ETV Bharat / state

ગુજરાતનું એક એવું ગામ, જ્યાં દીપડા સાથે હળીમળીને રહે છે લોકો

author img

By

Published : Oct 4, 2021, 1:41 PM IST

દીપડાને એક ખતરનાક પ્રાણી ગણવામાં આવે છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકા ગામડાઓમાં ખેડૂતોને ભક્ષક દીપડાને રક્ષક માની રહ્યા છે. ન માનવામાં આવતો આ ભક્ષક દીપડો કઈ રીતે ખેડૂતોને ખેતીમાં મદદ કરી રહ્યો છે આવો જાણીએ અમારા ખાસ અહેવાલમાં

ગુજરાતનું એક એવું ગામ, જ્યાં દીપડા સાથે હળીમળીને રહે છે લોકો
ગુજરાતનું એક એવું ગામ, જ્યાં દીપડા સાથે હળીમળીને રહે છે લોકો

  • દીપડાઓના આંટાફેરાથી ખેડુતોને હાંશકારો થાય છે
  • દીપડાઓ પર બાજ નજર રાખે છે વનવિભાગ
  • ગ્રામજનોએ દીપડા માટે પાંજરા મુકવાની વન વિભાગને પાડી ના

સુરતઃ દીપડાને હિંસક પ્રાણીમાં ગણવામાં આવે છે અને દીપડાને જોતા જ મોટા ભાગના લોકો ધ્રુજી જતા જોય છે ત્યારે આજે આપણે વલ્ડ એનિમલ ડે પર એક એવા ગામની વાત કરવાના છીએ, જે આશ્રય જનક છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેલાછા,સેઠી,અને આસરમાં સહિતના ગામોમાં છાશવારે દીપડા દેખાતા હોય છે ત્યારે માથાભારે ગણાતા દીપડા દેખાયા બાદ પણ ગ્રામજનો વનવિભાગને પાંજરું મુકવા દેતા નથી. ઉલ્ટાનું વનવિભાગ ને એ કહે છે જો અન્ય કોઈ વિસ્તારમાંથી દીપડો દેખાય તો અમારા વિસ્તારમાં મૂકી જજો ત્યારે ગ્રામજનોની આ વાત સાંભળી વન વિભાગ ટીમ પણ વિચારમાં પડી ગઈ હતી.

ગુજરાતનું એક એવું ગામ, જ્યાં દીપડા સાથે હળીમળીને રહે છે લોકો

ખેડૂતો કેમ માને દીપડાને મિત્ર

આસરમાં,લવાછા,સેઠી સહિતના ગામના ખેડૂતોના જણાવ્યું કે, અમારા વિસ્તારની સિમોમાં છેલ્લા 9-10 વર્ષથી દીપડાઓ આંટાફેરા મારી રહ્યા છે. ક્યારેક ખેડૂતો ખેતરે જાય ત્યારે દીપડાઓ નજરે ચડ્તા હોય છે. મહત્વની વાત એ છે કે,9-10 વર્ષથી આજદીન સુધી દીપડાએ કોઈપણ ખેડૂતને કે ગ્રામજનોને નુકશાન પહોચાડ્યું નથી, ઉલ્ટાનું દીપડોઓ અમને મદદ કરી રહ્યો છે, આજથી 10 વર્ષ પહેલા અમારા ગામની સીમમાં ભૂંડનો બહુ ત્રાસ હતો અને શેરડી તેમજ અન્ય પાકને પણ વ્યાપક પ્રમાણે નુકશાન પોહચાડતા તેથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે ઈશ્વર કૃપાથી એવા સંજોગોમાં જ્યારથી ગામની સિમોમાં દીપડાએ આંટાફેરા શરૂ કર્યા અને વસવાટ કરી લીધો ત્યારથી ભૂંડ ભાગી ગયા અને ભૂંડથી થતું નુકશાન ખેડૂતોને અટકી ગયું, જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ દીપડાથી ગામલોકોને ડર ઓછો થઈ ગયો અને વન વિભાગને પણ પાંજરા મુકવાની ના પાડી રહ્યા છીએ.

વનવિભાગની દીપડાઓ ઉપર બાજ નજર

માંગરોળ તાલુકાની સીમમાં ફરતા દીપડાની ગતિવિધિ પર વનવિભાગની ટીમ સતત નજર રાખી રહી છે, વનવિભાગ દ્વારા ઘણા વિસ્તારોમાં નાઈટ વિઝનના ટ્રેપ કેમેરા ગોઠવી નજર રાખી રહ્યા છે, જોકે વેલાછા વિસ્તારમાં દીપડાઓ બિન્દાસ લટાર મારતા હોવાના દ્રશ્યો પણ કેદ થયા છે.


આ પણ વાંચોઃ સાસણ ગીર વન વિભાગે દીપડાને રેડિયો કોલર પહેરાવવાની પ્રક્રિયા હાથ ધરી

આ પણ વાંચોઃ આજના દિવસે વર્ષ 1965માં ગિરને જાહેર કરાયું હતું રાષ્ટ્રીય અભ્યારણ્ય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.