ETV Bharat / state

kurmar kanani letter to CM: વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને લોન સરળતાથી મળી રહે તે માટે સરકારને પત્ર

author img

By

Published : Jan 18, 2023, 12:20 PM IST

Updated : Jan 18, 2023, 4:42 PM IST

kurmar kanani letter to CM
kurmar kanani letter to CM

ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને પત્ર લખીને વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને લોન સરળતાથી મળી રહે તે માટે ભલામણ કરી (kurmar kanani letter to CM) છે. તેમને પત્રમાં લખ્યું છે કે વિદ્યાર્થીઓને લોક મેળવવા 6-6 મહિના જેટલો સમય લાગી જાય (Gujarat Government education loan) છે અને તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે.

વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને લોન સરળતાથી મળી રહે તે માટે સરકારને પત્ર

સુરત: અભ્યાસ અર્થે વિદેશ જ્યાં વિદ્યાર્થીઓની ભલામણને લઈને ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને ભલામણ કરી છે. કુમાર કાનાણીએ પત્ર લખીને લોન મેળવવા માટે પડતી મુશ્કેલી દૂર કરવા સરકારને પત્ર લખ્યો હતો. પૂર્વ પ્રધાન અને સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને પત્ર લખીને વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને આવતી મુશ્કેલીનો મુદ્દો ઉઠાવ્યો છે. કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું છે કે, વિદેશ જતા વિદ્યાર્થીઓને સમયસર લોન મળતી નથી. એવામાં તેમને વિદેશ જવાનું અટવાય છે, આથી વિદેશ અભ્યાસની લોન સરળ કરવા માટે રજૂઆત કરી (kurmar kanani letter to CM) છે.

વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને લોન સરળતાથી મળી રહે તે માટે સરકારને પત્ર
વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને લોન સરળતાથી મળી રહે તે માટે સરકારને પત્ર

આ પણ વાંચો JP Nadda: જેપી નડ્ડાને એક્સટેન્શન આપી રણનીતિ બદલાવવાના એંધાણ

પત્ર લખીને સરકારને રજૂઆત: ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખીને સરકારને રજૂઆત કરી છે કે વિદેશ જતા વિદ્યાર્થીઓની લોક 6-6 મહિના સુધી મંજુર થતી (kurmar kanani letter to CM) નથી. લોન સમયસર ન મળતા વિદ્યાર્થીઓને સમસ્યાનો સામનો કરવો પડે છે. જેથી સરકાર આ મામલે નોંધ લે અને તત્કાલીન આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે.

આ પણ વાંચો Eco Tourism Side: પાટણ જિલ્લા કલેકટરે ઇકો ટુરીઝમ સાઈડની મુલાકાત લઈ સજેશન આપ્યા

શું લખ્યું પત્રમાં?: પત્ર લખીને ધારાસભ્યએ ગુજરાતના મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો. તેમને પત્રમાં લખ્યું કે સરકારની યોજના અંતર્ગત ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે. આ યોજનામાં વિદ્યાર્થીઓ લોન માટે અરજી કરે છે, પરંતુ તેમને વિઝા બાદ એડમિશન મળી જાય છે અને વિદેશ જવાનું થાય ત્યારે પણ લોન મળતી નથી. વિદેશ ગયા પછી પણ છ-છ મહિના સુધી લોન મળતી નથી જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમનું ભાવિ જોખમમાં મૂકાય છે. આવી અરજી થયેલા વિદ્યાર્થીઓની લોન તાત્કાલિક મંજૂર થાય તેવી મારી વિનંતી (Gujarat Government education loan) છે.

“બિન અનામત લોન”: રાજ્યમાં બિન અનામત જ્ઞાતિના હોંશિયાર વિદ્યાર્થીઓને વિદેશમાં સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તથા આર્થિક પરિસ્થિતિને મદદરૂપ થવાના ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા વિદેશ અભ્યાસ લોન યોજના માટે અમલમાં મુકવામાં આવે છે. Gujarat Unreserved Educational & Economical Development Corporation દ્વારા “બિન અનામત લોન” આપવામાં આવે છે.

Last Updated :Jan 18, 2023, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.