ETV Bharat / state

Gold Medal: અફઘાની વિદ્યાર્થિની બની નર્મદ યુનિવર્સિટીની 'ગોલ્ડન ગર્લ', હવે પોતાના દેશમાં લોકોને કરશે જાગૃત

author img

By

Published : Mar 7, 2023, 7:58 PM IST

Gold Medal: અફઘાની વિદ્યાર્થિની બની નર્મદ યુનિવર્સિટીની 'ગોલ્ડન ગર્લ', હવે પોતાના દેશમાં લોકોને કરશે જાગૃત
Gold Medal: અફઘાની વિદ્યાર્થિની બની નર્મદ યુનિવર્સિટીની 'ગોલ્ડન ગર્લ', હવે પોતાના દેશમાં લોકોને કરશે જાગૃત

સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 54મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં મૂળ અફઘાનિસ્તાનની વિદ્યાર્થિની રઝિયા મૂરાદીને પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી સાથે ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. ત્યારે આ મામલે વિદ્યાર્થિનીએ પોતાનો અનુભવ શેર કર્યો હતો.

મહિલાઓને લગતા અધિકારોની વાત કરી રહ્યા છે

સુરતઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ કબજો કરી લીધો છે. તે તો સમગ્ર વિશ્વ જાણે છે. અહીં મહિલાઓ માટે ઔપચારિક શિક્ષણ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. સાથે જ મહિલાઓને મોટા ભાગની નોકરી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેવામાં મૂળ અફઘાનિસ્તાનની વિદ્યાર્થિનીએ ભારતમાં આવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ વિદ્યાર્થિની છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની. અહીં યુનિવર્સિટીનો 54મો પદવીદાન સમારોહ યોજાયો હતો, તેમાં મૂળ અફઘાનિસ્તાનની વિદ્યાર્થિની રઝિયા મૂરાદીને પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી સાથે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Surat VNSGU News : આ યુનિવર્સિટીની લેબ ટેક્નિશિયનની ડિગ્રી સરકારી ખાતામાં અમાન્ય, 1000 વિદ્યાર્થીઓને અન્યાય

ડિગ્રી સાથે ગોલ્ડ મેડલઃ આ અંગે પબ્લિક એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટનાં આસિસ્ટન્ટ પ્રૉફેસર મધુ થાવાણીએ જણાવ્યું હતું કે, કે, રઝિયા મૂરાદીએ આપણી યુનિવર્સિટીમાંથી એમએની ડિગ્રી અને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેના કારણે તે ખૂબ ખુશ છે, પરંતુ તે પોતાના પરિવારને ખૂબ યાદ કરી રહી છે. અહીંની ડિગ્રી તેને ભવિષ્યમાં ખૂબ જ મદદરૂપ થશે. સાથે જ પબ્લિક પૉલિસી મેકિંગ ડિફરન્ટ ઈન્ટરનેશનલ એજન્સીમાં જ્યાં તેમને કામ કરવાનું છે. પોતાનો અભિપ્રાય ત્યાં પ્રસ્તુત કરી શકશે.

4 વર્ષથી વિદ્યાર્થિની અહીં છે
4 વર્ષથી વિદ્યાર્થિની અહીં છે

મહિલાઓને લગતા અધિકારોની વાત કરી રહ્યા છેઃ તેમણે ઉંમેર્યું હતું કે, મહિલાઓને લાગતા તમામ અધિકારો માટે તેઓ વાત કરી રહ્યા છે. ત્યાંના મહિલાઓને સ્વતંત્રતા મળે તે માટે તેઓ કહી રહ્યા છે કે, મહિલાઓ માટે સ્વતંત્રતાનો હવાલો હોવો જરૂરી છે. આ તમામ મુદ્દાઓને લઈને તેઓ પોતાના દેશમાં ચર્ચાઓ કરશે. તેમણે કાસિસ મેનેજમેન્ટમાંથી સ્પેશિયલ અભ્યાસ કર્યો છે, જેથી તેઓ પર્યાવરણ માટે પણ ઘણું બધું કરવા માગે છે.

4 વર્ષથી વિદ્યાર્થિની અહીં છેઃ તેમણે વધુમાં ઉંમેર્યું હતું કે, આ વિદ્યાર્થિની 4 વર્ષથી અહીં રહી રહ્યાં છે અને પીએચડીનો અભ્યાસ પણ કરી રહ્યાં છે. રઝિયા મૂરાદી અભ્યાસને લઈને ખૂબ જ ગંભીર છે. તેઓ પોતાની વાતો શેર કરતા નથી, પરંતુ કોઈ પણ વિદ્યાર્થી તેમના ત્યાંથી આવીને અમને તેમની વાતો શેર કરે છે. તો અમે રઝિયા મૂરાદીને કહીએ છીએ કે, તમે લોકો સાથે બેસો અને વાત કરો. તેઓ છેલ્લા 4 વર્ષથી અહીં રહી રહ્યા છે અને અમારી સાથે જ તેમણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પીએચડી માટે અભ્યાસ કરી રહ્યાં છે.

