ETV Bharat / state

Beach soccer tournament: સુરતના ડુમસ બીચ પર સોકર ટુર્નામેન્ટ રમાશે

author img

By

Published : Jan 22, 2023, 7:22 PM IST

સુરતના ડુમસ બીચ ઉપર બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ઓલ ઈન્ડિયા ફુટબોલ ટુર્નામેન્ટ દ્વારા 26 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં કુલ 19 રાજ્યની ટીમોએ ભાગ લીધો છે. આ સાત દિવસની અંદર કુલ 56 મેચ રમાડવામાં આવશે.

ફુટબોલ ટુર્નામેન્ટ
ફુટબોલ ટુર્નામેન્ટ

સુરતના ડુમસ બીચ ઉપર ઓલ ઈન્ડિયા ફુટબોલ ટુર્નામેન્ટ દ્વારા બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન ક

સુરત: દેશમાં પ્રથમવાર સુરતના ડુમસ બીચ ઉપર ઓલ ઈન્ડિયા ફુટબોલ ટુર્નામેન્ટ દ્વારા 26 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં કુલ 19 રાજ્યની ટીમોએ ભાગ લીધો છે.આ તમામ ટીમોને ગ્રુપ વાઇસ રમાડવામાં આવશે.

બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન: આ બાબતે ઓલઇન્ડિયા બીચ ફુટબોલ ચેરમેન જીગ્નેશ પાટીલે જણાવ્યું કે, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડ્રેશન દ્વારા હીરો બીચ સોકર ચેમ્પિયનશીપ 2022-23નું આપણા સુરત ડુમસ બીચ ઉપર યોજવા જઈ રહ્યું છે. જે 26 જાન્યુઆરીથી લઇ 1 ફેબ્રુઆરી સુધી રમાડવામાં આવશે.અને દેશમાં પેહલી જ વખત બીચ સોકેટ થઇ રહ્યું છે. એ પણ આપણા સુરતના ડુમસ બીચ ઉપર થવા જઈ રહ્યું છે અને આ ટુર્નામેન્ટમાં કુલ 19 રાજ્યની ટીમોએ ભાગ લીધો છે. આ આપણી માટે ગૌરવની વાત છે. 26 તારીખે ધ્વજનો કાર્યક્રમ પણ ત્યાં જ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: G20 summit in India: ગાંધીનગર ખાતે 22થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે ઇન્સેપ્શન મીટિંગ

કુલ 56 મેચ રમાશે: વધુમાં જણાવ્યું કે, જે આપણા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ કલ્યાણ ચૌબે અને રસિયા થી મિસ્ટર ઇલેઝેન્ડર જેઓ રસિયામાં ગોવર્મેન્ટમાં કામ કરે છે. આ બંને બીચ સોકર ટુર્નામેન્ટની શરૂઆત થાય તે પહેલા ધ્વજવંદન કરશે. ત્યારબાદ ગણેશ વંદના અને પછી મેચ ચાલુ કરવામાં આવશે. આ સાત દિવસની અંદર કુલ 56 મેચ રમાડવામાં આવશે. બહારથી આવનાર તમામ ટીમના ખેલાડીઓ માટે શહેરના અલગ અલગ હોટલોમાં રહેવા અને જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો: 26 January Gujarat Zankhi: દિલ્હીના કર્તવ્ય પથ પર દેખાશે ગુજરાતની સાંસ્કૃતિક ઝલક.

બીચ સોકરમાં ઓલ ઇન્ડિયા અને ફિફામાં 20મો નંબર: વધુમાં જણાવ્યુંકે, એમ તો બીચ સોકર જે ઇન્ડિયાની ટીમ છે. એ 2007 અને 2008માં એંશીયા બીચ સોકરમાં રમી ચૂક્યું છે. પરંતુ ત્યારબાદ આપણને કોઈ વખત મોકો મળ્યો નથી અને આપણી પાસે કમિટી હતી નઈ જેથી આપણે આગળ આવી શક્યા નહીં. તેમ છતાં બીચ સોકરમાં ઓલ ઇન્ડિયા અને ફિફામાં 20મો નંબર છે. તો હવે આપણા ગુજરાતમાં ઘણી જગ્યાએ બીચ આવેલી છે. અલગ-અલગ સ્થળોએ રમાડી ચોક્કસથી ઇન્ડિયા બીસ સોકરને આગળ લઈ જઈશું અને આપણે પ્રયત્ન કરશો કે આગળ જઈને આપણે પહેલા નંબર પર આવીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.