ETV Bharat / state

Surat News: માનવતાની મહેક, એક સાથે 1500 થી વધુ વિદ્યાર્થીઓએ અંગદાન કરવાનો લીધો સંકલ્પ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 8:43 AM IST

સુરતમાં એક સાથે 1500 થી પણ વધુ વિદ્યાર્થીઓએ અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એક જીવથી અનેક જીવ બચાવવાના ઉદ્દેશથી અંગદાન કરવા માટેની પ્રતિજ્ઞા લીધી છે. એટલું જ નહીં વીએનએસજીયુ ફાઈન આર્ટસ ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ 200 થી પણ વધુ પેઇન્ટિંગ બનાવી અંગદાન અંગે લોકોને જાગૃત કર્યા છે.

સુરતમાં એક સાથે 1500 થી પણ વધુ વિદ્યાર્થીઓએ અંગદાન કરવાનો લીધો સંકલ્પ
સુરતમાં એક સાથે 1500 થી પણ વધુ વિદ્યાર્થીઓએ અંગદાન કરવાનો લીધો સંકલ્પ

સુરતમાં એક સાથે 1500 થી પણ વધુ વિદ્યાર્થીઓએ અંગદાન કરવાનો લીધો સંકલ્પ

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 1500 થી પણ વધુ વિદ્યાર્થીઓએ એક સાથે અંગદાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. અંગદાન સંકલ્પ દિવસ તરીકે આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ VNSGU ખાતે એકત્ર થયા હતા. નવજીવન સેવા ફાઉન્ડેશન અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત અંગદાન જાગૃતિ અભિયાન હેઠળ અંગદાન સંકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અંગદાનનો સંકલ્પ લઈ અંગદાન જાગૃતિમાં સહભાગી થવાનો નિર્ણય કર્યો હતો.

વિદ્યાર્થીઓએ 200થી પણ વધુ પેઇન્ટિંગ બનાવી અંગદાન અંગે લોકોને જાગૃત કર્યા
વિદ્યાર્થીઓએ 200થી પણ વધુ પેઇન્ટિંગ બનાવી અંગદાન અંગે લોકોને જાગૃત કર્યા

ધાર્મિક સંદેશો: યુનિવર્સિટીના ફાઇન આર્ટસ વિભાગ દ્વારા અંગદાન વિશેની ચિત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ અંગદાનથી લાભ અને જીવનદાન અંગેની વિવિધ પેઇન્ટિંગ બનાવી લોકોને અંગદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. આશરે 200 થી પણ વધુ આ પેઇન્ટિંગ દસ દિવસ સુધી પ્રદર્શનમાં મુકવામાં આવશે. આ પેઇન્ટિંગમાં સામાજિક ધાર્મિક અને લાગણીશીલ સંદેશો થકી લોકોને અંગદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એક જીવથી અનેક જીવ બચાવવાના ઉદ્દેશથી અંગદાન કરવા માટે પ્રણ લીધો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એક જીવથી અનેક જીવ બચાવવાના ઉદ્દેશથી અંગદાન કરવા માટે પ્રણ લીધો

'અંગદાન કરવા માટે કેટલા લોકો સંકલ્પ લઈ રહ્યા છે તેના આંકડા જરૂરી નથી. લોકોમાં આ ભાવના હોવી જરૂરી છે. લોકોમાં એ ભાવના પેદા થવી કે જીવન બાદ પણ તેઓ અન્ય લોકોને મદદરૂપ થઇ શકે તે ખુબ જરૂરી છે. યુવા વર્ગના લોકો જે રીતે સામે આવી રહ્યા છે તે ખૂબ જ પ્રશંસનીય છે.' -દિલીપ દેશમુખ, અંગદાન માટે સંસ્થા ચાલવનાર

મિત્રને પોતાની આંખ આપીશ: સંકલ્પ લેનાર વિદ્યાર્થી બાદલ રાજે જણાવ્યું હતું કે આજે અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે કારણ કે મારા એક મિત્રને આંખની સમસ્યા છે. ત એને જોઈને મને લાગ્યું કે આવી પરિસ્થિતિથી ઘણા લોકો પસાર થાય છે. આવા લોકોને મદદ કરવી ખૂબ જ જરૂરી છે. હું તો એટલી હદે વિચારું છું કે હું મારી એક આંખ તેને દાન કરીશ. આજ કારણ છે કે તેની મદદ માટે હું સંકલ્પ લીધો છે.

સ્વેચ્છાથી આ સંકલ્પ: યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓએ એક સાથે સંકલ્પ લીધા છે. તેઓ અંગદાન કરશે અને સાથે તેમના વાલીઓ પણ આના થકી જાગૃત થશે. તમામ વિદ્યાર્થીઓ પોતાના સ્વેચ્છાથી આ સંકલ્પ લઈ રહ્યા છે તે ખૂબ જ સરાહનીય આ બાબત છે.

  1. Surat News : સુરત સિવિલ હોસ્પિટલમાં જન્મથી મૂકબધિર બાળકોની 'કોક્લિયર ઈમ્પ્લાન્ટ'ની સફળ સર્જરી, 4 પરિવારની વિપદા ટળી
  2. Surat News : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની ટિપ્પણી મામલો, સુરત કાઠી ક્ષત્રિય સમાજ લાલઘૂમ, કલેકટરને આવેદનપત્ર આપી કડક પગલાંની માગ કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.