ETV Bharat / state

રાજકોટની ગેમની ગોઝારી ઘટનાને ભુજના લોકોએ વખોડી, કહ્યું- સરકાર માત્ર નિવેદનો નહીં પરંતુ જવાબદારો સામે કાયદાકીય પગલાં લે તેવી માંગ કરી - Rajkot TRP Game Zone Fire Incident

author img

By ETV Bharat Gujarati Team

Published : May 26, 2024, 9:24 PM IST

રાજકોટના ગેમઝોનમાં અગનકાંડથી લોકોમાં રોષ ફેલાયો છે ત્યારે ભુજના સ્થાનિક લોકોએ પણ પોતાના શબ્દોમાં રોષ વ્યક્ત કરીને આ ઘટનાને વખોડી હતી. સમગ્ર ઘટના અંગે Etv Bharat દ્વારા લોકોની શું પ્રતિક્રિયા છે તે જાણવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

Etv BharatRAJKOT TRP GAME ZONE FIRE INCIDENT
RAJKOT TRP GAME ZONE FIRE INCIDENT (Etv Bharat)

રાજકોટ: ગઈ કાલનો દિવસ રાજકોટ માટે ગોઝારો સાબિત થયો હતો અને ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગતાં 28 જેટલા 27 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતા તો અનેક લોકો ઘાયલ થયા હતા.તો સમગ્ર દેશમાં આ ગેમઝોન અગ્નિકાંડના સમાચારથી ઘેરા પડઘા પડયા છે અને ફાયર `એનઓસી' વગરના રાજ્યના તમામ ગેમિંગ ઝોન બંધ કરવા માટે પણ આદેશો કરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર ઘટના અંગે Etv Bharat દ્વારા ભુજના લોકોની શું પ્રતિક્રિયા છે તે જાણવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

રાજકોટની ગેમની ગોઝારી ઘટનાને ભુજના લોકોએ વખોડી (Etv Bharat Gujrat)

ભુજના લોકોએ રાજકોટ ગેમઝોનની ઘટનાને વખોડી: રાજકોટના ગેમઝોનમાં અગનકાંડથી લોકોમાં રોષ ફેલાયો છે ત્યારે ભુજના સ્થાનિક લોકોએ પણ પોતાના શબ્દોમાં રોષ વ્યક્ત કરીને આ ઘટનાને વખોડી હતી. રાજકોટમાં જે દુઃખદ ઘટના ઘટી છે અને જે મૃતકો છે એમના પરિવારને ભગવાન સહન કરવાની તાકાત આપે એવી હું પ્રાર્થના કરું છું પરંતુ આ ઘટના ગુજરાતમાં પ્રથમ.વખત નથી બની અગાઉ સુરતમાં પણ ટ્યુશન ક્લાસમાં આ ઘટના બની હતી. ત્યારબાદ મોરબીની ઘટના બની ત્યારબાદ વડોદરા ની ઘટના બની દર વર્ષે આવી ઘટનાઓ બનતી હોય છે.ઘટના બની તે તો દુઃખદ છે જ પરંતુ સરકારની ઉદાસીનતા વધારે દુઃખદ છે અને સરકારના અધિકારીઓએ જે કાર્યવાહી નથી કરી તેનું આ પરિણામ છે.આપણે સરકારને બહુ મોટો ટેક્સ આપીએ છીએ 156 જેટલી સીટો આપી છે તે છતાં સરકારે આપણને શું આપ્યું છે માત્ર આપના સ્વજનોના મૃતદેહો જોવાનું? દર વર્ષે આવી ઘટના બનતી હોય છે અને આજ સુધી કોઈ પણ ઘટનામાં કોઈ ચોક્કસ ન્યાય આવ્યો નથી. સરકારની સિસ્ટમ બેકાર બની ગઈ છે જેનું પરિણામ જનતાને જોવું પડે છે.સરકાર આ ઘટનામાં જે કોઈ જવાબદાર છે તેને કડકમાં કડક સજા કરે તેવી અપેક્ષા છે.

