ETV Bharat / state

Incident of theft in Surat: સુરતના તરસાડીમાં વોચમેનને બંધક બનાવી તસ્કરો પેટ્રોલપંપ માંથી ડીઝલ ચોરી ગયા

author img

By

Published : Feb 3, 2022, 7:33 PM IST

માંગરોળ તાલુકાના તરસાડીના ખરચ રોડ પર આવેલ પેટ્રોલ પંપને તસ્કરોએ નિશાન(Incident of theft in Surat ) બનાવ્યો હતો. તરસાડી નજીક આવેલા પેટ્રોલપંપ પર તસ્કરો વોચમેનને બંધક બનાવી બે હજાર લીટર ડીઝલ ચોરી ભાગી ગયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. કોસંબા પોલીસ (Surat Kosamba Police)ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી હતી.

Incident of theft in Surat: સુરતના તરસાડીમાં વોચમેનને બંધક બનાવી તસ્કરો પેટ્રોલપંપ માંથી ડીઝલ ચોરી ગયા
Incident of theft in Surat: સુરતના તરસાડીમાં વોચમેનને બંધક બનાવી તસ્કરો પેટ્રોલપંપ માંથી ડીઝલ ચોરી ગયા

સુરત: જિલ્લામાં હાલ દિન પ્રતિદિન ચોરીની ઘટનાનોમાં વધારો (Incident of theft in Surat )થઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં વધુ એક વાર ચોરીની ઘટના બની હતી. માંગરોળ તાલુકાના તરસાડીના ખરચ રોડ પર આવેલ પેટ્રોલ પંપને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. પેટ્રોલ પંપના પાર્કિગમાં પાર્ક કરેલ ડીઝલ ભરેલા ટેન્કર પાસે ટ્રક મૂકી મોટર(Diesel theft in Mangrol Tarsadi) સહિતની મશીનરીની મદદથી ટેન્કર માંથી 2,000લીટર ડીઝલની ચોરી કરી ભાગી ગયા હતા.

ડીઝલ ચોરીની ઘટના

આ પણ વાંચોઃ સુરત પોલીસે પકડેલા ચોર પાસેથી ચોરેલા 92 મોબાઈલ પકડાયા

વોચમેનને બંધક બનાવી માર્યો ઢોરમાર

તસ્કરો દ્વારા સૌ પ્રથમ પોતાના ટ્રક ડીઝલ ભરેલા ટેન્કર પાસે ઉભો રાખ્યો હતો અને એમાંથી 4 તસ્કરો ઉતર્યા હતા. વોચમેન દ્વારા ત્યાં ન ઉભા રહેવાનું જણાવતા તસ્કરોએ વોચમેનની ટીંગાટોળી કરી લીધી હતી વોચમેન બુમાબુમ કરતા વોચમેન મોઢામાં કપડું બાંધીને ટ્રકમાં બેસાડી કોસંબા નજીક પસાર થતા નેશનલ હાઇવે પાસે લઈ ગયા હતા અને ઢોર માર મારી મૂકી દીધો હતો. મોડી રાત્રીએ વોચમેન હાઇવે પરથી પેટ્રોલ પંપ પર આવે એ પહેલાં તસ્કરો ટેન્કર માંથી બધું ડીઝલ કાઢી ભાગી ગયા હતા. વોચમેન દ્વારા પેટ્રોલ પંપની ઓફિસમાં સુતેલા માણસોને જગાડી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પેટ્રોલ પંપના સંચાલક દ્વારા સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરાતા કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં 2020માં 231 જેટલા ઘરફોડ ચોરીના બનાવો, લોકો કરી રહ્યા છે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીનો સંપર્

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.