26 January Gujarat Zankhi: દિલ્હીના કર્તવ્ય પથ પર દેખાશે ગુજરાતની સાંસ્કૃતિક ઝલક.

author img

By

Published : Jan 22, 2023, 6:36 PM IST

26 January Gujarat Zankhi

26 જાન્યુઆરીના રોજ દિલ્હીના કર્તવ્યપર્થ પર યોજાનાર પ્રજાસત્તાક દિનના દિવસે રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ક્લીન ગ્રીન ઉર્જા યુક્ત ગુજરાત વિષય પર ઝાંખી રજૂ કરવામાં આવશે. જે દેશ અને દુનિયાને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતના પ્રયોગથી હરિત અને શુદ્ધ ઉર્જાનું નિર્માણ કરીને આત્મ નિર્ભર બનવાનો સંદેશ આપશે.

ક્લીન ગ્રીન ઉર્જા યુક્ત ગુજરાત વિષય પર ઝાંખી

અમદાવાદઃ દેશના દરેક નાગરિકને પોતાની રીતે જીવન જીવવા માટે સત્તા આપવામાં આવી હતી જેના સંદર્ભમાં 26 જાન્યુઆરી રોજ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. જેના સંદર્ભમાં દેશની રાજધાની દિલ્હીના કર્તવ્યપથ પર દર વર્ષે રાષ્ટ્રીય પરેડનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી પોતાની સંસ્કૃતિની ઝાંખી દર્શાવવામાં આવે છે. આ વખતે ગુજરાતમાંથી "ક્લીન ગ્રીન ઉર્જા યુક્ત ગુજરાત"ને આવરી લેતી ઝાંખી રજૂ કરવામાં આવશે.

26 January Gujarat Zankhi
ગુજરાતના ક્લીન ગ્રીન ઉર્જા યુક્ત ગુજરાત વિષય પર ઝાંખી

આત્મ નિર્ભરનો સંદેશો: ગુજરાત એ દેશને અલગ દિશા આપતું રાજ્ય છે.તે અલગ અલગ પ્રયોગો અને પ્રયાસો કરી રહ્યું છે. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર રાષ્ટ્રીય એકતા પરેડમાં ગુજરાત ક્લીન ગ્રીન ઉર્જા યુક્ત ગુજરાત વિષયને આવરી લેતી ઝાંખી રજૂ કરશે. જે દેશ અને દુનિયાને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતના પ્રયોગથી હરિત અને શુદ્ધ ઉર્જાનું નિર્માણ કરીને આત્મનિર્ભર બનવાનો સંદેશો આપશે. સમગ્ર વિશ્વ આજે પરંપરાગત ઉર્જા સ્ત્રોતની કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ સ્ત્રોત કાર્યક્રમ ઓછો થઈ રહ્યો છે. તો બીજી તરફ ઊર્જાના સ્ત્રોતના લીધે પ્રદૂષણમાં વધતા સમગ્ર પૃથ્વી પરનું તાપમાન પણ વધી રહેલું છે. જેને લઇને દુનિયાને એક ગંભીર સંદેશો પણ આપી રહ્યું છે.

26 January Chief Guests: આ વર્ષે ઇજિપ્તના રાષ્ટ્રપતિ બનશે ભારતના ચીફ ગેસ્ટ, જાણો કેવી રીતે વર્ષોથી પસંદ કરવામાં આવે છે મુખ્ય મહેમાનો

ગુજરાતી અલગ અલગ પ્રોજેક્ટ શરૂ કર્યા: દુનિયામાં ક્લાઇમેન્ટ ચેન્જના કારણે પુર સુનામી ભૂકંપ જે કુદરતી આપત્તાઓનો સામનો કરવામાં આવી રહ્યો છે. આવી પરિસ્થિતિનો મુકાબલો કરવા અને પૃથ્વીના વાતાવરણને શુદ્ધ અને હરિયાણું રાખવા તથા બીનપરંપરાગત ઊર્જાના સંસાધનોનો ઉપયોગ કરવો ગુજરાતી ઝડપી છે. ગુજરાતે વર્ષ 2009માં ક્લાઇમેન્ટ ચેન્જને નો એક અલાઈદો વિભાગ બનાવીને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો જેમાં પવન ઊર્જા શોર્ય ઊર્જા જૈવિક ઊર્જા હાઈડ્રો પાવર દ્વારા સંચાલિત પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આજે સમગ્ર દેશમાં ગુજરાત બિન પરંપરાગત ઉર્જા ઉત્પાદન કરતું રાજ્ય પ્રથમ નંબરે છે.

26 January Gujarat Zankhi
ગુજરાતના ક્લીન ગ્રીન ઉર્જા યુક્ત ગુજરાત વિષય પર ઝાંખી

સૂર્ય ઉર્જા મેળવતું પ્રથમ ગામ ગુજરાતમાં: રાષ્ટ્રીય પરેડમાં ઝાંખીના પ્રથમ ભાગમાં ગુજરાતના કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાયબ્રીડ રેન્યુએબલ એનર્જી પાર્કનું નિદર્શન કરવામાં આવશે. બિનપરંપરાગત ઉર્જા ના અખૂટ સ્ત્રોત સ્વરૂપે સૂર્ય અને પવનચક્કી પ્રતિકાત્મક રીતે હાથમાં ધારણ કરેલી એક ખુશખુશાલ કન્યાને કચ્છના ભાગીગળ પહેરવેશમાં દર્શાવી છે. વર્ષ 2011થી જ ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામમાં રાજ્યનો સૌથી પ્રથમ સોલર પાર્ક કાર્યરત કરવામાં આવ્યો હતો. જ્યારે ઝાંખીના પાછળના ભાગમાં ગુજરાતનું જાણીતું સૂર્યમંદિર આવેલું છે. તે ગામમાં BESS મારફતે દેશનું સૌપ્રથમ 24 કલાક સોલર ઉર્જા મેળવતું ગામ બન્યું છે. તાજેતરમાં જ યુનાઇટેડ નેશનલ દ્વારા સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટસરે સૌરઊર્જાથી આત્મનિર્ભર બનેલા મોઢેરાની મુલાકાત લઈને ગુજરાતના આ કાર્યની ખૂબ જ પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.

26 January Gujarat Zankhi
ગુજરાતના ક્લીન ગ્રીન ઉર્જા યુક્ત ગુજરાત વિષય પર ઝાંખી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.