ETV Bharat / state

સુરતના અમરોલી ત્રિપલ મર્ડર કેસમાં વધુ એક સીસીટીવી સામે આવ્યા

author img

By

Published : Dec 27, 2022, 1:40 PM IST

Updated : Dec 27, 2022, 1:51 PM IST

Amroli triple murder case
Amroli triple murder case

અમરોલી ચકચારીત ત્રિપલ મર્ડર કેસ (Amroli triple murder case) મામલે વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવતા ઘટના વધુ સ્પષ્ટ થઇ (triple murder another CCTV came to light) છે. સીસીટીવી સ્પષ્ટ જોઈ શકાય છે કે ઘટનાના દિવસે વહેલી સવારે કારખાના માલિકોએ બે કામદારોને જાહેર રસ્તા ઉપર માર માર્યો હતો. ઘટનાનો બદલો લેવા માટે હત્યાને અંજામ અપાયાનું અનુમાન છે

અમરોલી ત્રિપલ મર્ડર કેસમાં વધુ એક સીસીટીવી

સુરત: સુરતના અમરોલી ખાતે બનેલા ત્રિપલ કેસમાં (Amroli triple murder case) વધુ એક સીસીટીવી સામે આવ્યા (triple murder another CCTV came to light) છે. ઘટનાના દિવસે વહેલી સવારે કારખાના માલિકોએ બે કામદારોને જાહેર રસ્તા ઉપર માર માર્યો હતો. કારીગરને લાત અને ફટકા વડે માર માર્યાના સીસીટીવી સામે આવ્યા છે. બે આરોપીમાંથી એક આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. આરોપી આશિષને સુરતની ચીફ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા (court granted the remand of the accused for 3 days) છે.

આ પણ વાંચો ભાવનગરમાં અંધ ઉદ્યોગશાળાની શરમજનક ઘટના, પ્રજ્ઞાચક્ષુ બાળકોએ સાથી મિત્રને માર્યો ઢોર માર

બદલો લેવા માટે ઘટનાને અંજામ: ત્રિપલ કેસમાં વધુ એક સીસીટીવી સામે આવ્યા (triple murder another CCTV came to light) છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કારખાના માલિક અને અન્ય એક વ્યક્તિ બે કામદારોને લાત અને લાકડીના ફટકા મારી રહ્યા છે. ત્યારબાદ તેમને ત્યાંથી કાઢી મૂકે છે. જો કે આનો બદલો લેવા માટે ઘટનાને અંજામ આપ્યું હોય તેવું અનુમાન હાલ લગાવામાં આવી રહ્યું છે.

આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર: અમરોલીની ચકચારિત મર્ડર કેસમાં (Amroli triple murder case) બે આરોપીમાંથી એક આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપી આશિષને સુરતની ચીફ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા સમગ્ર બાબતે હથિયાર ક્યાં છુપાવ્યું, અન્ય ક્યાં ગુનામાં સંડોવણી તે તપાસમાં રિમાન્ડ માગવામાં આવ્યાં હતાં. તમને જણાવી દઈએ કે, આરોપીના 7 દિવસમાં ચાર્જ સીટ રજુ કરવા ગૃહ રાજ્યપ્રધાનએ (home minister harsh sanghvi) ખાતરી આપી હતી. હાલ આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખી પૂછપરછ કરાશે.

આ પણ વાંચો પત્ની તરફથી પતિ સામે ગેરકાયદે સંબંધનો ખોટો આરોપ ક્રૂરતા સમાન: HC

શું હતો મામલો?: ગત રવિવારના રોજ શહેરના એક સાથે એક જ પરિવારના ત્રણ લોકોની હત્યાની ઘટના સામે આવી (Amroli triple murder case) હતી. અમરોલી વિસ્તારમાં વેદાંત ટેકસો નામના એમ્બ્રોઈડરીના કારખાનામાં મારામારીની ઘટના સામે આવી હતી. કારખાનાના માલિકે કારીગરને કામ પરથી છુટ્ટો કરી દેતા કારીગરે મળતિયાઓને બોલાવી માલિક ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં માલિકને બચાવવા જતા પિતા અને મામા બંને ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં ત્રણે જનના ટૂંકી સારવાર બાદ મોત થતા અમરોલી પોલીસનો કાફલો દોડતા થઇ ગયા હતા.

Last Updated :Dec 27, 2022, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.