ETV Bharat / state

Crime Case in Surat : સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના કર્મીઓ વચ્ચે ઝગડો, એક વ્યક્તિ ગંભીર

author img

By

Published : Jan 31, 2022, 8:10 AM IST

નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ પાસે બે ખાનગી એમ્બયુલેન્સનના કર્મી વચ્ચે (Surat Civil Hospital Attack) ઝગડો થયો હતો. જેમાં એક એમ્બ્યુલન્સના કર્મચારીએ બીજા એમ્બ્યુલન્સના કર્મચારી ઉપર જીવલેણ હુમલો કર્યાની ઘટના બની છે. કર્મચારીને ગંભીર ઈજા થતાં હાલ સિવિલ હોસ્પિટલના OPT માં ખસેડવામાં આવ્યો છે.

Crime Case in Surat : સિવિલ હોસ્પિટલમાં બે એમ્બ્યુલન્સના કર્મી વચ્ચે ઝગડો થતાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો
Crime Case in Surat : સિવિલ હોસ્પિટલમાં બે એમ્બ્યુલન્સના કર્મી વચ્ચે ઝગડો થતાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો

સુરત : શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ પાસે બે ખાનગી એમ્બ્યુલન્સના કર્મી વચ્ચે ઝઘડાનો કિસ્સો (Surat Civil Hospital Attack) સામે આવી રહ્યો છે. જેમાં એક એમ્બ્યુલન્સના કર્મચારીએ બીજા એમ્બયુલન્સ કર્મચારી ઉપર રેમ્બો ચાકુથી હુમલો કર્યો છે. કર્મચારીના માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતા વ્યક્તિને હોસ્પિટલના OPT માં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જોકે આ વાતની જાણકારી પોલીસને મળતા ખટોદરા પોલીસનો (Surat Khatodara Police) કાફલો ઘટના સ્થળે પહોંચીને ચાર આરોપીઓની ધરપકડ (Crime Case in Surat) કરી આગળની તપાસ ધરી છે.

છેલ્લા પાંચ વર્ષથી એમ્બયુલન્સ ચલાવી રહ્યો છે

સુરત સિવિલ હોસ્પિટલમાં બે એમ્બ્યુલન્સના કર્મી વચ્ચે ઝગડો થતાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો

ગંભીર રીતે ઈજાગ્રસ્ત એમ્બયુલન્સના કર્મચારી ગણેશ સિરિસાટેના બેન સુવર્ણ સિરિસાટે જણાવ્યુ હતુ કે, મને ફોન આવ્યો હતો કે મારા ભાઈ પર હોસ્પિટલમાં બીજા એમ્બયુલન્સ કર્મચારીએ ચાકુથી હુમલો કર્યો છે. એટલે તરત અમે ભાગી સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. હાલ તેની સારવાર ચાલી રહી છે. મારો ભાઈ છેલ્લા પાંચ વર્ષથી એમ્બયુલન્સ ચલાવી રહ્યો છે. બે મહિના પહેલાં જ પિતાનું અવસાન થયું છે. હવે મારા ભાઈ કઈ વાતે ઝઘડો થયો હોય એ મને ખ્યાલ નથી.

આ પણ વાંચોઃ અપમાનજનક કૃત્ય: હેર આર્ટીસ્ટ જાવેદ હબીબ દ્વારા મહિલાના માથા પર થુંકની ગૂંજ સુરત સુધી પહોચી

એમ્બયુલન્સ કર્મચારીઓ વારંવાર ઝઘડો કરતા હોય છે

નવી સિવિલ હોસ્પિટલમાં આ રીતે અવર નવર એક બીજા એમ્બ્યુલન્સ વચ્ચે ઝઘડાઓ (Fight Between Two Ambulances in Surat) થતા હોય છે. એમ્બયુલન્સ કર્મચારીઓ પોસમોટમ પાસે ઉભા રહી બોડી લેવા માટે પણ ઘણી વાર એક બીજા જોડે ઝઘડો કરતા હોય છે. તેને કારણે પોતાના પરિજનોના પોસ્ટમોર્ટમ માં આવેલા લોકો પણ હેરાન થતાં હોય છે. જોકે આ વાત નવી સિવિલ હોસ્પિટલ પણ આખો બંધ અને કાન બંધ કરી બેઠેલા હોય એમ લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ Sale of Dummy SIM Card in Surat : સુરતમાં જાહેર રસ્તા પર પ્રીએકટીવ સીમકાર્ડ વેચતો યુવક ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.