ETV Bharat / state

Panther in Surat : મહુવાના મુડત ગામે મરઘીનો શિકાર કરવા જતા 2 વર્ષની દીપડી પાંજરામાં કેદ

author img

By

Published : Feb 9, 2022, 9:23 AM IST

મહુવાના મુડત સહિત આસપાસના ગામોમાં છેલ્લા ઘણા સમયથી દીપડો (Panther in Mudat village) દેખાઈ રહ્યો હતો. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. જે વન વિભાગને જાણ થતાં એક અઠવાડિયા પહેલા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં મંગળવારે વહેલી સવારે એક દીપડી (Panther in Surat) પાંજરે પુરાઇ હતી.

Panther in Surat : મહુવાના મુડત ગામે મરઘીનો શિકાર કરવા જતા 2 વર્ષની દીપડી પાંજરામાં કેદ
Panther in Surat : મહુવાના મુડત ગામે મરઘીનો શિકાર કરવા જતા 2 વર્ષની દીપડી પાંજરામાં કેદ

સુરત : મહુવા તાલુકાના મુડત ગામે છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરા (Panther in Mudat village) વધતાં ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. ખેત મજૂરો ખેતરે જતા પણ ડરી રહ્યા હતા. આથી દીપડાને પકડવા માટે ગ્રામજનોએ વનવિભાગને રજૂઆત કરી હતી. જેને પગલે ગત અઠવાડિયે વન વિભાગ દ્વારા ગામના શૈલેષ પટેલના ઘર પાસે દીપડાને (Panther in Surat) પકડવા માટે એક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ પાંજરામાં મારણ તરીકે મરઘી મૂકવામાં આવી હતી.

દીપડો પાંજરે પુરાતા લોકો મોટી સંખ્યા એકત્રિત થયા

મંગળવારે મળસ્કે પીંજરામાં મુકેલ મરઘીનો શિકાર કરવાની લાલચમાં દીપડો પાંજરામાં કેદ થઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. વન વિભાગની ટીમે (Surat Forest Department) સ્થળ પર પહોંચી પિંજરામાં પુરાયેલા દીપડાનો કબજો લીધો હતો.

આ પણ વાંચોઃ નવસારીના સરૈયાથી અઢી વર્ષનો દીપડો પાંજરે પુરાયો

દીપડાને સુરક્ષિત જગ્યા પર છોડવામાં આવશે

મહુવા વન વિભાગના જણાવ્યા અનુસાર પીંજરામાં બે વર્ષની દીપડી (Two Year Pangolin Caged in Mudat Village) પુરાય છે, તે સ્વસ્થ છે. ઉચ્ચ અધિકારીઓની સુચના બાદ દીપડીને જંગલમાં સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવશે. લાંબા સમયથી ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા મારતી દીપડી પાંજરે પુરાતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

આ પણ વાંચોઃ Panther in Patan : પાટણના સરીયદ ગામે દિપડાના આટાફેરા, લોકોમાં ફેલાયો ફફડાટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.