ETV Bharat / state

Banaskantha Rain : ડીસામાં ધોધમાર વરસાદને પગલે અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 2:25 PM IST

Rain Update Banaskantha : ડીસામાં ધોધમાર વરસાદને પગલે અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી
Rain Update Banaskantha : ડીસામાં ધોધમાર વરસાદને પગલે અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી

ભાદરવાની શરુઆતમાં જ મેઘસવારીએ બનાસકાંઠા જિલ્લામાં પણ આણ ફેલાવી છે. ડીસામાં સવારથી અવિરત વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસતાં લોકો હાલાકીનો સામનો કરતાં જોવા મળ્યાં હતાં.

નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી

ડીસા : બનાસકાંઠાના ડીસામાં આજે વહેલી સવારથી ફરી અવિરત વરસાદ શરૂ થઈ ગયો છે. ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા અને વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ડીસામાં વરસાદના પગલે ઘરોમાં પાણી ભરાયાં : હવામાન વિભાગની આગાહીને પગલે ડીસા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. દિવસ અને રાત ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે. જેમાં આજે વહેલી સવારથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો, જ્યારે અનેક વિસ્તારમાં વરસાદ ખાબકયો હતો. ચાર કલાકમાં જ ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં. જેમાં જલારામથી રીઝમેન્ટ રોડ, પિંક સીટી પાસે, હરિઓમ શાળા આગળ રોડ પર જ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રિઝમેન્ટ પાસે ખાડિયા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને આઠ જેટલા ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું હતું.

દર વખતે ચોમાસામાં તેમના ઘરોમાં પાણી ભરાઈ જાય છે. સામાન્ય વરસાદ પડે તો પણ ઘરમાં એકથી બે ફૂટ જેટલું પાણી ભરાઈ જતા નુકસાન વેઠવું પડે છે. ગઈકાલથી વરસાદ શરૂ થતા ઘરમાં પાણી ભરાઈ જતાં સાધનો વડે પાણી બહાર કાઢી રહ્યા છીએ. વહીવટી તંત્ર દ્વારા વિસ્તારમાં પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવી તેવી માગ છે...( સરલાબેન અને દિનેશભાઈ, અસરગ્રસ્ત )

ખેડૂતોમાં ખુશી : બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત જિલ્લો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં જ્યારે ચોમાસાની શરૂઆત થઈ અને બિપરજોય વાવાઝોડું આવ્યું ત્યારે ખેડૂતોને સારી આશા હતી કે સારો વરસાદ આવશે. જેથી ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી. પરંતુ ત્યારબાદ છેલ્લા દોઢથી બે મહિના સુધી સતત વરસાદ ન આવતા ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી તે પાક નિષ્ફળ જઈ રહ્યો હતો તે બચી જશે.

હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ડીસા સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ છે. ત્યારે ડીસામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે તો નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. તો વરસાદ રહી જાય એના પછી આ પાણી અહીં ન ભરાય અને લોકોને સમસ્યા ન પડે એ દિશામાં પગલા ભરવામાં આવશે...પંકજ બારોટ (ચીફ ઓફિસર,ડીસા નગરપાલિકા )

પાકને રાહત મળી : પાક બચે તે માટે ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈને બેઠા હતાં. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસથી વરસાદ પડી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કે હવે જે પાક બળી રહ્યો હતો તે પાકને હવે ભરપૂર પાણી મળ્યું છે. જેથી પાકને એક નવું જીવનદાન મળ્યું છે. પાણીના તળ ઊંચા આવશે અને બોરમાં પાણી આવશે જેથી ખેડૂતોને ખેતી અને પશુપાલનમાં રાહત મળશે.

  1. Gujarat Rain Update: રાજ્યમાં હજુ ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી, નર્મદા નદીની જળ સપાટી 40 ફૂટને પાર
  2. Train Services Affected: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, મુંબઈ જતી 11 જેટલી ટ્રેન રદ્દ
  3. Dahod Rain: દાહોદ પંથકમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, લોકોના ઘરમાં ફરી વળ્યા પાણી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.