ETV Bharat / state

હવે સાવધાન, કામરેજમાં બાઈક ચાલકના ગળે પતંગનો દોરો ફેરવાતા મૃત્યુ

author img

By

Published : Jan 2, 2023, 8:57 PM IST

Updated : Jan 2, 2023, 10:33 PM IST

ઉતરાયણ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ લોકોએ આકાશમાં (kite string death in Kamrej) પતંગ ચગાવવાની શરૂ કરી દીધી છે. પરંતુ લોકોની આ મજા બાઈક લઈને જઈ રહેલા નવાગામના આધેડ માટે સજા બની હતી. પતંગની દોરી ગળામાં ફેરવાઇ જતાં આધેડને ગંભીર ઇજા થઇ હતી અને આધેડનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. (Accident due to kite string in Kamrej)

હવે સાવધાન, કામરેજમાં બાઈક ચાલકના ગળે પતંગનો દોરો ફેરવાતા મૃત્યુ
હવે સાવધાન, કામરેજમાં બાઈક ચાલકના ગળે પતંગનો દોરો ફેરવાતા મૃત્યુ

કામેજમાં બાઈક ચાલક પર દોરો ફેરવાઈ જતાં મૃત્યુ

સુરત : કહેવાય છે ને કે મૃત્યુ ક્યારે અને ક્યાંથી આવશે કોઈ ને ખબર નથી. કામરેજ સુરત (kite string death in Kamrej) રોડ પર કાળ જાણે બળવંતભાઈની રાહ જોઈને બેઠું હોય એમ અજાણ બળવંતભાઈના ગળે લપેટાઈ ગયું હતું. બળવતભાઈ રવિવારની સાંજે લુમ્સના કારખાનામાંથી કામ કરી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન કામરેજ ચારરસ્તા પાસે તેઓને પતંગના દોરાને કારણે અકસ્માત નડ્યો હતો. પતંગનો દોરો ગળામાં ફેરવાઇ જતાં લોહી લુહાણ થઈ ગયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓનું મૃત્યુ નિપજ્યું હતું.(Accident due to kite string in Kamrej)

આ પણ વાંચો જાણો કેવી રીતે બને છે પતંગ?: રંગબેરંગી પતંગ બનાવતા લાગે છે 10 મિનિટનો સમય

મૃતક બળવંતભાઈ ઘરમાં મોભી હતા મૃતક બળવંતભાઈ ઘરના મોભી હતા. તેઓ કામરેજ નજીક આવેલા ડાયમંડ નગર ખાતે લુમ્સના કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હાલ ઘરના મોભીના મૃત્યુથી બે બાળકોના માથેથી પિતાનો હાથ ઉઠી ગયો છે, ત્યારે પતંગના દોરા હજી કોઈ નિર્દોષનો ભોગ લે એ પહેલા સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. (aged death due to thread in Kamraj)

આ પણ વાંચો સુરતમાં 8 ફૂટનો પતંગ બન્યો આકર્ષણનું કેન્દ્ર, લોકોને આપશે સામાજિક સંદેશ

કામરેજ પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો બનેલી અકસ્માતની ઘટનાને લઈને કામરેજ પોલીસ મથક ખાતે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધાયો છે. કામરેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.ભટોળએ જણાવ્યું હતું કે, ઉતરાયણના તહેવારને લઈને જ્યાને ત્યાં દોરાઓ લટકતા હોય છે. આ તહેવાર પર દોરાના કારણે ગળાના ભાગે તેમજ અન્ય શરીરના ભાગે ઈજા થવાની સંભાવનાઓ રહેતી હોય છે. જેથી બાઈક ચાલકો, બાઈક આગળ સેફટી ગાર્ડ રાખે તેમજ પ્રતિબંધિત દોરાઓનું જો કોઈ જગ્યા પર વેચાણ થતું હશે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. (Kamrej Police)

Last Updated : Jan 2, 2023, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.