ETV Bharat / state

Happy Birthday CR Patil : મહારાષ્ટ્રમાં જન્મેલા પાટીલ કઈ રીતે ગુજરાત ભાજપનો મોટો ચહેરો બન્યા, જાણો..!

author img

By

Published : Mar 16, 2022, 9:11 AM IST

Updated : Mar 16, 2022, 3:12 PM IST

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ 67 વર્ષ પૂર્ણ કરી 68 માં વર્ષમાં (Happy Birthday CR Patil) પ્રવેશ કરશે. તેમના જન્મદિવસ (68th Birthday CR Patil) નિમિત્તે કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહિત છે. પાટીલના જન્મદિનથી સમગ્ર રાજ્યમાં આંસુ પોષણ અભિયાનની શરૂઆત થશે.

Happy Birthday CR Patil : મહારાષ્ટ્રમાં જન્મેલા પાટીલ કઈ રીતે ગુજરાત ભાજપનો મોટો ચહેરો બન્યા, જાણો..!
Happy Birthday CR Patil : મહારાષ્ટ્રમાં જન્મેલા પાટીલ કઈ રીતે ગુજરાત ભાજપનો મોટો ચહેરો બન્યા, જાણો..!

સુરત : નવસારીના સાંસદ CR પાટીલની (Navsari MP CR Patil) ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદે 20 જુલાઈ 2020ના રોજ નિમણુંક કરવામાં (Gujarat BJP State President) આવી હતી. CR પાટીલે 2009માં નવસારી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી હતી. જેમાં તેમનો વિજય થયો હતો. ત્યારબાદ 2014માં નવસારી લોકસભાની બેઠક પર ભાજપે ફરીથી CR પાટીલને ઉમેદવાર બનાવ્યા હતા.

CR પાટીલ ત્રીજીવાર સાંસદ બન્યા
પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી વડાપ્રધાન સાથે પ્રથમ મુલાકાત
પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી વડાપ્રધાન સાથે પ્રથમ મુલાકાત

CR પાટીલ ત્રીજીવાર સાંસદ - નવસારીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતોની સરસાઈથી પરાજિત કર્યા હતા. જેમાં CR પાટીલને કુલ 8,20,831 મત મળ્યા હતા. જ્યારે મકસુદ મિર્ઝાને ફક્ત 2,62,715 મત મળ્યા હતા. એટલું જ નહીં, સૌથી વધુ લીડથી જીત મેળવનાર સંસદમાં સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે રહ્યા હતા. બે ટર્મ સાંસદ રહ્યા બાદ 2019માં પણ તેઓ નવસારી બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ત્રીજીવાર સાંસદ બન્યા છે.

ગુજરાત ભાજપમાં પાટીલનું વિશેષ મહત્વ
ગુજરાત ભાજપમાં પાટીલનું વિશેષ મહત્વ
PM મોદીના આખા રોડ શોમાં પાટીલ દેખાયા સાથે
PM મોદીના આખા રોડ શોમાં પાટીલ દેખાયા સાથે

આ પણ વાંચો : રાજકોટમાં યોજાયું હિન્દુ ધર્મ સંમેલન, પાટીલ અને પૂર્વ સીએમ એક સ્ટેજ પર

દેશના પ્રથમ સાંસદ કે જેમની ઓફીસ ISO પ્રમાણિત - સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકા રાઉત ખાતે CR પાટીલનો (Birth of CR Patil) જન્મ થયો હતો. શાળાકીય શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળે લીધું હતું. છેલ્લે સુરતની ITI માં અભ્યાસ કર્યો હતો. CR પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે. કે પોતાની ઓફિસમાં ISO લેનારએ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે. તેમના પેજ પ્રમુખ અભિયાનના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય મળી હતી.

PM નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા પાટીલ
PM નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા પાટીલ

સુરતમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન - સુરત મહાનગરના તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી (68th Birthday CR Patil) પરિવાર દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન છે. તેમના જન્મ દીન નિમિતે સુરત મહાનગરના તમામ ત્રીસ વૉર્ડમાં સુપોષણ અભિયાન, સફાઈ અભિયાન, રક્તદાન શિબિર, ચિકિત્સા શિબિર સહિત ઘણા કાર્યક્રમોનું મોટા પાયે (Program on Patil's Birthday in Surat) આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત સવારે 09:00 કલાકે "ગાયત્રી યજ્ઞ" "પંડિત દીનદયાળ ભવન", ભાજપ કાર્યાલય, ઉધના, સુરત ખાતે રાખેલો છે. બપોરે 3:00 કલાકે "જ્ઞાનોત્સવ" કાર્યક્રમ સંજીવ કુમાર ઓડિટોરીયમ, પાલ, અડાજણ, સુરત ખાતે રાખેલો છે.

વિજયોત્સવ ઉજવતા પાટીલ
વિજયોત્સવ ઉજવતા પાટીલ

આ પણ વાંચો : પંજાબ પોલીસ આંદોલનકારીઓ સાથે મળેલી હતી : પાટીલ

CR પાટીલ Zoom વીડીયો કોન્ફરન્સ કરશે - આ ઉપરાંત "જ્ઞાનોત્સવ" કાર્યક્રમમાં "CR પાટીલ (Today's Program is by CR Patil) સ્કોલરશીપ" અંતર્ગત સુરત મહાનગરપાલિકા સુમન શાળાઓમાં ભણતા 108 પ્રતિભાવાન છાત્રોને ઉચ્ચ અભ્યાસ માટે "સ્કોલરશીપ" આપવામાં આવશે. તેમના રક્ત તુલા થશે. તદુપરાંત કુપોષણ અભિયાન અંતર્ગત 100 બાળકોને સુપોષિત કરવા માટે દત્તક લેવાના છે. બાળકોને જેનાથી વધુ સુપોષણ મળી રહે તેવી વિવિધ વાનગીઓની કીટનું વિતરણ કરવામાં આવનાર છે. તે અંતર્ગત સાંજે 04 : 30 કલાકે "પંડિત દીનદયાળ ભવન", ભાજપ કાર્યાલય, ઉધના, સુરત ખાતેથી CR પાટીલ Zoom વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના તમામ (Happy Birthday CR Patil) કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને ઉદ્દબોધન કરશે.

Last Updated : Mar 16, 2022, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.