ETV Bharat / state

10 એશિયન અને 6 યુરોપિયન દેશો વચ્ચે ડ્યુુટી ફ્રી વેપારનો કરારઃ કાપડ ઉદ્યોગને નુકસાન થવાની ભીતિ

author img

By

Published : Oct 17, 2019, 8:59 PM IST

સુરત : કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં એશિયાઈ દેશો સાથે આરસેપ કરાર કરવા જઈ રહી છે. ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગને આ કરારમાં ડી કેટેગરીમાં સ્થાન મળે તેવી રજૂઆત સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારને કરવામાં આવશે. 10 એશિયન અને 6 યુરોપિયન દેશો વચ્ચે  ડ્યૂટી ફ્રી વેપાર કરવાના કરારથી કાપડ ઉદ્યોગને મોટું નુકશાન થવાની ભીતિ છે. કરારમાંથી ટેક્સટાઈલ ઉધોગને બાકાત રાખવાની માગણી કરવામાં આવશે. જો માંગણી નહીં સ્વીકારે તો રાહત આપવાની પણ રજૂઆત કરવામાં આવશે.

etv bharat

ભારત સરકાર 3જી નવેમ્બરથી 10 એશિયાઈ દેશો અને 6 યુરોપીયન દેશો વચ્ચે ડયૂટી ફ્રી વેપાર કરાર કરવા જઈ રહી છે. આ મુદ્દે સરકાર પીછેહઠ કરવાના મૂડમાં બિલકુલ દેખાતી નથી. જો કે, ટેક્સટાઇલને આ કરારમાં ડી કેટેગરીમાં સ્થાન મળે તેવી રજૂઆત કરવા દેશભરના અનેક સંગઠનોએ એક સૂર પૂરાવ્યો છે. તેમજ સુરત ખાતે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિવિંગ,સ્પીનર્સ,પ્રોસેસિંગ,નિટિંગ,અને ગારમેન્ટિગ સેકટરના લોકો હાજર રહ્યા હતા. એટલુ જ નહીં સરકારના આ નિર્ણય બાદ ચિંતામાં મુકાયેલી ટેકસ્ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝને લઈ મુંબઈ,ભીવનડી,માલેગાંવ અને ઈચ્છલકરંજી સહિત અમદાવાદના 25 ઔધોગિક સંગઠનોના પ્રતિનિધિઓ પણ સુરતના નાનપુરા સ્થિત સમૃદ્ધિ ભવનમાં સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સની આગેવાનીમાં મળેલી બેઠકમાં હાજર રહ્યા હતા. દેશભરના હાજર રહેલા ઔધોગિક સંગઠનોએ સરકારના આ નિર્ણય સામે નારાજગી દર્શાવી હતી. બેઠકમાં ઉપસ્થિત સંગઠનોએ જણાવ્યું હતું કે,સરકાર એશિયાઇ દેશો યુરોપિયન દેશો સાથે જ્યારે ડયૂટી ફ્રી કરાર કરવા જઈ રહી છે.ત્યારે દેશભરની ટેકસ્ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝ સામે મોટું સંકટ ઉભું થયું છે. કેન્દ્ર સરકાર ટેકસ્ટાઈલ્સને આ કરારમાં ડી કેટેગરીમાં સ્થાન આપે તેવી રજુઆત થઇ છે. સરકારના આ નિર્ણય સામે દેશની 28 ટેકસ્ટાઈલ્સ સંસ્થાઓના આગેવાનો આરસેપ કરારને પહેલા એક્સક્લુયુઝન આપવા માંગ કરવાના છે.

10એશિયન અને 6 યુરોપિયન દેશો વચ્ચે ડ્યૂટી ફ્રી વેપાર કરવાના કરારથી કાપડ ઉદ્યોગને મોટું નુકશાન થવાની ભીતિ


