ETV Bharat / state

Surat fire: સુરતમાં સાડી અને કુર્તા બનાવતા કારખાનામાં આગ લાગી, 4 વ્યક્તિઓનું કરાયું રેસ્કયુ

author img

By

Published : Apr 19, 2023, 5:20 PM IST

સુરતમાં આગની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. સુરતમાં ફરીથી આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરમાં મોડી રાતે સાડી અને કુર્તા બનાવતા કારખાનામાં આગ લાગી હતી. જેમાં 4 જેટલા વ્યક્તિઓનું ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જોકે આ આગમાં સંપૂર્ણપણે મશીનો, સાડીઓ અને અન્ય સામનો બળીને ખાખ થઇ ગયા હતા.

સુરતમાં સાડી અને કુર્તા બનાવતા કારખાનામાં આગ લાગી
સુરતમાં સાડી અને કુર્તા બનાવતા કારખાનામાં આગ લાગી

સુરતમાં સાડી અને કુર્તા બનાવતા કારખાનામાં આગ લાગી

સુરત: આગની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. સુરતમાં ફરીથી આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના ઉધના વિસ્તારમાં આવેલા રોડ નંબર 2 ઉપર આવેલ ડી એલ ગારમેન્ટ્સના બીજા માળે અચાનક જ આગ લાગી હતી. ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

મશીનો, સાડીઓ બળીને ખાખ: ફેક્ટરીઓમાં મોટા પ્રમાણમાં કુર્તા અને સાડીનો જથ્થો હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. જોકે આ આગમાં 4 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. જેઓનું ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જોકે આ આગમાં સંપૂર્ણપણે મશીનો, સાડીઓ અને અન્ય સામનો બળીને ખાખ થઇ ગયા હતા.

આ પણ વાંચો: Surat News: ઝાડ નીચે ઉભેલા વ્યક્તિઓ પર વીજળી ત્રાટકી, એકનું મોત

ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ: આ બાબતે ફાયર ઓફિસર રોહિત ખલાસીએ જણાવ્યું કે અમને રાતે 2:51 ફાયર કંટ્રોલ રૂમમાંથી કોલ આપવામાં આવ્યો કે ઉધના વિસ્તારમાં આવેલ નંબર બે ઉપર પ્લોટ નંબર 39 જ્યાં ડી એલ ગારમેન્ટ્સનું શોરૂમ છે. જ્યાં સાડી અને કુર્તા બનાવનાવાની ફેક્ટરી છે. જ્યાં મશીનમાં આગ લાગી છે. અમે અમારી માનદરવાજા ફાયર વિભાગની ટીમ લઈને ત્યાં પહોંચ્યા હતા. પરંતુ આગ આગ વિકરાળ હોવાને કારણે મંજુરા અને ભેસ્તાન ફાયર વિભાગની ગાડીઓ પણ બોલવામાં આવી હતી. એમ કુલ 7 જેટલી ગાડીઓ ત્યાં સ્થળ ઉપર રહી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. આખરે બે કલાકના ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Surat Rape Case: માનસિક દિવ્યાંગ દીકરીને બનાવી હવસનો શિકાર, પિતાના જ મિત્રએ કુકર્મ આચરતા ગર્ભવતી

4 જેટલા વ્યક્તિઓનું રેસ્કયુ: આ બાબતે શોરૂમના માલિક ગીરજા સિંહે જણાવ્યું હતું કે હાલ થોડા દિવસોમાં ઈદ આવી રહી છે જેને કારણે કુર્તાનો ઓર્ડર મળ્યો હતો અને જેને લઈને અમે છેલ્લા એક અઠવાડિયાથી નાઈટ સીફ્ટ પણ ચાલુ કરી છે. આ આગમાં માલ સામાનનું નુકસાન થયું છે. પરંતુ ફાયર વિભાગે અમારા 4 કામદારોનું રેસ્કયુ કરી તેમનું જીવન બચાવ્યું છે જેથી ખુબ ખુબ આભાર માનું છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.