લમ્પી વાયરસને લઈને સુમુલ ડેરી એક્શનમાં, સુમુલના 80 ડોક્ટરોની ટીમ કાર્યરત

author img

By

Published : Aug 1, 2022, 2:48 PM IST

લમ્પી વાયરસને લઈને સુમુલ ડેરી એક્શનમાં, સુમુલના 80 ડોક્ટરોની ટીમ કાર્યરત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પશુઓમાં લમ્પી સ્કીન રોગના( Lumpy virus)કેસો સામે આવી રહ્યા છે. જેના ધ્યાને લઈને સરકાર દ્વારા જિલ્લાઓમાં લમ્પી રોગ સામે પશુને રક્ષણ મળે તે માટે રસીકરણ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુમુલ ડેરી (Surat Sumul Dairy)દ્વારા ડોક્ટરોની ટીમ બનાવીને પશુઓમાં રસીકરણ કરીવાનું આદર્યું છે.

સુરતઃ ગુજરાતમાં ઘણા સમયથી પશુ પાલકોમાં લમ્પી વાયરસએ ( Lumpy virus)હાહાકાર મચાવ્યો છે. જેને લઈને કેટલાક પશુઓનું મૃત્યુ પણ થઈ ચૂક્યું છે. સુરત સુમુલ ડેરી (Surat Sumul Dairy)એક્શન મોડમાં આવીને હાલ સુમુલના 80 ડોક્ટરોની ટીમ કાર્યરત કરવામાં( Lumpy virus vaccination)આવી છે. સુરત અને તાપી જિલ્લાઓમાં અત્યાર સુધી કુલ 20 જેટલા લમ્પી વાયરસના કેસો જોવા મળ્યા છે.

લમ્પી વાયરસ

આ પણ વાંચોઃ માણસ હેરાન, પશુ પરેશાન ખતમ નથી થતો વાયરસ રૂપી શેતાન

પશુપાલકોની ચિંતામાં વધારો કર્યો - લમ્પી વાયરસના કારણે સમગ્ર ગુજરાતમાં પશુપાલન કરતા (Lumpy virus in Gujarat )લોકોની ચિંતામાં વધારો કર્યો છે. આવા સમયે દરમિયાન સુમુલ ડેરી દ્વારા આવા વાયરસને હરાવા માટે તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. સુમુલના 80 ડોક્ટરોની ટીમ કાર્યરત કરવામાં આવી છે. જેમાં 500 થી વધુ સહ્યકો સાથે મળીને સમગ્ર સુરત અને તાપી જિલ્લાઓમાં 6 લાખથી વધુ પશુ પાલક માટે રસી કારણ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ લમ્પી વાયરસના લીધે વણસી સ્થિતિ, કલેક્ટરે ૫શુઓના ૫રિવહન ઉ૫ર પ્રતિબંધ મૂક્યો

1 લાખ પશુધનને વેક્સિન આપવામાં આવી - વધુમાં જણાવ્યું કે, આ લમ્પી વાયરસ એક વર્ષ પેહલા એકટીવ થઇ ગયો હતો. એના માટે જ આગળથી સુમુલ ડેરી દ્વારા આયોજન કરી દેવામાં આવ્યો હતો. તે સમય દરમિયાન સુમુલ ડેરી દ્વારા 1 લાખ 30000 વેસક્સિનની ખરીદી કરી હતી. લગભગ 1 લાખ 30000 પશુધનને વેકસીન આપવામાં આવી હતી. એના કારણે આજે વાયરસ છે તે સમગ્ર સુરત અને તાપી જિલ્લાઓમાં ફેલાવામાં નહિવત રહ્યો છે. અત્યાર સુધીમાં 20 કેસ આવ્યા છે. તેમાં એક પણ પશુનું મૃત્યુ પણ થયું નથી. જેને કારણે સમગ્ર સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.