આ બાબતે વિદ્યાર્થિની રઝિયા મુરાદીએ ETV Bharat સાથેની ખાસ વાતચીત કરી હતી. જોઈએ તેના અમુક અંશો.

પ્રશ્નઃ કયા વિષય તમે ડિગ્રી પ્રાપ્ત કરી છે અને ગોલ્ડ મેડલ મેળવ્યો છે?

જવાબઃ મેં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાંથી અભ્યાસ મેળવી મેં એમએની ડિગ્રી મેળવી છે. આ ડિગ્રી મને ભવિષ્યમાં ખૂબ જ કામ લાગશે. જ્યારે મને પપ્લિક પૉલિસી મેકિંગ ડિફરન્ટ ઈન્ટરનેશનલ એજન્સીમાં જ્યાં તેમને કામ કરવાનું છે. ત્યાંના ગવર્મેન્ટ સમક્ષ હું પોતાનો અભિપ્રાય ત્યાં પ્રસ્તુત કરી શકીશ.

પ્રશ્નઃ અફઘાનિસ્તાનમાં સ્ત્રીઓની સ્થિતિ કેવી છે?

જવાબઃ અફઘાનિસ્તાનમાં સ્ત્રીઓની સ્થિતિ સારી નથી. કારણ કે, તાલિબાનીઓના કારણે ત્યાં સ્ત્રીઓના અભ્યાસ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

પ્રશ્નઃ તમે તમારા દેશ માટે શું કરવા માગો છો?

જવાબઃ હું અહીંથી જઈને મારા દેશના તમામ લોકો માટે સમાજમાં જઈને તેઓને અભ્યાસ અને દેશના વિકાસ માટે કઈ રીતે આગળ વધી શકાય તે માટે હું લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીશ.

પ્રશ્નઃ તમે શા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પસંદ કરી છે?

જવાબઃ ગુજરાતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અભ્યાસ માટે ખૂબ જ સારી યુનિવર્સિટી છે. કારણ કે, અહીં ખૂબ જ સારા અલગ અલગ કોર્સના વિભાગો આવ્યા છે, જ્યાં ખૂબ જ સારો અભ્યાસ આપવામાં આવ્યો છે. અને તે અભ્યાસ સારા પ્રોફેસરો દ્વારા આપવામાં આવે છે. આ પ્રકારની સ્થિતિ અફઘાનિસ્તાનમાં નથી, જેથી મેં મારા અભ્યાસ માટે આ યુનિવર્સિટીને પસંદ કરી છે.

પ્રશ્નઃ તાલીબાનીઓએ શા માટે ત્યાં સ્ત્રીઓના અભ્યાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે?

જવાબઃ તાલીબાનીઓની માનસિકતા એવી છે કે, મહિલાઓ ખાસ કરીને અશિક્ષિત હોય છે, જેથી મહિલાઓને અભ્યાસ કરાવો જોઈએ નહીં. એટલે સ્કૂલ અને યુનિવર્સિટીમાં મહિલાઓના અભ્યાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

પ્રશ્નઃ અફઘાનિસ્તાન લોકો માટે સૌથી મોટી ચેલેન્જ કઈ છે?

જવાબઃ અફઘાનિસ્તાન લોકો માટે સૌથી મોટી ચેલેન્જ એ છે કે, ત્યાંના લોકોને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો નથી અને કોઈને પણ પોતાના હકમાં બોલવું યોગ્ય નથી, જેથી અન્ય દેશના લોકો પણ અફઘાનિસ્તાનમાં આવતા નથી. બધા લોકો ચૂપ પોતાનું કામ કરતા રહે છે. એ લોકો પોતાની વાતો પણ એકબીજાને શેર કરી શકતા નથી. જેથી તેના લોકોની સમસ્યા પણ કોઈ સમજી શકતું નથી. એટલે તે લઘુમતી સમાજના મહિલાઓ માટે નિયમો હોય છે.

આ પણ વાંચોઃ Budget Session: વિદ્યાર્થીઓને હવે ડિગ્રીનો કોર્સ કરવામાં કોઈ રસ જ નથી! 2 વર્ષમાં 70,189 બેઠકો ખાલી રહી

પ્રશ્નઃ તમારા પરિવારમાં કોણે કોણે અભ્યાસ મેળવ્યો છે?

જવાબઃ મારાં પરિવારમાં મારા ભાઈ-બહેન બંને શિક્ષિત છે. તેમણે હાઈ-એજ્યુકેશન પાસ કર્યું છે અને યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા છે. જ્યારે મારી બહેને ત્યાંની જ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.