ETV Bharat / state

Surat News : સુરત સિવિલ હોસ્પિટલમાં જન્મથી મૂકબધિર બાળકોની 'કોક્લિયર ઈમ્પ્લાન્ટ'ની સફળ સર્જરી, 4 પરિવારની વિપદા ટળી

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 1:51 PM IST

Surat News : સુરત સિવિલ હોસ્પિટલમાં જન્મથી મૂકબધિર બાળકોની  ‘ કોક્લિયર ઈમ્પ્લાન્ટ ’ની સફળ સર્જરી, 4 પરિવારની વિપદા ટળી
Surat News : સુરત સિવિલ હોસ્પિટલમાં જન્મથી મૂકબધિર બાળકોની ‘ કોક્લિયર ઈમ્પ્લાન્ટ ’ની સફળ સર્જરી, 4 પરિવારની વિપદા ટળી

જન્મથી સાંભળી કે બોલી નહીં શકતા બાળકો માટે તબીબી સારવાર શક્ય હોય છે. એવી સારવારનો મોટો ખર્ચો ટાળી સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં 4 બાળકોની સફળ કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે.

સુરત: સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ચાર બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી કરવામાં આવી છે. આ બાળકોના પરિવારજ નોએ સરકારની સહાયથી અને દેવદૂત સમાન તબીબોની જહેમતથી સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જણાવી પરિવારે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. આ સર્જરી સુરત સિવિલ અને અમદાવાદ સિવિલના નિષ્ણાત તબીબોએ સાથે મળીને કરી છે.

નિષ્ણાતો દ્વારા નિઃશુલ્ક સારવાર : સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ચાર બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની આ સર્જરી સરકારની RBSK યોજના હેઠળ કરવામાં આવી હતી. ચારથી છ વર્ષના ચાર મૂકબધિર બાળકોને કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ સફળ થવાની સાંભળવાની અને બોલવા સાથેની નવી જિંદગીની ભેટ મળી છે. આ ઓપરેશન ખર્ચ ખાનગી હોસ્પિટલમાં 8 થી 10 લાખમાં થાય છે. જ્યારે રાજ્ય સરકારની સહાયથી સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાતો દ્વારા નિઃશુલ્ક સારવાર થાય છે.

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ : જન્મથી મૂકબધિર ચાર બાળકોના પરિવારો માટે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ આશાનું કિરણ બનીને આવ્યો છે. આ બાળકોના પરિવારજનોએ સરકારની સહાયથી અને તબીબોની જહેમતથી સફળ ઓપરેશન થતાં સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જણાવી પરિવારોએ આભારની લાગણી વ્યકત કરી હતી.

'સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા સોમનાથ મરાઠેનો 4 વર્ષીય પુત્ર કુણાલ, વરાછામાં રહેતા લક્ષ્મણભાઈ રાણાવાડીયાની 4 વર્ષીય પુત્રી વૈશાલી, બારડોલીના અનિલભાઈ હળપતિનો 5 વર્ષીય પુત્ર પ્રિન્સ અને મૂળ મહારાષ્ટ્રના હાલ સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ રાઠોડનો 5 વર્ષીય પુત્રનું ગઈકાલે મોદી રાતે સુરત સિવિલ અને અમદાવાદ સિવિલના નિષ્ણાત તબીબોએ સાથે મળીને કરી છે. આ ચારે બાળકોની સર્જરી રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી કરવામાં આવી છે. બાળકોને નવી સ્વાસ્થ્યભેટ મળતાં પરિવારોએ આભારની લાગણી દર્શાવી છે.' -ડો.ગણેશ ગોવેકર( સુપરિન્ટેન્ડન્ટ,નવી સિવિલ હોસ્પિટલ )

નાની વયમાં કરાવવી ફાયદાકારક : તેમણે વધુમાં જણાવ્યું કે આ સર્જરી જેટલી નાની વયે થઈ શકે એમાં એટલા જ સારા અને પ્રોત્સાહક પરિણામ આવે છે. તેમજ બાળકોની સંપૂર્ણ રિકવરી માટે ઓપરેશન બાદ પણ 1 થી 2 વર્ષ સુધી બાળકોને ઓડિટરી વર્બલ થેરપીમાટેની જરૂર મુજબની સિટિંગો આપવામાં આવે છે. જે બાળકોને સ્પીચમાં મદદરૂપ થાય છે.અને 6 વર્ષ કે તેથી નાના, જન્મથી મૂકબધિર બાળકોને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ અને ત્યારબાદના રિહેબિલીટેશનની સંપૂર્ણ સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલોમાં 8 થી 10 લાખમાં થાય છે. ત્યારે રાજ્ય સરકારની સહાયથી સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર થાય છે.

  1. બાલાસિનોરમાં જન્મજાત બહેરામૂંગા બાળકોને જૂઓ કઇ રીતે બોલતાં સાંભળતાં કરાયાં
  2. Jamnagar Cochlear Implant: હવેથી જી.જી. હોસ્પિટલમાં વિના મૂલ્યે થશે લાખોના ખર્ચે થતું કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન
  3. જન્મ બાદ સર્જરીથી સાંભળતાં થયેલાં 500 બાળકોએ વિશ્વ શ્રવણશક્તિ દિનની ઉજવણી કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.