ETV Bharat / state

અતિ ગંભીર કોરોના પોઝિટિવ દર્દીને રાજ્યમાં પ્રથમવાર ECMO દ્વારા સફળ સારવાર અપાઈ

author img

By

Published : Jun 25, 2020, 6:56 PM IST

વડોદરાની હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને લાંબા સમયના વેન્ટિલેટર સપોર્ટ પછી પણ રિકવરી ન જણાતા કૃતિમ રીતે ફેફસાને સક્રિય કરવા અને ફરીથી કાર્યરત કરવા સુરતના બે ડોક્ટરો દ્વારા દર્દીને ECMO પદ્ધતિથી સફળ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. જેની સાથે આ ECMO પદ્ધતિથી થતી પહેલી સફળ ટ્રીટમેન્ટ સાબિત થઈ છે.

સુરત
સુરત

સુરતઃ કોરોનાના કહેર વચ્ચે અતિ ગંભીર કોરોના પોઝિટિવ દર્દીને રાજ્યમાં પ્રથમવાર ECMO(એકસ્ટ્રાકોર્પોરીયલ મેમ્બ્રાન્સ ઓક્સિજનેશન) દ્વારા સફળ સારવાર આપી સાજા કરવામાં આવ્યા છે. કોરોનાના કેટલાક દર્દીઓની રિકવરી વેન્ટિલેટર પર પણ નથી થતી. જેથી ગુજરાતના બે ડોકટરો દ્વારા ECMO સારવાર પદ્ધતિ અપનાવામાં આવી હતી.

વડોદરાની હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને લાંબા સમયના વેન્ટિલેટર સપોર્ટ પછી પણ રિકવરી ન જણાતા કૃતિમ રીતે ફેફસાને સક્રિય કરવા અને ફરીથી કાર્યરત કરવા સુરતના બે ડોક્ટરો દ્વારા દર્દીને ECMO પદ્ધતિથી સફળ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.

ECMO પદ્ધતિમાં એક મિનિટમાં 5 લિટર લોહીમાંથી કાર્બન ડાયોક્સાઇડ કાઢી ઓક્સિજન આપવામાં આવે છે. ફેફસામાં કફનું પ્રમાણ વધતું જાય છે અને ઓક્સિજનની કમી ઊભી થાય છે ત્યારે વેન્ટિલેટરનો ઉપયોગ થાય છે. જે ફક્ત કૃત્રિમ રીતે શ્વાસ આપવાનું કાર્ય કરે છે. તેમ છતાં જો ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો ECMO દ્વારા સારવાર જ આખરે ઉપાય રહેતો હતો.

ક્રિટિકલ કોરોના દર્દીઓ માટે હાલ ECMO ટ્રીટમેન્ટએ વરદાન બની ગઈ છે. અત્યારસુધી સંપૂર્ણ ભારતમાં ફક્ત 6 કોરોના દર્દીઓને જ ECMO દ્વારા સારવાર આપવામાં આવી છે. જેમાંથી એક ગુજરાત છે. ECMO મશીન દ્વારા થતી સારવારમાં જ્યારે દર્દીના ફેફસા કુદરતી રીતે કાર્ય ક્ષમતા ગુમાવે ત્યારે કૃતિમ રીતે ફેફસાને કાર્યરત કરવા અને ફરીથી રિકવર કરવા માટે આ મશીન ઉપયોગી છે. વેન્ટિલેટર અને બીજી ઘણી બધી સારવાર બાદ કોરોના પોઝિટિવ દર્દીઓને સ્વસ્થ કરવાની ECMO દ્વારા સારવાર આશાનું કિરણ છે.

જો કે, આ મશીન અને તેના પાર્ટ ભારતમાં બનતા નથી. ખાસ જર્મનીથી આ પાર્ટ મંગાવવામાં આવે છે. જેથી આ સારવાર મોંઘી સાબિત થાય છે. વળી, સારવારના પાર્ટ પણ 'વન ટાઈમ યુઝ' હોવાથી તેની ખૂબ કાળજી લેવી પડે છે.

ઈમરજન્સી અને ICU સ્પેશિયાલિસ્ટ ડૉ.હરેશ વસ્તરપરાએ જણાવ્યું હતું કે, દર્દીને વેન્ટિલેટરના લાંબા સમયના સપોર્ટ પછી પણ રિક્વરી ન જણાતા અને ફેફસામાં વધારે તકલીફ થવાના કારણે કૃત્રિમ રીતે ફેફસાને સક્રિય કરવા અને રિક્વરી કરવા આ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.

ચેસ્ટ ફિઝીશયન ડૉ. દિપક વિરડીયા દ્વારા ECMO ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, આ મશીન ભારત બહાર મંગાવવામાં આવે છે. જેથી ટ્રીટમેન્ટ મોંઘી હોય છે. દર્દીઓને આ ટ્રીટમેન્ટ અંગે પેકેજ આપવામાં આવે છે. સાત દિવસના પેકેજ પાંચથી સાડા પાંચ લાખ સુધીનો હોય છે. જેમાં હોસ્પિટલ વોર્ડ અને ડોક્ટર સહિત અલગથી આપવાનો રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.