સુરતનો નવો ચટાકો, ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ આઈસ્ક્રીમ ભજીયા અને આઈસ્ક્રીમ પાણીપુરીની મજા

author img

By

Published : Dec 30, 2022, 10:24 PM IST

સુરતનો નવો ચટાકો, ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ આઈસ્ક્રીમ ભજીયા અને આઈસ્ક્રીમ પાણીપુરીની મજા

આમ તો લોકો ચોમાસામાં ભજીયા અને ચાની (Ice Cream Bhajia in Surat) મજા માણતા હોય છે. પરંતુ સુરતના લોકો શિયાળાની સીઝનમાં આઈસ્ક્રીમ ભજીયા અને આઈસ્ક્રીમ પાણીપુરીની મજા માણી રહ્યા છે. સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ હાલ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં લોકો આઈસ્ક્રીમ ભજીયા ખાવાનું વધારે પસંદ કરી રહ્યા છે. (Ice Cream Panipuri in Surat)

આઈસ્ક્રીમ ભજીયા અને આઈસ્ક્રીમ પાણીપુરીની મજા

સુરત : શિયાળાની સીઝન ચાલતી હોય ત્યારે લોકો ગરમાગરમ વસ્તુઓ ખાવાનું (Ice Cream Bhajia in Surat) પસંદ કરતા હોય છે, પરંતુ ક્યારે સાંભળ્યું છે ગરમાગરમ આઈસ્ક્રીમ ભજીયા ? જી હા, સુરતમાં લોકો શિયાળાની સીઝનમાં ગરમા ગરમ આઇસ્ક્રીમ ભજીયાની સાથો સાથ આઇસ્ક્રીમ પાણીપુરીની પણ મજા માણી રહ્યા છે. આઇસ્ક્રીમ ભજીયા અને આઈસ્ક્રીમ પાણીપુરી કોન્સેપ્ટ લાવનાર કોઈ બીજો નહીં પરંતુ હૈદરાબાદની એક ઇન્ટરનેશનલ કંપનીમાં સિનિયર આઇટી પોસ્ટ પર નોકરી કરી ચૂકેલો યુવાન છે. (Ice Cream Panipuri in Surat)

આઈસ્ક્રીમ ભજીયા કુંજલ ભટ્ટ કમ્પ્યુટર એપ્લિકેશનની માસ્ટર ડિગ્રી ધરાવે છે અને હૈદરાબાદ ખાતે એક ઇન્ટરનેશનલ કંપનીમાં તેઓ નોકરી કરતા હતા, પરંતુ આંખમાં આવેલી તકલીફ અને સર્જરીના કારણે તેઓ ફરીથી સુરત આવી ગયા હતા અને ખાણીપીણીનો શોખ ધરાવતા કુંજલે સુરતીઓને કંઈક નવું આપવાનું વિચાર્યું. તેઓએ જે રીતે વડાપાવ બનાવવામાં આવે છે તે જ રીતે આઈસ્ક્રીમ ભજીયા લોકોને આપવાનું નક્કી કર્યું. (Bhajiya recipe)

પાણીપુરી માટે ખાસ પાણી તૈયાર કુંજલ ભટ્ટે જણાવ્યું હતું કે, મને અગાઉથી ખાવાનું બનાવવાનું અને લોકોને ખવડાવવાનો શોખ હતો અને હેલ્થ ઈશ્યુના કારણે હૈદરાબાદથી નોકરી છોડીને સુરત આવી ગયો હતો. અહીં રેસ્ટોરન્ટ બિઝનેસ સાથે સંકળાઇ ગયો. આઈસ્ક્રીમ ભજીયા, આઈસ્ક્રીમ વડાપાવ આઇસ્ક્રીમ, આઇસ્ક્રીમ પાણીપુરી અને ઈલેક્ટ્રીક શોક આઈસ્ક્રીમ પાણીપુરીએ ગ્રાહકો માટે બનાવીને અમે આપીએ છીએ. (bhajia recipe gujarati)

આ પણ વાંચો Winter Special Food: જાણો શિયાળામાં શરીરને ગરમ રાખતાં કચ્છના સ્પેશિયલ અડદિયા વિશે

ખાણીપીણી માટે શોખીન વધુમાં જણાવ્યું હતું કે, સુરતના લોકો ખાણીપીણી માટે શોખીન છે અને નવી વસ્તુઓ આવતાની સાથે જે તેઓ આકર્ષિત થઈ જાય છે. ખાસ કરીને જે રીતે લોકો વડાપાઉ ખાય છે તેમાં બટાકાનું સ્ટફ હોય છે તે જ રીતે આઈસ્ક્રીમમાં ભજીયામાં બટાકાની જગ્યાએ આઇસ્ક્રીમ મૂકવામાં આવે છે અને તેની ખાસિયત છે કે તે પિઘડતું નથી. બીજી બાજુ બટાકા અને રગડાની જગ્યાએ પાણીપુરીમાં અમે આઈસ્ક્રીમ મૂકીએ છીએ અને ખાસ આ આઈસ્ક્રીમ પાણીપુરી માટે ખાસ પાણી તૈયાર કરવામાં આવે છે. જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. (How to make fritters)

આ પણ વાંચો મહિલાનું દેશી ભાણું ખાઈને તમે ફાસ્ટ ફૂડને પણ ભૂલી જશો

પાણીપૂરીમાં ઠંડુ, ગરમ, ખાટુ, મીઠું તમામ પ્રકારના સ્વાદ આઇસ્ક્રીમ ભજીયા અને આઈસ્ક્રીમ પાણીપુરીની મજા માણનાર દીપ્તિએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી છથી વધુ ફ્લેવરનીય પાણીપુરી ખાધી છે, પરંતુ પ્રથમ વાર આઈસ્ક્રીમ પાણીપુરી ખાઈને મજા આવી ગઈ છે. આઇસ્ક્રીમ પાણીપૂરીમાં ઠંડુ, ગરમ, ખાટુ, મીઠું તમામ પ્રકારના સ્વાદ આવે છે. હું પાણીપુરીની શોખીન છું. પરંતુ આજ દિન સુધી આવી પાણીપુરી ખાધી નથી એટલું જ નહીં એ આઈસ્ક્રીમનું વડા પણ ખાવીને મજા આવી ગઈ છે, ત્યારે વિચાર્યું નહીં કે આઈસ્ક્રીમનું પણ ભજીયા બનશે. (Famous dish of Surat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.