માત્ર 2 કે 4 લાખની સહાયથી કોઈ વ્યક્તિની ખોટ નથી પુરાતી: આ રાજકોટની ઘટનાની વાત કરીએ તો ગુજરાતમાં સતત આવા બનાવો બનતા રહે છે અને જવાબદારોને આ સ્થળે આ વસ્તુ નતી એટલે આવી ઘટના બની અને મૂકી દેવામાં આવતા હોય છે.પરંતુ જેમણે પોતાના વ્હાલસોયા ગુમાવ્યા છે જેમણે પોતાના પતિ કે પત્ની ગુમાવી છે અને પરિવારનો માળો વિખાય ત્યારે ખબર પડે છે કે 2 લાખ કે 4 લાખથી કોઈ સંતોષ નથી થતો પરંતુ જે વ્યક્તિ ગુમાવ્યો છે તે ક્યારેય પાછો નથી આવાનો. સરકાર હંમેશા આવા બનાવો પાછળ ઢાંકપીછોળા કરતી આવે છે. કારણકે સરકારના અધિકારીઓ પણ ક્યાંકને ક્યાંક આમાં સંડોવાયેલા હોય છે.મોરબીની ઘટનામાં પણ મોટા નામો ચર્ચાયા હતા પણ કોઈને યોગ્ય સજા કરવામાં નથી આવી.150 થી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા હતા છતાં પણ 4 દિવસ બાદ લોકો ઘટનાને ભૂલી જતા હોય છે.સરકારની સાથે આપણે પણ જવાબદાર છીએ કે વેકેશનમાં એન્ટરટેનમેન્ટના નામે કોઈ સેફ્ટી જોતા નથી જેથી તે પણ જોવું જોઈએ. સરકાર માત્ર સહાય ચૂકવીને આ કેસ પૂર્ણ થઈ જશે અને જવાબદારોને કોઈ સજા પણ નહીં થાય.

4 વર્ષથી સરકારે કેમ કોઈ પગલાં ન લીધા?: ગેમઝોનના સંચાલકોએ ફી 300 માંથી રૂા. 99માં ગેમની સ્કીમ રાખી હતી, જેના કારણે માધ્યમ વર્ગના લોકો પણ બહોળી સંખ્યામાં બાળકો સહિત ઊમટયા હતા અને કોઈ પણ પ્રકારની સેફ્ટી વગર આ ગેમઝોન હોતા ઘટના ઘટી છે.અગાઉ પણ આવી અનેક ઘટનાઓ ઘટી છે પરંતુ સરકારે હજી સુધી કોઈ પગલાં લીધા નથી.સરકાર માત્ર કહે છે કે જવાબદારી સામે આમ પગલાં લેવાશે તેમ પગલાં લેવાશે પરંતુ આજ સુધી શું પગલાં લીધા છે? Noc નતી કે જે કંઈ નતુ તે 4 વર્ષથી ના હતું તો પણ તે કેમ આજ સુધી ચાલતું હતું વહીવટી તંત્ર શું કરી રહ્યું હતુ?

સરકાર માત્ર નિવેદન ના આપે એક્શન લે: આ ઘટનાને વખોડવા માટે કોઈ શબ્દો નથી. રાજકોટ એટલે પૂર્વ મુખ્ય પ્રધાન નો જિલ્લો કહેવાય તો આટલા સમયથી આટલી બેદરકારી હોય તો આટલા સમયથી અધિકારીઓ શું કરી રહ્યા હતા શું માત્ર તેઓ હપ્તા લેવા માટે જ પહોંચી જતા હોય છે.વહીવટી તંત્ર અને પોલીસને જાણ ન હોય તેવું બને જ નહીં.યોગીના રાજમાં જે રીતે એક્શન લેવામાં આવે છે તે રીતે એક્શન લેવા જોઈએ.આમાં સરકારને પણ કોઈ યોગ્ય એક્શન લેવા જોઈએ માત્ર નિવેદન આપવાથી કંઈ નહીં થાય.જે કોઈ પણ જવાબદાર હોય તેની સામે એક્શન લેવા જોઈએ.

શોકની લાગણી: ભુજના દાદા દાદી પાર્કમાં દર ગુરુવારે અને રવિવારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો ભેગા થઈને નિજાનંદ માટે ફિલ્મી ગીતો ગાતા હોય છે તેમ જ ડાન્સ પણ કરતા હોય છે ત્યારે આજે રાજકોટમાં બનેલી ઘટનાને પગલે શોકના ભાગરૂપે તેઓ પણ આજે કરુણ ગીતો ગાશે તેમજ બે મિનિટનો મૌન પાડીને શ્રદ્ધાંજલિ પાઠવશે ત્યારે આ ઘટનાને તેમણે પણ વખોડી છે અને આ ઘટના પાછળ જે કોઈપણ જવાબદાર વ્યક્તિ હશે તેના સામે સરકાર કડકમાં કડક પગલાં લે તેવી માંગ પણ કરી છે.

  1. રાજકોટ અગ્નિકાંડ: વિશેષ તપાસ ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ કહ્યું નિષ્પક્ષ તપાસ કરીશું - rajkot TRP game zone fire incident
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.