ETV Bharat / state

ભાજપ કાર્યાલય પર ટિકિટ લેવા પડાપડી, સેન્સ લેવાની બીજા દિવસની કામગીરી પૂર્ણ

author img

By

Published : Oct 29, 2022, 2:18 PM IST

સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections) લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની શરૂઆત કરી છે. સુરતમાં છ વિધાનસભાની બેઠક ઉપરના દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. ઉધનામાં 46, મજુરા 10, ચોર્યાસી 58, કતારગામ 23, વરાછા 21 , કરંજ 24 દાવેદારો નોંધાયા હતા.

ભાજપ કાર્યાલય પર ટિકિટ લેવા પડાપડી, સેન્સ લેવાની બીજા દિવસની કામગીરી પૂર્ણ
ભાજપ કાર્યાલય પર ટિકિટ લેવા પડાપડી, સેન્સ લેવાની બીજા દિવસની કામગીરી પૂર્ણ

સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections) લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની શરૂઆત કરી છે. જેમાં છેલ્લા બે દિવસમાં 10 વિધાનસભાના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા.સુરતમાં છ વિધાનસભાની બેઠક ઉપરના દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. ઉધનામાં 46, મજુરા 10, ચોર્યાસી 58, કતારગામ 23, વરાછા 21 , કરંજ 24 દાવેદારો નોંધાયા હતા.

દાવેદારોને સાંભળવામાં આવ્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Elections) લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની શરૂઆત કરી છે. છેલ્લા બે દિવસમાં 10 વિધાનસભાના દાવેદારોને સંભળવામાં આવ્યા છે. ગતરોજ છ વિધાનસભાની બેઠક ઉપરના દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં ઉધના, વરાછા, ચોર્યાસી, મજુરા, કરંજ અને કતારગામ બેઠકના દાવેદારો આવ્યા હતા. ઉધનામાં 46, મજુરા 10, ચોર્યાસી 58, કતારગામ 23, વરાછા 21 , કરંજ 24 દાવેદારો નોંધાયા હતા. એટલે કુલ 182 દાવેદારો નોંધાયા હતા.

દાવેદારી નોંધાય બીજા દિવસે ચાર બેઠક ઉપર દાવેદારી નોંધાય હતી. એમાં સુરત પૂર્વ, લીંબાયત, સુરત ઉત્તર અને સુરત પશ્વિમ બેઠકનો વારો હતો.સુરત પૂર્વમાં 54 દાવેદારો નોંધાયા હતા. અને સુરત પશ્ચિમમાં 62 દાવેદારો નોંધાયા હતા. તથા બપોર બાદ સુરત ઉત્તર બેઠક માટે 35 અને લિંબાયત બેઠક માટે 29 દાવેદારોએ કરી દાવેદારી નોંધવામાં આવી હતી.

નિરીક્ષકોને રજુઆત નિરીક્ષકોને રજુઆત કરીને તમામ થયા રવાના થયાં હતા. સુરત ઉત્તર બેઠક માટે 35 દાવેદાર નોંધાયા છે. લીંબાયત વિધાનસભા માટે 29 દાવેદારો આવ્યા હતા અને સુરત પશ્ચિમ માટે આવ્યા હતા 62 દાવેદાર નોંધાયા છે.સુરત પૂર્વ માટે 54 દાવેદાર નોંધવામાં આવ્યા છે. એમ આજે કુલ 180 દાવેદારો ચાર બેઠક માટે આવ્યા હતા. એમ બે દિવસમાં કુલ 362 દાવેદારો 10 બેઠક ઉપર નોંધાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.