Surat Stuntman in Jail: રસ્તે બન્યા ખલનાયક, તો પોલીસ મથકમાં હાથ જોડતા સ્ટંટબાઝ

author img

By

Published : Jan 2, 2022, 6:47 PM IST

Updated : Jan 2, 2022, 7:55 PM IST

Surat Stuntman in Jail: રસ્તે બન્યા ખલનાયક, તો પોલીસ મથકમાં હાથ જોડતા સ્ટંટબાઝ

સુરત શહેરમાં ખલનાયક ફિલ્મના ગીત પર રીલ બનાવનાર યુવકોનો વિડીયો વાયરલ થતા અમરોલી પોલીસ હરકતમાં આવી હતી અને વિડીયોમાં દેખાતા યુવકો (Surat Stuntman in Jail)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત: શહેરમાં કોરોનાને લઈને રાત્રી કફર્યૂ (Surat night curfew) અમલમાં છે. તો બીજી તરફ નિયમની ધજીયા ઉડાવતો એક વિડીયો સામે આવ્યો છે. બે યુવક બાઈક પર કફર્યૂના સમયમાં જોખમી સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો છે. ખલનાયક ફિલ્મના ગીત પર રીલ બનાવનાર યુવકોના વિડીયો વાયરલ (Surat stuntman video viral) થતા અમરોલી પોલીસ હરકતમાં આવી હતી અને વિડીયોમાં દેખાતા યુવકોને અમરોલી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખલનાયક ફિલ્મના ગીત પર સ્ટંટ કરનાર યુવકોની જ્યારે ધરપકડ (Surat Stuntman in Jail) કરાઈ ત્યારે સ્ટંટબાઝ યુવકો પોલીસ મથકમાં હાથ જોડીને બેસી ગયા.

Surat Stuntman in Jail: રસ્તે બન્યા ખલનાયક, તો પોલીસ મથકમાં હાથ જોડતા સ્ટંટબાઝ

બીજો બાઈક ચાલવતા યુવકના ખભાની ઉપર બેઠો

સુરતમાં કોરોનાને લઈને રાતે 11 વાગ્યે કફર્યૂ અમલમાં છે અને કફર્યૂને લઈને પોલીસ દ્વારા કડક કામગીરી કરાઈ રહી છે. આ બધા વચ્ચે એક વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, બે યુવકો બુલેટ બાઈક પર કફર્યૂના સમયમાં નીકળે છે. એક યુવક બાઈક ચલાવી રહ્યો છે અને બીજો બાઈક ચાલવતા યુવકના ખભાની ઉપર બેઠો છે અને હાથમાં પિસ્તલ જેવું હથીયાર છે અને સિગારેટના કસ મારી રહ્યો છે. તો બીજી તરફ એક યુવક આ વિડીયોને શૂટ પણ કરી રહ્યો છે. આ વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી આ ઘટનામાં અમરોલી પોલીસ મથકના કોન્સ્ટેબલ કિરીટ ઠક્કરે તપાસ શરુ કરી હતી અને તાત્કાલિક વિડીયોમાં દેખાતા બંને યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં બાઈક ચાલકનું નામ ભરત પ્રવીણભાઈ ગઢવી અને અમરોલી છપરાભાઠા ખાતે રહેતો હોવાનું અને રત્નકલાકાર તરીકે કામ કરતો હોવાનું બાહર આવ્યું હતું. આ ઉપરાંત બાઈક ચાલકના ખભા ઉપર બેસનાર વ્યક્તિનું નામ નાગાજણ હરદાસભાઈ ઓડેદરા હોવાનું અને તે પણ અમરોલી છપરાભાઠા ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં પિસ્તલ જેવું દેખાતું હથીયાર લાઈટર હોવાનું બહાર આવ્યું હતું.

બંને લોકોની ધરપકડ

પોલીસે બંને આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ સોશ્યલ મીડિયામાં ખુબ જ એક્ટીવ રહે છે. આ વિડીયો તેઓએ 14 ડિસેમ્બરે રાત્રીના બે વાગ્યે અમરોલી સાયણ રોડ પર બનાવ્યો છે અને સોશ્યલ મીડિયામાં 26 ડીસેમ્બરના રોજ અપલોડ કર્યો હતો. વધુમાં બાઈક ચાલકના ખભા ઉપર બેસનાર નાગાજણ હાલ બેકાર છે અમરોલી પોલીસે બંને લોકોની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat in 2022: જાણો વર્ષ 2022માં સુરતમાં લોકોને શું મળશે ભેટ

આ પણ વાંચો: Surat Child died: ધાબા ઉપર પતંગ ચગાવવા જતાં બાળક પાંચમાં માળેથી પટકાતાં મૃત્યુ

Last Updated :Jan 2, 2022, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.