ETV Bharat / state

Tomato Prices : ઓહ માય ગોડ! લોકો સ્વાદ પુરતો જ ગરમાગરમ ટામેટાં ભજીયાનો આપે છે ઓર્ડર

author img

By

Published : Jul 15, 2023, 7:07 PM IST

Updated : Jul 15, 2023, 7:15 PM IST

હાલ તો ટામેટાંના ભાવ સાંભળતા લોકો પરસેવે રેબઝેબ થઈ જાય છે, ત્યારે સુરતના ડુમ્મસમાં ટામેટાં ભજીયાના લોકો માત્ર સ્વાદ માટે લિજ્જત માણી રહ્યા છે. લોકો કહે છે કે, ડુમ્મસ આવ્યા હોય અને ટામેટાં ભજીયા ન ખાવી તો ધક્કો થયો હોય તેવું લાગે, પરંતુ સામાન્ય માણસ હલબલી જાય તેવા ટામેટાં ભજીયાના ભાવ હાલ છે.

Tomato Prices : ઓહ માય ગોડ! લોકો સ્વાદ પુરતો જ ગરમાગરમ ટામેટાં ભજીયાનો આપે છે ઓર્ડર
Tomato Prices : ઓહ માય ગોડ! લોકો સ્વાદ પુરતો જ ગરમાગરમ ટામેટાં ભજીયાનો આપે છે ઓર્ડર

સુરતના ડુમ્મસમાં ટામેટાં ભજીયાના ભાવ 500 રુપિયા કિલો

સુરત : ટામેટાંના ભાવ સાતમા આસમાને છે, હાલ બજારમાં તેની કિંમત 150 પ્રતિકીલોથી પણ વધુ છે, ત્યારે ચોમાસાની સિઝનમાં ખાસ ગુજરાતમાં સૌથી વધુ ફેમસ ટામેટાંના ભજીયા પણ હવે મોંઘા થઈ ગયા છે. સુરતના ડુમ્મસ કિનારે ગુજરાતના અલગ અલગ શહેરોથી આવનાર લોકો ખાસ ટામેટાંના ભજીયાની મજા માણવા આવે છે, પરંતુ 150 રૂપિયા કિલો વેચાણ થઈ રહેલા આ ટામેટાંના ભજીયા 500 રૂપિયા કિલો છે. જે સાંભળીને લોકોને પરસેવો છૂટી રહ્યો છે તેમ છતાં લોકો ટામેટાંની ભજીયાની મજા માણી રહ્યા છે.

સ્વાદ પુરતો ઓર્ડર
સ્વાદ પુરતો ઓર્ડર

ટામેટા ભજીયાના પ્રેમીઓ : ટામેટા ખરીદવાએ સામાન્ય વર્ગના લોકો માટે હવે એક સપના જેવું બની ગયું છે, કારણ કે ટામેટાની કિંમત 150થી લઈને 200 રૂપિયા સુધી નોંધાઈ રહી છે, ત્યારે ગુજરાતમાં ટામેટાના ભજીયાના પ્રેમીઓ પણ ઘણા છે. ચોમાસાની સિઝનમાં લોકો ટામેટા ભજીયાની લિજ્જત માણતા હોય છે. ગુજરાતભરમાં સૌથી વધુ ફેમસ ટામેટાના ભજીયા સુરતમાં વેચાય છે. સુરતના ડુમ્મસ બીચ કિનારે ભજીયાના સ્ટોલ પર લોકો અલગ અલગ શહેરોથી આવીને ટામેટાના ભજીયાની લિજ્જત માણતા હોય છે. પરંતુ હવે ટામેટાના ભજીયાની કિંમત પણ સાતમા આસમાને છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ટામેટાંની કિંમત વધી છે તેની સીધી અસર હવે ટામેટાના ભજીયા પર પણ જોવા મળી રહી છે.

હાલ ટામેટાંની કિંમત 150 રૂપિયા કરતા પણ વધારે છે. ટામેટાં ભજીયામાં માત્ર ટામેટાં જ મોંધા હોય એવું નથી. તેની અંદર નાખવામાં આવનાર ખાસ આદુ, લીલા મરચાં અને લીલા ધાણા તેની કિંમતમાં પણ વધારો થયો છે. જેના કારણે અમે હાલ ભજીયાના ભાવમાં વધારો કર્યો છે. હાલ એક કિલો ટામેટા ભજીયાની કિંમત 500 થઈ ગઈ છે. કિંમત વધતા તેની અસર ખરીદારીમાં પડી છે લોકો ટામેટાના ભજીયાનો ઓર્ડર પણ ઓછા આપી રહ્યા છે. - ભરતભાઈ (ભજીયા વિક્રેતા)

માત્ર સ્વાદ માટે જ ભજીયા લીધા : ક્રિષ્ના એ જણાવ્યું હતું કે, અમે ડુમ્મસ ફરવા માટે આવ્યા હતા અને ડુમ્મસ આવ્યા પછી ભજીયા નહીં ખાઈએ એ શક્ય જ નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે રીતે ટામેટાના ભાવ વધ્યા છે. તેની અસર ભજીયા પર પણ જોવા મળી રહી છે. ભજીયાના ભાવમાં પણ વધારો નોંધાયો છે જેના કારણે અમે વધારે ઓર્ડર કર્યા નથી. માત્ર સ્વાદ માટે જ ભજીયા લીધા છે.

Bhajiya Recipe : વરસાદની મોસમમાં ગરમાગરમ ભજીયાનો સ્વાદ અનેક રોગો સામે આપે છે રક્ષણ

Kutch News : ચોમાસામાં ફેવરિટ ડિશ યાદ કરતાં હો તો ભુજના સગડી ભજીયાં ખાવા જેવા ખરાં, સ્વાદ ભૂલી નહીં શકો

સુરતનો નવો ચટાકો, ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ આઈસ્ક્રીમ ભજીયા અને આઈસ્ક્રીમ પાણીપુરીની મજા

Last Updated : Jul 15, 2023, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.