ETV Bharat / state

Surat Rain: ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો, 30 ગામોને કરાયા એલર્ટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 3:43 PM IST

ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમ રૂલ લેવલ સપાટીએ જ્યારે કાકરાપાર ઓવર ફ્લો, 30 ગામોને એલર્ટ કરાયા
ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમ રૂલ લેવલ સપાટીએ જ્યારે કાકરાપાર ઓવર ફ્લો, 30 ગામોને એલર્ટ કરાયા

સુરતમાં ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. જેના કારણે હાલ ઉકાઈ ડેમની સપાટી 343.47 ફૂટ નોંધાણી છે. હાલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં ઈનફ્લો 2,27,525 ક્યુસેક છે. જ્યારે આઉટફ્લો 29,73,700 ક્યુસેક છે. સુરત જિલ્લાના માંડવી વિસ્તાર ખાતે આવેલા કાકરાપાર ડેમ ઓવરફ્લો થઇ ગયો છે.

ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમ રૂલ લેવલ સપાટીએ જ્યારે કાકરાપાર ઓવર ફ્લો, 30 ગામોને એલર્ટ કરાયા

સુરત: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં ભારે વરસાદ નોંધાતા પાણીની આવકમાં સતત વધારો થયો છે. જેના કારણે ઉકાઈ ડેમ ભયજનક સપાટી નજીક પહોંચી છે. આજ કારણ છે કે સપાટી જાળવી રાખવા હાલ સવા બે લાખથી પણ વધુ પાણી છોડવાનો પ્રારંભ કરાયો છે. એટલું જ નહીં સુરત શહેર અને તાપી જિલ્લાના 30 જેટલા ગામોને 17 રહેવા ચેતવણી પણ આપવામાં આવી છે. હાલ ઉકાઈ ડેમના 15 જેટલા દરવાજા ખુલ્લા મુકાયા છે. બાજુ સુરત જિલ્લાના માંડવી તાલુકા ખાતે આવેલા કાકરાપાર ડેમ ઓવરફ્લો થતાં પણ તંત્ર એલર્ટ છે. સીઝનમાં પહેલી વાર કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ રૂલ લેવલ સપાટી 160 ફૂટ છે. જ્યારે હાલની સપાટી 171 ફૂટ નોંધાય છે.

ઉકાઈ ડેમની સપાટીમાં 24 કલાકમાં 4 ફૂટ વધારો: સુરત અને તાપી જિલ્લાના નદી કિનારે અડીને આવેલા આશરે 30 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. ખાસ કરીને કાકરાપાર, વેરેઠ, ભલાલ તીર્થ નાનીચેર, મોટીચેર, વાઘનેરા, જેતપુર, કોસાડી, ઉન ઉમરસાડી, કમલાપુર, પાટણા, વળેલી, બોધન સહિતના અનેક ગામોને એલર્ટ કરાયા છે. વરસાદ પડવાના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી ગઈ છે. તારીખ 17 મી સપ્ટેમ્બરના રોજ રાત્રે 10 વાગે ઉકાઈ ડેમમાં 5.34 લાખ ક્યુસેક પાણીની આવકથી તંત્ર એલર્ટ થઈ ગયું છે.

હથનુર ડેમની સપાટી વધી: ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થતાં હાલ તાપી નદીમાં 29,73,700 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે તાપી નદીના સ્તરમાં પણ વધારો થતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ દોડતું થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં 4 ફૂટ ઉકાઈ ડેમની સપાટી વધી છે.

  1. Ukai Dam: ઉકાઈ ડેમમાં પાણી છોડાતા તાપી નદી બે કાંઠે, આસપાસના ગામોમાં એલર્ટ
  2. Banaskantha Rain : ડીસામાં ધોધમાર વરસાદને પગલે અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.