ETV Bharat / state

Murder case in Surat: સુરતમાં ઠપકો આપવા જતા અસામાજિક તત્વોએ પિતા પુત્ર પર જીવલેણ હૂમલો કર્યો

author img

By

Published : Feb 4, 2022, 7:32 PM IST

સુરતમાં યુવતીની છેડતી કરી રહેલા અસમાજિક તત્વોને ઠપકો આપવા જતા અસામાજિક તત્વોએ(Attack of anti-social elements ) પિતા પુત્ર પર જીવલેણ હુમલો(Murder case in Surat ) કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનામાં પુત્રની નજર સામે જ પિતાનું મોત થયું છે. આ મામલે લીંબાયત પોલીસે CCTV ફૂટેજ કબજે કરી હત્યાનો(Surat Limbayat Police ) ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

Murder case in Surat: સુરતમાં ઠપકો આપવા જતા અસામાજિક તત્વોએ પિતા પુત્ર પર જીવલેણ હુમલો કર્યો
Murder case in Surat: સુરતમાં ઠપકો આપવા જતા અસામાજિક તત્વોએ પિતા પુત્ર પર જીવલેણ હુમલો કર્યો

સુરત : સુરતમાં યુવતીની છેડતી કરી રહેલા અસમાજિક તત્વોને ઠપકો આપવા જતા અસામાજિક તત્વોએ(Attack of anti-social elements ) પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પુત્રની નજર સામે જ પિતાનું મોત(Murder case in Surat ) થયું છે. બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.

ઘટના CCTVમાં કેદ

ઠપકો આપતા હુમલો થયો

મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં સુરતના પર્વત ગામ વિસ્તારમાં(Surat Limbayat Police ) રહેતા શિવાભાઈ ભોજુભાઈ નિકમ એમના દીકરા યશવંત અને મિત્ર સાથે કાપડ માર્કેટમાંથી છૂટ્યા બાદ નાસ્તો કરવા નીકળ્યા હતા. ઘર પાસે જ નાસ્તો કરતી વખતે કેટલાક અસામીજીકતત્વો એક યુવતીની છેડતી કરી રહ્યા હતા. જે બાબતે શિવાભાઈ મધ્યસ્થી કરી ઠપકો આપતા એમની પર હુમલો થયો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં થાઇલેન્ડની યુવતીની હત્યા, SITએ ઉકેલ્યો ભેદ

ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી દેવાયા

અસામાજિક તત્વોએ તેઓની પર અને તેમના પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહી ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી દેવાયા હતા. આ ઘટનાને લઈને ત્યાં નાસભાગ મચી જવા પામી હતી. લોહીલુહાણ હાલતમાં રહેલા શીવાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે દીકરાને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ પણ છવાયો

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે હુમલાખોરો ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી રહ્યા છે. આવા અસામાજિક તત્વોના ત્રાસના કારણે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ પણ છવાયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે લીંબાયત પોલીસે ત્યાં લાગેલા CCTV ફૂટેજ કબજે કરી હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

આ પણ વાંચોઃ Murder Case in Surat : સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના કર્મચારી હુમલા મામલે પોલીસે હત્યાની કલમો ઉમેરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.