આ અંગે સુરતના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કેતન દેસાઈએ જણાવ્યું હતું કે,આ અંગે સરકારમાં રજુઆત કરવામાં આવશે.જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો રાહત આપવા એક સુર પુરાવવામાં આવશે. સુરત ખાતે યોજાયેલ મહત્વની બેઠકમાં ફિયાસ્વી, ફોગવા,સાષ્કમા ,સાંસમી,સહિત હિન્દુસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ, ફોસતા, ઓલ ઇન્ડિયા ટેકસ્ટાઈલ્સ ફેડરેશન ,ભીવનડી પાવર લુમ્સ એસોસિયેશન મળી 28 સંગઠનો હાજર રહ્યા હતાં. કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈને તમામ સંસ્થાના આગેવાનોએ આરસેપ કરાર સામે ઉકળાટ અને નિરાશા વ્યક્ત કરી હતી. તેમજ અત્યાર સુધી એકેય ટેક્સટાઇલ્સની સંસ્થાને સરકારે આરસેપ મુદ્દે જાણ કરી નથી. સરકાર ચીન સહિતની કુલ 10 એશિયા અને 6 યુરોપિયન સાથે આ કરાર કરીને રહેશે. ત્યારે આ મામલે ટેકસ્ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝને બાકાત રાખવા અથવા તો રાહત આપે તેવી રજુ્આત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 3 નવેમ્બરથી કેન્દ્ર સરકાર આ કરાર કરવા જઈ રહી છે. ત્યારે સરકારે પોલીસી બનાવતા પહેલા ઉદ્યોગકારોને સાંભળવા જોઇએ. તેવું ઇન્ડસ્ટ્રીઝના લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. વધુમાં ઇન્ડસ્ટ્રીઝના લોકો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કરાર ડ્રાફ્ટ મેળવ્યા પછી જ સરકાર સમક્ષ તેઓ રજૂઆત કરવાનું નક્કી કરશે. આ અંગે કાપડ ઉદ્યોગના તમામ સંગઠનોનું સંયુક્ત પ્રતિનિધિ મંડળ સરકારને યોગ્ય રજૂઆત કરશે.

મહત્વની વાત એ છે કે, કેન્દ્ર સરકારના કરારથી ચીન માટે ભારતીય બજારમાં સસ્તું કપડું ઠાલવવાનો દરવાજા ખુલી જતા ભારતીય ઉત્પાદકોના કારખાનાને તાળાં લાગી જશે. તેવી ભીતિ દેશભરના ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝને સતાવી રહી છે. ટેકસ્ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝને ટકાવી રાખવા સરકારે કેપિટલ કોસ્ટ ઘટાડી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરી પાડી પગભર થવા પાંચથી દસ વર્ષનો સમય આપવો જોઈએ તેવી માંગ ઉઠી છે. જો કે, કેન્દ્ર સરકાર દેશના ઇન્ડસ્ટ્રીઝ સાહસિકોને કોઈ રાહત આપશે કે કેમ તે બાબત જોવાની રહેશે.

Intro:સુરત : કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં એશિયાઈ દેશો સાથે આરસેપ કરાર કરવા જઈ રહી છે ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગને આ કરારમાં બી કેટેગરીમાં સ્થાન મળે તેવી રજૂઆત સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકાર ને કરવામાં આવશે.દસ એશિયન અને યુરોપિયન દેશો વચ્ચે  ડ્યૂટી ફ્રી વેપાર કરવાના કરારથી કાપડ ઉદ્યોગને મોટું નુકશાન થવાની ભીતિ છે. ત્યારે કરાર માંથી ટેક્સટાઈલ ઉધોગ ને  બાકાત રાખવાની માગણી કરવામાં આવશે..જો માંગણી નહીં સ્વીકારે તો રાહત આપવાની પણ રજૂઆત કરવામાં આવશે તેવો એક સૂર 28 ઔધોગિક સંગઠનોએ સાથે પુરાવ્યો હતો....





Body:3જી નવેમ્બર થી ભારત સરકાર દસ એશિયાઈ દેશો અને છ યુરોપીયન દેશો વચ્ચે ડયૂટી ફ્રી વેપાર કરાર કરવા જઈ રહી છે. આ મુદ્દે સરકાર પીછેહઠ કરવા બિલકુલ પણ મૂડમાં દેખાતી નથી. જોકે ટેક્સટાઇલ ને આ કરારમાં થી ડી કેટેગરીમાં સ્થાન મળે તેવી રજૂઆત કરવા દેશભરના અનેક સંગઠનોએ એક સૂર પૂરાવ્યો છે અને સુરત ખાતે મહત્વની બેઠક ઓન યોજી છે.. આ બેઠકમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિવિંગ,સ્પીનર્સ,પ્રોસેસિંગ,નિટિંગ,અને ગારમેન્ટિગ સેકટરના લોકો હાજર રહ્યા હતા..એટલુ જ નહીં સરકાર ના આ નિર્ણય બાદ ચિંતામાં મુકાયેલી ટેકસ્ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝ ને લઈમુંબઈ,ભીવનડી,માલેગાંવ અને ઈચ્છલકરંજી સહિત અમદાવાદ ના 25 ઔધોગિક સંગઠનો ના પ્રતિનિધિઓ પણ સુરત ના નાનપુરા સ્થિત સમૃદ્ધિ ભવનમાં  સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સ ની આગેવાનીમાં મળેલી બેઠકમાં હાજર રહ્યા હતા...દેશભરના હાજર રહેલા ઔધોગિક સંગઠનોએ સરકાર ના નિર્ણય સામે નારાઝગી દર્શાવી હતી..બેઠકમાં ઉપસ્થિત સંગઠનોએ જણાવ્યું હતું કે,સરકાર એસિયાઇ દેશો યુરોપિયન દેશો સાથે જ્યારે ડયૂટી ફ્રી કરાર કરવા જઈ રહી છે ,ત્યારે દેશભરની  ટેકસ્ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝ  સામે મોટું સંકટ ઉભું થયું છે.કેન્દ્ર સરકાર ટેકસ્ટાઈલ્સ ને આ કરાર માં ડી કેટેગરીમાં સ્થાન આપે તેવી રજુવાત છે..સરકાર ના આ નિર્ણય સામે દેશની 28  ટેકસ્ટાઈલ્સ સંસ્થાઓના આગેવાનો આરસેપ કરાર ને પહેલા એક્સક્લુયુઝન આપવા માંગ કરવાના છે...

