ETV Bharat / state

રાજકોટ અગ્નિકાંડ: વિશેષ તપાસ ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ કહ્યું નિષ્પક્ષ તપાસ કરીશું - rajkot TRP game zone fire incident

author img

By ETV Bharat Gujarati Team

Published : May 26, 2024, 11:02 AM IST

રાજકોટ અગ્નિકાંડની સમગ્ર ઘટના પાછળ કોણ જવાબદાર છે તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે અમે વિશેષ તપાસ ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું. Statement of Special Investigation Team Chairman Subhash Trivedi

વિશેષ તપાસ ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું નિવેદન
વિશેષ તપાસ ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું નિવેદન (Etv Bharat Guajrat)

વિશેષ તપાસ ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું નિવેદન (ETV Bharat Gujarat)

રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ લાગેલી ભીષણ આગમાં બાળકો સહિત 30 માણસો જીવતા ભૂંજાઈ ગયા હતા. માત્ર એક મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોખંડ-પતરાંના સ્ટ્રક્ચરથી બનેલા ૩ માળના ગેમ ઝોનમાંથી બહુ ઓછા લોકો બહાર નીકળી શક્યા હતા. અને તેને કારણે સંકુલની અંદર જ લોકો ભડયું થઈ ગયા હતા. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું. જોકે ત્યાં સુધીમાં તો રમત રમવા આવેલા બાળકો અને તેના પરિવારજનોમાંથી મોટાભાગના મૃત્યુ થઈ ચૂક્યા હતા. મોડી રાત સુધી બચાવ અને રાહતની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

રાજકોટ અગ્નિકાંડ ઘટના
રાજકોટ અગ્નિકાંડ ઘટના (ETV Bharat Gujarat)

ટીઆરપી ગેમ ઝોન છેલ્લા ચારેક વર્ષથી શરૂ કરવામાં આવ્યો હતો. ગિરિરાજસિંહ અશોકસિંહ જાડેજાની માલિકીના પ્લોટને પ્રકાશ રાઠોડ તેમજ યુવરાજસિંહ સોલંકી નામની વ્યક્તિએ ભાડેથી રાખી તેના પર ત્રણ માળનું લોખંડ-પતરાનું સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું. ગેમ ઝોનમાં દસ પ્રકારની ગેમ રમાડવામાં આવતી હતી.

રાજકોટ અગ્નિકાંડ ઘટના
રાજકોટ અગ્નિકાંડ ઘટના (ETV Bharat Gujarat)

ગેમ ઝોનમાં જ કાફેમાં નોકરી કરતા તુક્કા અસુમા નામના નેપાળીએ જણાવ્યું હતું કે, જ્યારે આગ લાગી ત્યારે પોતે કાફેમાં જ હતો. જેવી આગ લાગી તે સાથે જ તે બહારની તરફ ભાગ્યો હતો, પરંતુ જોરદાર ધડાકો થતા પોતે પણ દાઝી ગયો હતો. તેમ છતાં મેનેજરની સાથે બહાર નીકળવામાં સફળ રહેતા જીવ બચી ગયો હતો.

ગુજરાતની આવી ઘટનાના ઘા હજુ રુઝાયા નથી *

  • તક્ષશિલા કાંડ (સુરત): 22 બાળકોના મોત
  • હરણી બોટ કાંડ (વડોદરા): 12 બાળકો સહિત 14 મોત
  • મોરબી ઝૂલતાં પૂલ દુર્ઘટના : 135 લોકોનો મોત
  1. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલો, TRP ગેમ ઝોનના માલિક અને મેનેજરની પોલીસ પૂછપરછ - rajkot game zone fire incident
  2. દિલ્હીમાં વિવેક વિહારની બેબી કેર હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 6 નવજાતના મોત - DELHI BABY CARE HOSPITAL FIRE
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.