ETV Bharat / state

Murder Case in Surat : સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના કર્મચારી હુમલા મામલે પોલીસે હત્યાની કલમો ઉમેરી

author img

By

Published : Feb 3, 2022, 1:27 PM IST

સુરત સિવિલ હોસ્પીટલમાં ખાનગી એમ્બ્યુલન્સ ધંધાર્થીઓ વચ્ચે હુમલામાં (Surat Civil Hospital Attack) એક એમ્બ્યુલન્સ કર્મચારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને લઈને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલના OPT માં દાખલ કરવામાં આવ્યો હતો. જે ત્રણ દિવસ સારવાર ચાલ્યા બાદ અંતે મૃત્યુ નિપજ્યાં પોલીસે આ મામલે હત્યાની (Murder Case in Surat) કલમો ઉમેરી કાર્યવાહી હાથ ધરી છે.

Murder Case in Surat : સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના કર્મચારી હુમલા મામલે પોલીસે હત્યાની કલમો ઉમેરી
Murder Case in Surat : સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના કર્મચારી હુમલા મામલે પોલીસે હત્યાની કલમો ઉમેરી

સુરત : સિવિલ હોસ્પિટલમાં ગત રવિવારના રોજ ખાનગી એમ્બ્યુલન્સ ધંધાર્થીઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો (Surat Civil Hospital Attack) હતો. આ ઘટનામાં એક એમ્બ્યુલન્સના કર્મચારી ઉપર જીવલેણ હુમલામાં કરનારાઓએ ચાકુ જેવા હથિયારથી હુમલો કર્યો હતો. હુમલામાં માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાના કારણે કર્મચારી બેભાન અવસ્થામાં થઈ ગયો હતો. જોક કર્મચારીને તાત્કાલિક હોસ્પિટલમાં OPT સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ દિવસ સારવાર ચાલ્યા બાદ અંતે મૃત્યુને ભેટી પડ્યો હતો. હાલ આ મામલે ખટોદરા પોલીસે હુમલા (Surat Khatodara Police) કરનારા લોકોની અટકાયત કરી છે. પોલીસે હત્યા થતાં અન્ય કલમો ઉમેરી કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકની પત્નીને 9 માસનો ગર્ભ પણ છે

આ ઘટનામાં સારવાર બાદ મૃત્યુને પામેલા ગણેશ સિરિસાટેના બહેને સુવર્ણ સિરિસાટે જણાવ્યુ કે, મને એમ કે મારો ભાઈ બચી જશે. પરંતુ તે બચી શક્યા નહિ. બે મહિના પહેલાં જ પિતાનું અવસાન થયું અને હવે મારા ભાઈનું, મને મારાં પિતા અને ભાઈ બંને છોડીને જતા રહ્યા. મારા દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા છે. ભાઈની પત્નીને 9 માસનો ગર્ભ પણ છે. બસ, પોલીસે અમને ન્યાય અપાવશે (Murder Case in Surat) તેવી અમારી માંગ છે.

આ પણ વાંચોઃ Sale of Dummy SIM Card in Surat : સુરતમાં જાહેર રસ્તા પર પ્રીએકટીવ સીમકાર્ડ વેચતો યુવક ઝડપાયો

હોસ્પિટલની સુરક્ષાના ભાગરૂપે વધુ CCTV લગાવવામાં આવશે

આ ઘટનાને લઇને ગતરોજ સિવિલ હોસ્પિટલ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે, હોસ્પિટલમાં અસામાજિક તત્વો ઉપર ધ્યાન રાખવા અને સુરક્ષાના ભાગરૂપે વધુ CCTV કેમેરા ગોઠવવામાં આવશે. હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે, કિડની બિલ્ડીંગ ખાતે, કિડની બિલ્ડીંગના ઇમરજન્સી વિભાગના ગેટ પાસે વગેરે જગ્યાએ CCTV કેમેરા મૂકવામાં આવશે.
આ પણ વાંચોઃ અપમાનજનક કૃત્ય: હેર આર્ટીસ્ટ જાવેદ હબીબ દ્વારા મહિલાના માથા પર થુંકની ગૂંજ સુરત સુધી પહોચી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.