આ અંગે સુરતના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ કેતન દેસાઈએ જણાવ્યું હતું કે,આ અંગે સરકારમાં રજુવાત કરવામાં આવશે...જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો રાહત આપવા એકસુર પુરાવવામાં આવશે..સુરત ખાતે યોજાયેલા મજત્વની બેઠકમાં ફિયાસ્વી, ફોગવા,સાષ્કમા ,સાંસમી,સહિત હિન્દુસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ, ફોસતા, ઓલ ઇન્ડિયા ટેકસ્ટાઈલ્સ ફેડરેશન ,ભીવનડી પાવર લુમ્સ એસોસિયેશન મળી 28 સંગઠનો હાજર રહ્યા હતાં.. કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈ તમામ સંસ્થાના આગેવાનોએ આરસેપ કરાર સામે ઉકળાટ અને નિરાશા વ્યક્ત કરી છે. સરકાર અત્યાર સુધી 28 રાઉન્ડ અને મંત્રીઓની summit કરી ચૂકી છે.અત્યાર સુધી એકેય ટેક્સટાઇલ્સની સંસ્થાને સરકારે આરસેપ મુદ્દે જાણ કરી નથી. સરકાર ચીન સહિતની કુલ ૧૦ એશિયા અને છ યુરોપિયન સાથે આ કરાર કરીને રહેશે...ત્યારે આ મામલે ટેકસ્ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝ ને બાકાત રાખવા અથવા તો રાહત આપે તેવી રજુવાત કરવામાં આવશે...

અત્રે ઉલ્લેખનીય છે કે ત્રીજી નવેમ્બરથી કેન્દ્ર સરકાર આ કરાર કરવા જઈ રહી છે ત્યારે સરકારે પોલીસી બનાવતા  પહેલા ઉદ્યોગકારોને સાંભળવા જોઇએ તેવો રાગ ઇન્ડસ્ટ્રીઝના લોકો દ્વારા આપવામાં આવી રહ્યો છે. વધુમાં ઇન્ડસ્ટ્રીઝના લોકો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કરાર ડ્રાફ્ટ મેળવ્યા બાદ જ સરકાર સમક્ષ તેઓ રજૂઆત કરવાનું નક્કી કરશે.. આ અંગે કાપડ ઉદ્યોગના તમામ સંગઠનોનું સંયુક્ત પ્રતિનિધિ મંડળ સરકાર ને યોગ્ય રજૂઆત કરશે...

Conclusion:મહત્વની વાત છે કે કેન્દ્ર સરકારના કરારથી ચીન માટે ભારતીય બજારમાં સસ્તું કપડું ઠાલવવાનો દરવાજા ખુલી જતા ભારતીય ઉત્પાદકોના  કારખાના ને તાળાં લાગી જશે તેવી ભીતિ  દેશભરના ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ને સતાવી રહી છે...સાથે જ ટેકસ્ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝ ને ટકાવી રાખવા સરકારે કેપિટલ કોસ્ટ ઘટાડી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરી પાડી પગભર થવા પાંચથી દસ વર્ષનો આપવો જોઈએ તેવી માંગ ઉઠી છે..જો કે કેન્દ્ર સરકાર દેશના ઇન્ડસ્ટ્રીઝ સાહસિકોને કોઈ રાહત આપશે કે કેમ તે બાબત જોવાની રહેશે....

બાઈટ :કેતન દેસાઈ ( પ્રેસિડેન્ટ - ચેમ્બર ઓફ કોમર્સ સુરત)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.