ETV Bharat / state

સુરતમાં ટોસીલીઝુમેબ ઈન્જેક્શનના કાળાબજારનો પર્દાફાશ, 1 લાખ સુધીના ઈન્જેક્શન જપ્ત

author img

By

Published : Jul 9, 2020, 2:00 PM IST

સુરતમાં ટોસીલીઝુમેબ ઈન્જેક્શનના અછતની ફરિયાદ વચ્ચે ટોસીલીઝુમેબ ઈન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. જેમાં 1 લાખ સુધીના ઈન્જેક્શનની જપ્ત કરવામાં આવ્યાં છે. આ અંગે વાત કરતાં ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે જણાવ્યું હતું કે, આ અંગેની ફરિયાદ મળી હતી. જેના આધારે તેમણે તપાસ કરીને દરોડો કરતાં કાળાબજારીનો પર્દાફાશ થયો છે.

સુરત
સુરત

સુરત: સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે ઈન્જેકશનની અછત થઈ છે, પરંતુ આ અછતની પાછળ સુરતમાં ટોસીલીઝુમેબ ઈન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. આ ખુલાસો ત્યારે થયો જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે દરોડો નાખ્યો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી વેપારી ઉભો કરીને દરોડા પાડયા અને 40 હજારની કિંમતના ઈન્જેક્શનના એક લાખ સુધી પડાવવામાં આવતા હોવાનું સામે આવ્યુ હતું.

અગાઉ પણ દર્દીઓના સગાઓ ઇન્જેક્શન મેળવવા માટે વલખા મારી રહ્યાં હતા અને બે ઘણો ભાવ આપી આ ઇંજેક્શન ખરીદી રહ્યાં હતાં. જેની ફરિયાદ આરોગ્ય પ્રધાનને વારંવાર કરવામાં આવતી હતી. કોરોના મહામારી વચ્ચે જે રીતે ઇન્જેક્શનની કાળાબજારી કરવામાં આવી રહી છે, તેનાથી લાગી રહ્યું છે કે, માનવતા મરી પરવારી છે. સતત ઇન્જેક્શનની અછત વચ્ચે જ્યારે સુરત ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અડાજણ વિસ્તારમાં આવેલા સાર્થક ફાર્મા પર દરોડો નાખ્યો ત્યારે ઇન્જેકશનની કાળા બજારીનો કૌભાંડ બહાર આવ્યું છે.

સુરતમાં ટોસીલીઝુમેબ ઈન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ

આ કૌભાંડમાં સુરતમાં ફાર્મા કંપનીના મહિલા માલિકની સંડોવણી પણ બહાર આવી છે. ઉમા કેજરીવાલ નામની મહિલાથી પુડા અને ડ્રગ્સ વિભાગ પૂછપરછ હાથ ધરવાની છે. વિભાગને ફરિયાદ મળી હતી કે, એકના એક પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરી ટોસીલીઝુમેબ ઈન્જેક્શન વેચતા હતા. 40 હજારનું ઈન્જેક્શન 1 લાખમાં વેચવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતમાં વકરતા કોરોનાના કેસ વચ્ચે કોરોનાના દર્દી માટે વપરાતા ટોસિલિઝૂમેબ ઈન્જેકશનની કાળાબજારી થતી હોવાનું સામે આવ્યુ છે. આ સંદર્ભે કોંગ્રેસે તંત્ર અને સરકાર સામે પ્રશ્નો ઉભા કર્યા છે અને તમામની મીલીભગત હોવાનો આક્ષેપ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ ગંભીર દર્દીઓ ટોસિલિઝૂમેંબ અને રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. તેમજ દર્દીઓના પરિવારજનો મુંબઈ અથવા અન્ય સ્થળો જઈ આ ઈન્જેક્શન ખરીદવા માટે મજબૂર થયા હતી. શહેરમાં ઈન્જેક્શનની અછતની ફરિયાદ ઉઠી રહી હતી, ત્યારે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની જિલ્લામાં ઈન્જેક્શનની અછત ન હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા ઇન્જેક્શનની અછતને લઈ આરોગ્ય કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. આમ, તંત્રની બેદરકારીના કારણે સુરતમાં કાળાબજારીઓએ લોકોની જરૂરિયાતોનો ફાયદો ઉઠાવીને તેમને લૂંટી રહ્યાં છે, ત્યારે તંત્ર કાચલાઉ કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.