ETV Bharat / city

Uttarayan 2022 Gujarat: રાજકોટના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને પતંગનો અનોખો શૃંગાર બન્યો આકર્ષણનું કેન્દ્ર

author img

By

Published : Jan 14, 2022, 6:55 PM IST

Uttarayan 2022 Gujarat: રાજકોટના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને પતંગનો અનોખો શૃંગાર બન્યો આકર્ષણનું કેન્દ્ર
Uttarayan 2022 Gujarat: રાજકોટના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને પતંગનો અનોખો શૃંગાર બન્યો આકર્ષણનું કેન્દ્ર

રાજકોટના ભૂપેન્દ્ર રોડ (Bhupendra Road Rajkot) પર આવેલા સ્વામિનારાયણ મંદિર (swaminarayan temple rajkot)માં ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને ભગવાનને વિવિધ પતંગોનો શણગાર કરવામાં આવ્યો હતો. ઉત્તરાયણ નિમિત્તે પતંગનો આ અનોખો શણગાર લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

રાજકોટઃ આજે ઉત્તરાયણ (Uttarayan 2022 Gujarat)નો તહેવાર છે. ત્યારે રંગીલા રાજકોટમાં આજે વહેલી સવારથી જ લોકો પોતાના ઘર પર - અગાસી પર પતંગ ઊડાડવાની મજા માણી રહ્યા છે. હાલમાં કોરોનાના કેસો (Corona Cases In Rajkot) પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. લોકો કોરોના નીતિ-નિયમો (Corona Guidelines Rajkot)ને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. તેવામાં રાજકોટના વિવિધ મંદિરોમાં પણ ઉત્તરાયણના પર્વ (Uttarayan Celebration In Temples In Rajkot)ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટના વિવિધ મંદિરોમાં ઉત્તરાયણના પર્વ (Uttarayan Celebration In Temples In Rajkot)ની અનોખી ઉજવણી કરવામાં આવી.

ભગવાનને કરવામાં આવ્યો પતંગનો શૃંગાર

રંગીલા રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર (swaminarayan temple rajkot)માં ખાસ ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં ભગવાનને વિવિધ પતંગોનો શણગાર કરવામાં આવ્યો હતો. આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ પણ મંદિરોમાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડી હતી. ઉત્તરાયણ નિમિત્તે પતંગનો અનોખો શણગાર (kite decoration at temple in rajkot) લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. રાજકોટમાં દર વર્ષે અલગ-અલગ તહેવાર નિમિત્તે ભગવાનને વિવિધ શણગાર કરવામાં આવે છે.

આ પણ વાંચો: Karuna Abhiyan in Rajkot : કરુણા માટે 10થી 20 જાન્યુઆરી સુધી 30 ડોક્ટરોની ટીમ ખડેપગે રહેશે

રાશી પ્રમાણે કરવામાં આવે છે દાન

રાજકોટના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને પતંગ અને દોરાનો શણગાર કરવામાં આવ્યો હતો. આ અંગે મંદિરના આયોજક એવા ભરતભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજના દિવસનો અનેરો મહિમા છે. લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે મંદિરમાં દાન કરતા હોય છે. આજે ભગવાનને ઉત્તરાયણ નિમિત્તે ખાસ પતંગ અને દોરાનો શણગાર કરવામાં આવ્યો છે. આજના દિવસનું અનેરું મહત્વ હોવાના કારણે ભક્તો પણ પોતાની યથાશક્તિ અને રાશિ પ્રમાણે દાન કરતા હોય છે.

આ પણ વાંચો: Murder in Rajkot : મધ્યપ્રદેશની જમીનના ડખામાં રાજકોટમાં ભાઈઓએ કરી ભાઈની હત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.