ETV Bharat / city

રસદાર ગોલ્ડન ઘારીની ડિમાન્ડ વિદેશ સુધી, જાણો તેની વિશેષતા વિશે

author img

By

Published : Oct 10, 2022, 1:05 PM IST

ચંદી પડવાના (Chandi Padvo festival)ના પર્વ નિમિત્તે સુરતના લોકો કરોડો રૂપિયાની ઘારી આરોગી જતાં હોય છે. ત્યારે આ વખતે પણ ઘારી (Ghari)ની ડિમાન્ડ છે. સુરતના મીઠાઈ વિક્રેતા દ્વારા આ વખતે ગોલ્ડન ઘારી (Golden Ghari in Surat) બનાવવામાં આવી છે, જેની કિંમત 9,000 રૂપિયા છે અને આ ઘારીની ખાસિયત છે કે તે 10 દિવસ સુધી બગડતી નથી.(Ghari in Surat)

રસદાર ગોલ્ડન ઘારીની ડિમાન્ડ છેક વિદેશ સુધી,જૂઓ કેટલો છે ભાવ
રસદાર ગોલ્ડન ઘારીની ડિમાન્ડ છેક વિદેશ સુધી,જૂઓ કેટલો છે ભાવ

સુરત કહેવત છે સુરતનું જમણ ને કાશીનું મરણ નસીબદાર ને જ મળે. સુરતીલાલાઓ ખાણી-પીણીમાં વિશ્વવિખ્યાત છે અને ખાસ જ્યારે ચંદી પડવાનો પર્વ આવે ત્યારે કરોડો રૂપિયાની ઘારી ગણતરીના (Chandi Padvo festival) કલાકોમાં આરોગી જાય છે. સુરતીલાલાઓ માટે જ નહીં પરંતુ વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે ખાસ સુરતમાં ગોલ્ડ ઘારી મીઠાઈ વિક્રેતા દ્વારા બનાવવામાં આવી છે. (Ghari in Surat)

સુરતીલાલાઓ જ નહીં પરંતુ વિદેશમાં રહેતા ગુજરાતીઓમાં ખાસ ગોલ્ડ ઘારીની ડિમાન્ડ

સ્વર્ણ વરખવાળી ગોલ્ડન ઘારી ગોલ્ડન ઘારીની દેશ-વિદેશમાં ડિમાન્ડને લઈને કિંમત 9 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. પ્રાચીન કાળમાં રાજા-રજવાડા સ્વર્ણ ભસ્મ ખાવાની વસ્તુઓમાં વાપરતા હતા. જેનાથી પ્રેરાઈને સુરતના મીઠાઈ વિક્રેતાઓ દ્વારા સ્વર્ણ વરખવાળી ગોલ્ડન ઘારી તૈયાર કરવામાં આવી છે. જેની ડિમાન્ડ માત્ર સુરતમાં જ નહીં દેશના અન્ય શહેરો સહિત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને લંડનમાં પણ છે.(ghari making Method)

કિંમત 9 હજાર રૂપિયા પ્રતિ કિલો આ ઘારીની ખાસિયત છે કે આ 10 દિવસ સુધી બગાડ્યા વગર રહી શકે છે અને હાલ એની કિંમત 9 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. અન્ય ઘારીની કિંમત 600 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની હોય છે. સુરતના પ્રખ્યાત મીઠાઈ વિક્રેતાઓ દ્વારા સોનાના વરખવાળી ગોલ્ડન ઘારી તૈયાર કરવામાં આવી છે જે અત્યારે ઘણી જ ચર્ચામાં છે. ડ્રાય ફ્રુટ, શુદ્ધ ઘી અને સોનાની વરખનો ઉપયોગ ચંદી પડવાને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અનેક ઇન્કવાયરી આ ગોલ્ડન ઘારી માટે આવી રહી છે. (Golden ghari with gold foil)

તબક્કાવાર પ્રોસેસ મીઠાઈ વિક્રેતા રાધા મીઠાઈ વાળાએ જણાવ્યું હતું કે, આ ઘારીની બનાવટમાં (Golden Ghari in Surat) ડ્રાયફ્રુટ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને તબક્કાવાર પ્રોસેસ કર્યા બાદ અંતે સોનાની વરખ ચઢાવવામાં આવે છે. વેબસાઈટના માધ્યમથી માત્ર દેશના અન્ય શહેરો જ નહીં, પરંતુ વિદેશથી પણ ઓર્ડર મળે છે.(Ghari Varieties 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.