ETV Bharat / state

Gold Ghari: સુરતમાં ગુજરાતની સૌથી મોંઘી ઘારી, જાણો ગોલ્ડ ઘારીની ખાસિયત

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2023, 9:49 AM IST

Updated : Oct 24, 2023, 11:35 AM IST

કહેવત છે 'સુરતનું જમણ ને કાશીનું મરણ નસીબદાર ને જ મળે'. સુરતીલાલાઓ માટે ખાસ સુરતમાં ગોલ્ડ ઘારી મીઠાઈ વિક્રેતા દ્વારા બનાવવામાં આવી છે. સામાન્ય રીતે એક કિલો ઘારીની કિંમત 800 રૂપિયાથી લઈ 900 રૂપિયા હોય છે. પરંતુ આ એક નંગ ગોલ્ડ ઘારીની કિંમત 1100 રૂપિયા છે જે એક કિલો ઘારી ની કિંમત કરતાં પણ વધારે મોંઘી છે.

સુરતમાં ગુજરાતની સૌથી મોંઘી ઘારી એકધારી ની કિંમત 1100 રૂપિયા, જાણો ગોલ્ડ ઘારીની ખાસિયત
સુરતમાં ગુજરાતની સૌથી મોંઘી ઘારી એકધારી ની કિંમત 1100 રૂપિયા, જાણો ગોલ્ડ ઘારીની ખાસિયત

સુરતમાં ગુજરાતની સૌથી મોંઘી ઘારી એકધારી ની કિંમત 1100 રૂપિયા, જાણો ગોલ્ડ ઘારીની ખાસિયત

સુરત : ગોલ્ડન ઘારીની કિંમતની દેશ-વિદેશમાં ડિમાન્ડ આ ઘારીની કિંમત 11,000 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. પ્રાચીન કાળમાં રાજા-રજવાડા સ્વર્ણ ભસ્મ ખાવાની વસ્તુઓમાં વાપરતા હતા. જેનાથી પ્રેરાઈને સુરતના મીઠાઈ વિક્રેતાઓ દ્વારા સ્વર્ણ વરખવાળી ગોલ્ડન ઘારી તૈયાર કરવામાં આવી છે. જેની ડિમાન્ડ માત્ર સુરતમાં જ નહીં દેશના અન્ય શહેર પણ છે. ચંદી પડવાના પર્વ નિમિત્તે સુરતના લોકો કરોડો રૂપિયાની ઘારી આરોગી જતાં હોય છે. ત્યારે આ વખતે પણ ઘારીની ડિમાન્ડ છે. સુરતના મીઠાઈ વિક્રેતા દ્વારા આ વખતે ગોલ્ડન ઘારી બનાવવામાં આવી છે. જેની કિંમત 1100 રૂપિયા છે અને આ ઘારીની ખાસિયત છે કે તે 15 દિવસ સુધી બગડતી નથી.

સુરતમાં ગુજરાતની સૌથી મોંઘી ઘારી એકધારી ની કિંમત 1100 રૂપિયા, જાણો ગોલ્ડ ઘારીની ખાસિયત
સુરતમાં ગુજરાતની સૌથી મોંઘી ઘારી એકધારી ની કિંમત 1100 રૂપિયા, જાણો ગોલ્ડ ઘારીની ખાસિયત

કાજુ માવાની કોટિંગ: આ ઘારીની ખાસિયત છે કે આ 15 દિવસ સુધી બગાડ્યા વગર રહી શકે છે. હાલ એની કિંમત 11000 રૂપિયા પ્રતિ કિલો છે. અન્ય ઘારીની કિંમત 700 રૂપિયાથી લઈને 900 રૂપિયા સુધીની હોય છે. સુરતના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતાઓ દ્વારા સોનાના વરખવાળી ગોલ્ડન ઘારી તૈયાર કરવામાં આવી છે. જે અત્યારે ઘણી જ ચર્ચામાં છે. પ્રીમિયમ ડ્રાયફ્રુટ્સ, શુદ્ધ ઘી, કાજુ માવાની કોટિંગ અને સોનાની વરખનો ઉપયોગ થી આ ઘારી તૈયાર કરવામાં આવે છે. ખાસ ચંદી પડવાને ધ્યાનમાં રાખી અનેક ઇન્કવાયરી આ ગોલ્ડન ઘારી માટે આવી રહી છે. એક ઘારી 100 ગ્રામ હોય છે.

સુરતમાં ગુજરાતની સૌથી મોંઘી ઘારી એકધારી ની કિંમત 1100 રૂપિયા, જાણો ગોલ્ડ ઘારીની ખાસિયત
સુરતમાં ગુજરાતની સૌથી મોંઘી ઘારી એકધારી ની કિંમત 1100 રૂપિયા, જાણો ગોલ્ડ ઘારીની ખાસિયત

તબક્કાવાર પ્રોસેસ: મીઠાઈ વિક્રેતા હિમાંશુ ભાઈએ સુખડીયાએ જણાવ્યું હતું કે, આ ઘારીની બનાવટમાં પ્રીમિયમ ડ્રાય ફ્રુટ, કાજુનો લેયર, 24 કેરેટ ગોલ્ડ વરખ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. લોકો આ ઘારી મોટાભાગે કોર્પોરેટ સેક્ટરમાં ગિફ્ટ આપવા માટે ઓર્ડર આપે છે. વખતે 15 જેટલા પીસ અમારા વિદેશમાં પણ ગયા છે. આ વખતે પણ ઇન્કવાયરી આવી રહી છે. સુરત જ નહીં પરંતુ અન્ય શહેરોમાં ગઈ વખતે અમારા ત્યાંથી 50થી વધુ પીસ ના ઓર્ડર એડવાન્સમાં મળ્યા હતા. સામાન્ય રીતે જે ઘારી 700 થી 900 રૂપિયા કિલો હોય છે તેની સામે આ ગોલ્ડ ઘારી એક પીસ 1100 રૂપિયા છે અમે 3 પીસ 6 પીસ એવી રીતે પેકિંગ કરતા હોઈએ છીએ. વિદેશમાં મોકલવા માટે અમે ખાસ પેકિંગ કરીએ છીએ આ વખતે આશા છે કે વિદેશથી વધારે ઓર્ડર આવશે.

સુરતમાં ગુજરાતની સૌથી મોંઘી ઘારી એકધારી ની કિંમત 1100 રૂપિયા, જાણો ગોલ્ડ ઘારીની ખાસિયત
સુરતમાં ગુજરાતની સૌથી મોંઘી ઘારી એકધારી ની કિંમત 1100 રૂપિયા, જાણો ગોલ્ડ ઘારીની ખાસિયત
  1. રસદાર ગોલ્ડન ઘારીની ડિમાન્ડ વિદેશ સુધી, જાણો તેની વિશેષતા વિશે
  2. સુરતના મીઠાઈ વિક્રેતાએ 24 કેરેટની સોનાના વરખની ગોલ્ડન ઘારી તૈયાર કરી, પ્રતિ કિલોના ભાવ રૂ. 9000
Last Updated :Oct 24, 2023, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.