ETV Bharat / state

Gujarat Rain Update: રાજ્યમાં હજુ ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી, નર્મદા નદીની જળ સપાટી 40 ફૂટને પાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 10:07 AM IST

Updated : Sep 18, 2023, 1:30 PM IST

Etv Bharat
Etv Bharat

રાજ્યમાં હજુ ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યના 177 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. અમદાવાદ શહેરમાં વરસાદ વરસતા ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા. સાબરમતી બેરેજના ચાર દરવાજાને અંદાજિત બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા.

અમદાવાદમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી વિરામ લીધો હતો. પરંતુ બે દિવસથી સમગ્ર રાજ્યની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેર તેમજ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં ફરી એકવાર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે.

ક્યાં પડી શકે છે વરસાદ: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદનું જોર રહેશે. આજે ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, ખેડા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ક્યાં કેટલો પડ્યો વરસાદ:

  • સૌથી વધુ પૂર્વ ઝોનમાં વરસાદ જોવા મળ્યો હતો. સૌથી વધુ ઓઢવમાં અઢી ઇંચ વરસાદ, ચીકુડિયા એક ઇંચ વરસાદ, વિરાટનગર બે ઇંચ વરસાદ, નિકોલ બે ઇંચ વરસાદ, રામોલ એક ઇંચ વરસાદ અને કઠવાડામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
  • પશ્ચિમ ઝોનના રાણીપમાં સૌથી વધુ પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ચાંદખેડામાં દોઢ ઇંચ વરસાદ, ઉસ્માનપુરા 1.5 ઇંચ વરસાદ અને ટાગોર હોલ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
    અનેક જગ્યાએ પાણી ભરાયા
    અનેક જગ્યાએ પાણી ભરાયા
  • ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવમાં એક ઇંચ, સાયન્સ સિટી એક ઇંચ, ગોતા એક ઇંચ અને ચાંદલોડિયામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
  • દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુરમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે.
  • ઉત્તર ઝોનના મેમ્કોમાં 1.5 ઇંચ નરોડા દોઢ ઇંચ અને કોતરપુરમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
    અમદાવાદમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો
    અમદાવાદમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો

બે અંડરપાસ બંધ: અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ રસ્તા વરસાદને કારણે શહેરમાં બે અંડરપાસને બંધ કરવાની ફરજ પડી છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલ મીઠાખળી અંદર પાસમાં બે ફૂટ પાણી ભરાતા એક વાગ્યાની આસપાસ બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે વાડજ ખાતે આવેલ અખબાર નગર અંડપાસને પણ બંધ કરવામાં આવ્યો છે. જ્યારે સાબરમતી નદી પર તૈયાર કરવામાં આવેલ વાસણા બેરેજના કુલ ચાર દરવાજા 2 ફુટ ખોલવામાં આવ્યા છે.

  1. Narmada Dam: નર્મદા નદી બે કાંઠે, ચાણોદમાં સ્થિતિ ગંભીર, લોકોના ઘર બે માળ સુધી પાણીમાં ગરકાવ
  2. Panchmahal Rain: પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, આરોગ્ય કેન્દ્રમાં 2 ફૂટ ભરાયા પાણી
Last Updated :Sep 18, 2023, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.