ETV Bharat / state

વિધાનસભા ચૂંટણી 2022, હારની હેટ્રિક મારનાર પર કોંગ્રેસને ભરોસો કાયમ

author img

By

Published : Nov 12, 2022, 3:22 PM IST

Updated : Nov 12, 2022, 7:52 PM IST

સુરતમાં કોંગ્રેસે ફરી એકવાર હારની હેટ્રિક મારનારા ઉમેદવારને (Congress candidate in Udhana) વિધાનસભાની ટિકિટ આપતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ઉમેદવારે કહ્યું હતું કે, ભાજપ પોતાના ઉત્તર ભારતીય કાર્યકરને તક આપી નથી. તો બીજી તરફ ફરી એકવાર આ ઉમેદવારને કોંગ્રેસ ટિકીટ આપતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. (Gujarat Assembly Election 2022)

હારની હેટ્રિક મારનાર ઉમેદવાર પર કોંગ્રેસે ભારે ભરોસો
હારની હેટ્રિક મારનાર ઉમેદવાર પર કોંગ્રેસે ભારે ભરોસો

સુરત : કોંગ્રેસ પાર્ટીએ ઉધનામાં લોકસભા, વિધાનસભા સહિતની ચૂંટણીઓ હારીને હેટ્રીક (Congress candidate in Surat) કરનાર ઉમેદવાર ધનસુખ રાજપુત પર ભરોસો રાખ્યો છે. વારંવાર વિધાનસભાની ચુંટણી હારનારા ધનસુખ રાજપુતને ફરી ઉમેદવાર જાહેર કરાતા લોકો અને કાર્યકરો આશ્ચર્ય પામ્યા છે. ધનસુખ રાજપુત મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને ઘણા સમયથી સુરત રહે છે. તેઓ કન્સ્ટ્રક્શન ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે હંમેશાથી સંપર્કમાં રહ્યા છે. આ જ કારણ છે કે પાર્ટીએ હંમેશા ચૂંટણી વખતે તેમની ઉપર ભરોસો મુક્તિ આવી છે પરંતુ આ વખતે જ્યારે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની કપડી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને સામે માત્ર ભાજપ નહીં પરંતુ AAP પણ ટક્કરમાં છે. (Congress candidate in Udhana)

ભાજપ ઉત્તર ભારતીય સાથે અન્યાય કરે છે ધનસુખ રાજપૂતે જણાવ્યું હતું કે, પાર્ટીએ મારા પર ભરોસો મૂક્યો છે અને ચોક્કસથી તેઓ આ બેઠક પરથી સારી લીડ સાથે વિજય મેળશે. ભાજપ હંમેશાથી ઉત્તર ભારતીય (Surat Congress candidate) સાથે અન્યાય કરતી આવી છે અને માત્ર કોંગ્રેસ એક એવી પાર્ટી છે કે જ્યાં ઉત્તર ભારતીય લોકોની સંખ્યા વધારે છે, ત્યાં ઉત્તર ભારતીય ઉમેદવાર તક આપે છે. આજ કારણ છે કે અગાઉ પણ મને ટિકિટ આપવામાં આવી હતી. ચોર્યાસી અને ઉધના વિધાનસભા બેઠક કે જ્યાં ઉત્તર ભારતીય લોકોની સંખ્યા સૌથી વધારે છે, ક્યારે પણ ભાજપે પોતાના ઉત્તર ભારતીય કાર્યકરને તક આપી નથી. (Dhansukh Rajput in Udhana)

ચૂંટણીમાં હારની હારમાળા ધનસુખ રાજપુત વર્ષ 1995થી સુરત મહાનરપાલિકાની કોર્પોરેટરની ચૂંટણીથી પોતાના રાજકીય સફરની શરૂઆત કરી હતી. જેમાં તેમને હાર મળી હતી, જ્યારે 2005, 2012માં કોર્પોરેટર બન્યા હતા. જોકે વર્ષ 2009માં નવસારી લોકસભામાં તેમજ વર્ષ 2012માં ઉધના વિધાનસભામાં તેઓએ હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2015માં કોર્પોરેટર તરીકે જીત્યા તો ખરી, પરંતુ તરત જ વર્ષ 2016માં ચોર્યાસી વિધાનસભાની પેટા ચૂંટણીમાં હાર તેમજ તાજેતરમાં જ વર્ષ 2019માં સુરત મહાનગરપાલિકામાંથી પણ હાર મળી હતી. જેને લઈને ફરી વિધાનસભાની ટિકિટ અપાતા કાર્યકરો નારાજ થઈ પાર્ટીની સાથે છેડો ફાડીને જાય તો નવાઈ નહીં. (Candidate on Udhana seat)

સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર સુરત પૂર્વની બેઠક પરથી અસલમ સાયકલવાળા, સુરત ઉત્તર બેઠક પરથી ભૂતકાળમાં લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા અશોક અધેવાડા, કરંજ બેઠક પરથી ભારતી પટેલ, લિંબાયત બેઠક પરથી ગોપાલ પાટીલ, ઉધના બેઠક પરથી ધનસુખ રાજપુત, મજૂરા બેઠક પરથી બલવંત જૈન, ચોર્યાસી બેઠક પરથી કાંતિ પટેલને ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીએ જાહેર કર્યા છે. (Surat Assembly seat Candidate)

રાજપૂત પર પાર્ટીનો વિશ્વાસ વિધાનસભા 2022ની રણનીતિને લઈને કોંગ્રેસ પાર્ટીએ જે સીટ પર હાર મળી છે. તેની ઉપર પહેલી તકે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં મહિલા અને યુવાઓને તક આપવાની વાતો હતી. જોકે સુરત ઉધના બેઠક પરથી ધનસુખ રાજપૂત કે જેઓ હારની હેટ્રિક કરી ચૂક્યા છે. તેમની પર પાર્ટીએ ફરી વિશ્વાસ મુકતા કેટલાક કાર્યકરો અન્ય પાર્ટીઓમાં જોડાઈ તેવી વાતો ચર્ચાઈ રહી છે. (Gujarat Assembly Election 2022)

ભાજપે પણ 16 હારેલા ઉમેદવારોને ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીએ 166 ઉમેદવારોના નામની બે યાદી સત્તાવાર જાહેર કરી દીધી છે. જે યાદી જોતા ભાજપે હારેલા ઉમેદવારોને ફરીથી ટિકિટ આપી છે, અને તેમનામાં ફરીથી વિશ્વાસ મુક્યો છે. મોરબી બેઠક પર કાંતિ અમૃતિયા 2017ની ચૂંટણીમાં હારી ગયા હતા, તેમને ફરીથી ટિકિટ આપી છે. તેવી જ રીતે અમદાવાદની ખાડિયા-જમાલપુર બેઠક પર ભુષણ ભટ્ટ, વાંકાનેર બેઠક પર જીતુ સોમાણી, જામજોધપુર બેઠક પર ચીમન શાપરિયા, માંગરોળ બેઠક પર ભગવાનજી કરગાટિયા, રાજુલા બેઠક પર હીરા સોલંકી, તળાજા બેઠક પર ગૌતમ ચૌહાણ. વાવ બેઠક પર શંકર ચૌધરી, દિયોદર બેઠક પર કેશાજી ચૌહાણ, દસાડા બેઠક પર રમણલાલ વોરા, ભિલોડા બેઠક પર પી સી બરંડા, મોડાસા બેઠક પર ભીખુસિંહ પરમાર, ધંધૂકા બેઠક પર કાળુસિંહ ડાભી, આણંદમાં યોગેશ પટેલ, સોજિત્રામાં વિપુલ પટેલ અને દાહોદમાં કનૈયાલાલ કિશોરી હારી ગયા હતા, છતાં તેમને ભાજપે ફરીથી ટિકિટ આપી છે. ટૂંકમાં 16 હારેલા ઉમેદવારોને ફરીથી ટિકિટ આપીને ભાજપે ઉમેદવારોને નવી તક આપી છે, કે તમે હવે જીતીને જ આવજો.

કોંગ્રેસના આ નેતા હાર્યા છતા ટિકિટઃ બ્રિજેશ મેરજા, જાવેદ પીરજાદા, ચિરોગ કોરડિયા, બાબુ વાજા, અંબરીષ ડેર, કનું બારૈયા, ગેનીબેન ઠાકોર, શિવાભાઈ ભૂરિયા, નૌશાદ સોલંકી, અનિલ જોશીયારા, રાજેન્દ્રસિંહ ઠાકોર,ઈમરાન ખેડાવાલા, રાજેશ ગોહિલ, કાંતિ સોઢા પરમાર, પૂનમ પરમાર, વજેસિંહ પણદા

Last Updated : Nov 12, 2022, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.