ETV Bharat / state

સુરતમાં 16માંથી 11 બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

author img

By

Published : Dec 9, 2022, 11:47 AM IST

સુરતમાં 16માંથી 11 બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
સુરતમાં 16માંથી 11 બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

સુરતમાં કૉંગ્રેસનો કારમો પરાજય થયો છે. તેના કારણે 16માંથી 11 બેઠકો પર તો પાર્ટીના ઉમેદવારોએ ડિપોઝિટ પણ (Congress lost deposit in Surat ) ગુમાવી દીધી છે. અહીં કૉંગ્રેસના અશોક ગેહલોત સિવાય પાર્ટીના એક પણ રાષ્ટ્રીય નેતાઓ પ્રચાર માટે ફરક્યા પણ (Gujarat Election 2022 Result) નહતા. તેના કારણે કૉંગ્રેસ હારી ગઈ હોવાનું મનાય છે.

સુરત દેશના સૌથી જૂના રાજકીય પક્ષ ગણાતા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ઉમેદવારોનો ચૂંટણીમાં (Gujarat Election 2022 Result) ભારે રકાસ થયેલો જોવા મળ્યો હતો. સુરત શહેર જિલ્લાની કુલ 16 બેઠકો પૈકી 11 બેઠકો ઉપર કૉંગ્રેસના ઉમેદવારોને એટલા મતો પણ ન મળ્યા કે, જેનાથી તેમની ઉમેદવારી વખતે ભરવામાં આવેલી ડિપોઝીટ (Congress lost deposit in Surat ) બચી શકે.

આટલા ઉમેદવારો બચાવી શક્યા ડિપોઝિટ ફક્ત સુરત પૂર્વ, માંડવી, મહુવા અને ઓલપાડ વિધાનસભા બેઠક પરના કૉંગ્રેસના ઉમેદવારો જ પોતાની ડિપોઝીટ (Congress lost deposit in Surat) બચાવી શક્યા છે. આ ઉપરાંત બાકીના તમામ ઉમેદવારો કુલ મતદાનના છઠ્ઠા ભાગના મતો પણ મેળવી શક્યા નથી.

ઈટાલિયાએ જોર લગાવ્યું પણ ન ફળ્યું ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર રાજ્યનું રાજકીય (Gujarat Election 2022) એપી સેન્ટર સુરત રહ્યું હતું. સુરતમાંથી 2 પક્ષના પક્ષ પ્રમુખે રાજકીય ચોકઠા ગોઠવ્યા હતા. આમાં ભાજપમાંથી સી આર પાટીલ અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઈટાલિયા (Gopal Italia AAP) એડીચોટીનું જોર લગાવ્યું હતું. જોકે, કૉંગ્રેસમાં નિષ્ક્રિયતાનો માહોલ હતો.

પ્રચારમાં આપ હાવી રહ્યું સૌરાષ્ટ્રવાસી (Gujarat Election 2022) વિસ્તારોની 6 બેઠક પર એક સાથે પ્રચારમાં આપ હાવી થઈ રહ્યું હોવાનું જણાવતા જાહેર પ્રચારના પડઘમ શાંત થાય એ પહેલા ભાજપે હુકુમનો એક્કો ઉતાર્યો. કોંગ્રેસે સુરતમાં જાણે પ્રચાર માટે સરેન્ડર કરી દીધું હતું. તેમના કોઈ પણ સ્ટાર પ્રચારક સુરતમાં પ્રચાર કરવા આવ્યા નહતા. માત્ર અશોક ગહેલોતે વરાછા વિસ્તારમાં સભા સંબોધી હતી. એટલું જ નહીં સુરતના આદિવાસી વિસ્તારમાં રાહુલ ગાંધીએ સભા ગજવી હતી, પરંતુ તેની અસર સુરત જિલ્લાની બેઠકો પર જોવા મળી નહોતી.

આ ઉમેદવારે ગુમાવી ડિપોઝીટ વરાછા રોડના પ્રફૂલ તોગડીયા, સુરત પશ્ચિમના સંજય પટવા, કારંજનાં ભારતી પટેલ, માંગરોળના અનિલ ચૌધરી, કતારગામના કલ્પેશ વરીયા, સુરત ઉત્તરના અશોક અધેવાડા, બારડોલીનાં પન્નાબેન પટેલ, મજૂરાના બલવંત જૈન, કામરેજના નિલેશ કુંભાણી, ઉધનાના ધનસુખ રાજપૂત, ચોર્યાસીના (Congress lost deposit in Surat) કાંતિભાઈ પટેલ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.