવામાં આવ્યો તો અન્નનળીમાં બોલ્ટ અટક્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર બાબતને લઈને ડોક્ટરે કહ્યું કે, બાળકનું ઓપરેશન કરવું યોગ્ય નથી.

સુરતમાં ચાર વર્ષનો બાળક રમતા રમતા નટ બોલ્ટ ગળી ગયો

સુરત : શહેરમાં ચાર વર્ષનો બાળક રમતા રમતા નટ બોલ્ટ ગળી ગયો હોવાની ઘટના સામે આવી છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન પાસે આવાસમાં રહેતા ઈમરાન શેખ જેઓ કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો ચાર વર્ષનો પુત્ર નોમાન શેખ જેઓ ગઈકાલે પોતાના ઘર આંગણે રમતા રમતા નટ બોલ્ડ ગળી ગયો હતો. જેથી તે રડવા લાગતા માતા દોડી આવી હતી. માતા ને લાગ્યું કે, તે નટ બોલ્ડ તો ગળી ગયોને જેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈને પહોંચાડ્યો હતો.

અમારો બાળક 6 નંબરના રૂમમાં રમી રહ્યો હતો ત્યારે અને અમે 12 નંબરના રૂમમાં હતા.નોમાન ના હાથમાં રમતા રમતા નટ બોલ્ટ આવી ગયો હતો અને તેણે મોમાં નાખી દીધો હતો. ત્યારબાદ તેના ગળામાં અટકી ગયો હતો. ગળું એમથી તેમ કર્યું તો છાતીમાં અટકી ગયો હતો. પછી મને જણાવ્યું કે, આ રીતે મને છાતીમાં અટકી ગયો છે. પછી તેના પીઠના ભાગે મુક્કો માર્યો તો પણ નટ બોલ્ટ નીકળ્યો નહીં. પછી અમે તાત્કાલિક એમ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેની સારવાર ચાલી રહી છે. તેનું એક્સરે કાઢવામાં આવ્યું તેમાં તેના છાતીના ભાગે બોલ્ટ જોવા મળ્યું છે. હાલ તો સારવારના કારણે બોલ્ડ છાતી ઉપરથી નીચે ભાગે આવી ગયો છે. મારો ચાર વર્ષનો છોકરો છે. - ઈમરાન શેખ (બાળકના પિતા)

ગઈકાલે અમારી પાસે એક કેસ આવ્યો હતો કે, એક ચાર વર્ષનો બાળક નટ બોલ્ટ ગળી ગયો છે. જેને ગઈકાલે સાંજે 5 વાગે લઈ જવામાં આવ્યો હતો. તો અમને પરિવારે જણાવ્યું હતું કે, તેણે સવારે 11 વાગ્યેની આસપાસ નટ બોલ્ટ ગળી ગયો હતો. બાળકનું એક્ષરે કરવામાં આવ્યું ત્યારે નટ બોલ્ટ અન્નનળીમાં ફસાયું હોવાનું જાણવા મળ્યું હતું. - ડો. ગણેશ ગોવેકર (નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડ)

ઓપરેશન કરવું યોગ્ય નથી : બાળકના ડાબી બાજુના હૃદય તે મોટું છે. તો એવા સંજોગોમાં તેનું ઓપરેશન કરવું યોગ્ય નથી. ફરી પાછી એક્સરે કરવામાં આવ્યું તો નટ બોલ્ટ નીચેની બાજુએ આવી પહોંચ્યો હતો. જેમ જેમ સારવાર કરવામાં આવી તેમ ફરી પાછી અમે એક્સરે કરાવ્યું તો નટ બોલ્ટ હજી નીચે આવી ગયો હતો. તો તે રીતે સારવારથી ધીરેધીરે નીકળી જશે. હાલ પણ અમારા દેખરેખમાં તેની સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે પણ આવા પ્રકારના કેસો આવે ત્યારે સૌથી પહેલા જેતે પેસન્ટની સ્થિતિ જોવામાં આવે છે. ત્યારબાદ તેમની સારવાર આપવામાં આવે છે. જે કઈ ચીજ ફસાયું છે તે કેટલું મોટું છે, ક્યાં ફસાયું છે. તે હિસાબે તેમની સારવાર કરવામાં આવે છે. એમાં ખાસ કરીને એવા ખાદ્ય પદાર્થ આપવામાં આવે છે કે તેમનું ફસાયેલું તે નીકળી જાય.

Surat News : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતા રમતા બાળક ત્રીજા માળેથી પટકાયું

Kutch News : કાળજામાં કાણું હોવાથી જન્મદાતાએ બાળકને તરછોડ્યું, અમેરિકન દંપતિએ દત્તક લીધુ

Daman News: દમણમાં ખાખીના સર્ચ ઓપરેશન બાદ આખરે 11 વર્ષીય બાળક મળી આવ્યો, પરિવાર સાથે કરાવ્યું મિલન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.