ETV Bharat / state

Suicide Case in Surat : સુરતમાં MBBS ડૉક્ટરનું PG-NEETના મેરીટ લિસ્ટમાં નામ ન આવતા કરી આત્મહત્યા

author img

By

Published : Jan 12, 2022, 12:54 PM IST

સુરત શહેરના અડાજણ વિસ્તારના MBBS ડૉક્ટરને PG-NEETની પરિક્ષામાં 435 માર્ક્સ મેળવ્યા પરંતુ મેરીટ લિસ્ટમાં(Merit List of PG NEET) નામ ન આવતા ડૉક્ટરે ગળે ફાસો ખાઈ આત્મહત્યા(Suicide Case in Surat) કરી લીધી. આત્મહત્યાની ધટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઉપરાંત પોલીસને જાણ થતાં તપાસ હાથ ધરી છે.

Suicide Case in Surat : સુરતમાં MBBS ડૉક્ટરનું PG-NEETના મેરીટ લિસ્ટમાં નામ ન આવતા કરી આત્મહત્યા
Suicide Case in Surat : સુરતમાં MBBS ડૉક્ટરનું PG-NEETના મેરીટ લિસ્ટમાં નામ ન આવતા કરી આત્મહત્યા

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ સુરભી રો હાઉસમાં રહેતો 26 વર્ષીય ડૉક્ટરે ગતરોજ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ લીધું છે. આ યુવાનની આત્મહત્યાની(Suicide Case in Surat) જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જોકે માતાની નજર જતા તરત મુખમાંથી ફાળ પડતા પડોશીઓ દોડી આવ્યા હતા. યુવાનને તાત્કાલિક 108માં સુરત સિવિલ હોસ્પિટલ(Surat Civil Hospital) પહોંચતા હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની પોલીસને જાણ થતાં વધુ તપાસ હાથ ધરી છે.

ફક્ત 10 મિનિટની અંદર યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મૃતક જુવાનની માતાએ જણાવ્યું કે, મારાં દીકરાનું ગઈકાલે PG NEETની પરીક્ષા(PG NEET Exam) આપી હતી. PG-NEETનું રીઝલ્ટ આવતા તે પોતાના માર્કસ જોઈએ હતાશ થઇ ગયો હતો. પરંતુ મેં તેને પૂછ્યું કે 'કેમ તું હતાશ કેમ છે?' તો તેણે કહ્યું હતું કે 'મારા માર્ક્સ આવ્યા છે પરંતુ મારું મેરીટ લિસ્ટમાં(Merit List of PG NEET) નામ નથી આવ્યું'. જેથી તે ખૂબ જ હતાશ થઈ ગયો હતો. અને માત્ર 10 મિનિટની અંદર જ પોતાના રૂમમાં જઈ મોતનો માર્ગ પકડી લીધો.

આત્મહત્યાનું કારણ પરિણામ કે અન્ય

અડાજણ પોલીસ(Adajan Police Station Surat) જણાવ્યું કે, અમને આ 6:30 વાગ્યે કન્ટ્રોલને જાણ થતા જ અમારી PCR- 2 પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. હાલ અમે પરિવારનુમ નિવેદન લઇ આગળની તપાસ હાથ ધરી છે. હવે આ યુવાનની આત્મહત્યાનું(Young Commits Suicide in Surat) કારણ પરિણામ હતું કે અન્ય કોઈ તે હવે આગળની તપાસ બાદ કહી શકીયે.

આ પણ વાંચોઃ Suicide Case in Surat : સચીન GIDC વિસ્તારમાં પિતાએ બાળકીને ઠપકો આપતા બાળકીએ કરી આત્મહત્યા

આ પણ વાંચોઃ Gujarat Ranji Team 2022: સુરતના 3 ખિલાડીઓની ગુજરાતની રણજી ટીમમાં પસંદગી, ટીમનો કેપ્ટન પણ સુરતનો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.