લમ્પી વાયરસના લીધે વણસી સ્થિતિ, કલેક્ટરે ૫શુઓના ૫રિવહન ઉ૫ર પ્રતિબંધ મૂક્યો

author img

By

Published : Jul 30, 2022, 5:31 PM IST

Updated : Jul 30, 2022, 7:05 PM IST

લમ્પી વાયરસના લીધે વણસી સ્થિતિ, કલેક્ટરે ૫શુઓના ૫રિવહન ઉ૫ર પ્રતિબંધ મૂક્યો

ગુજરાતમાં લમ્પીનો કહેર જોવા(Lumpy virus in Gujarat ) મળ્યો છે. કચ્છમાં લમ્પી વાયરસના કારણે હજારો પશુના મોત થયા(Animal death to lumpy virus ) છે. લમ્પી વધારે ફેલાય નહીં તે માટે કચ્છમાં પશુઓની હેરફેર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 10મી ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવમાં આવશે.

કચ્છ: જિલ્લામાં માનવ વસ્તી કરતા વધારે પશુધન છે. જિલ્લામાં 23.79 લાખ પશુધન છે જે પૈકી 5.74 લાખ ગાય છે. તેમાંથી 1.33 લાખ ગાયનું લમ્પી રોગ( Lumpy virus)સામેનું રસીકરણ કરવામાં આવ્યું છે. કચ્છમાં લમ્પી સ્કીન ડીસિઝનો(Lumpy virus in Gujarat ) કહેર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. લમ્પીના કારણે જિલ્લામાં 907 ગાય મોતને ભેટી છે. આ રોગ હવે બેકાબુ થઇ ગયો હોય તે રીતે જિલ્લામાં ફેલાઇ ગયો છે.

લમ્પી વાયરસ

લમ્પીના કારણે પશુના મોત - એપ્રિલ મહિનામાં કચ્છના છેવાડાના લખપત તાલુકામાં કેપરીપોક્સ વાયરસથી થતી લમ્પીના કેસ દેખાવાના શરૂ થયા હતા. લખપત બાદ અબડાસા, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, ભુજ, રાપર, ભચાઉ તેમ ધીમે ધીમે કચ્છમાં આ બીમારી નોંધાઇ છે. આ રોગ સામે જિલ્લા તંત્ર પણ કાર્ય કરી રહ્યું છે અને જિલ્લાના 532 ગામોમાં અત્યાર સુધી 30,000 થી વધુ પશુઓને સારવાર (Lumpy virus vaccination)આપી છે. આ વાયરસની અસર ન થઈ હોય તેવા 1 લાખથી વધુ પશુઓને આ રોગથી બચવા રસી પણ અપાઈ છે. તો કુલ 72 ટીમો દ્વારા આ રોગને નાથવા પ્રયાસ ચાલુ છે. હાલમાં જિલ્લામાં 35867 લમ્પી રોગની અસરગ્રસ્ત(Animal death to lumpy virus ) ગાય છે. તથા 41,526 પશુઓને સારવાર આપવામાં આવી છે તો 907 ગાયના આ રોગના કારણે મોત નીપજ્યા છે.

પશુ માટે આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો - ભુજ શહેરમાં લમ્પી વાયરસ ફેલાતા શહેરમાં ઠેર ઠેર વાયરસગ્રસ્ત ગાય રસ્તે રખડતી જોવા મળી રહી છે. પશુપાલકો પણ આવા સમયમાં પોતાની ગાયની દેખરેખ કરવાની બદલે તેમને ચરવા છુટ્ટા મૂકી દે છે. આ કારણે ગાયોની તબિયત પર પણ માઠી અસર પડે છે. અન્ય ગાયમાં પણ વાયરસની જપેટમાં આવવાની શક્યતા વધે છે. શહેરમાં આ રોગનો ફેલાવો અટકાવવા અને ગાયના જીવ બચાવવા પાલિકા દ્વારા આગળ આવી વિશ્વ હિન્દુ પરિષદ અને ભુજ જથ્થાબંધ બજાર ગૌસેવા સમિતિના સહયોગથી શહેરના કોડકી રોડ પર ખાસ આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. શહેરમાં ભટકતી બિનવારસુ વાયરસગ્રસ્ત ગાયને નગરપાલિકાના ટ્રેકટર દ્વારા આ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવે છે.

આ પણ વાંચોઃ લમ્પી વાઈરસનું ઉગ્ર સ્વરૂપ, હવે આ જિલ્લામાં લીધા પશુઓના ભોગ

જિલ્લામાં બીમાર પશુઓની સારવાર આ વિશાળ શેડ હેઠળ ગાયની સારવાર માટે પણ તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તબીબી સાધનો ઉપરાંત ગાય માટે ઘાસચરો પણ અહીં દાતાઓ અને સેવાભાવી સંસ્થા દ્વારા ભેગો કરવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા બીમાર ગાયની સારવાર કરવામાં આવી રહી છે. લમ્પી વાયરસના ઝડપી સંક્રમણને ઘ્યાને લેતા તકેદારીના ભાગરૂપે કલેક્ટર પ્રવીણા ડી.કે .કેટલાંક પ્રતિબંધો ફરમાવ્યા છે. કચ્છમાં ૫શુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ જોવા મળેલ છે. આ રોગ વાયરસથી એક ૫શુથી બીજા ૫શુમાં ઝડ૫થી ફેલાતો હોવાથી અને ૫શુઓમાં એકબીજાના સીધા સંપર્કથી તેમજ ૫શુઓના શરીર ૫ર ચોટેલી ઇતરડી, માખી, મચ્છર વગેરેથી ૫ણ ચે૫ ફેલાતો હોય છે. એટલે ૫શુઓના ૫રિવહન ૫ર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ લમ્પી લહેરનો કાળો કહેર, શું છે આ રોગનો આયુર્વેદિક ઉપચાર

૫શુઓની હેરફેર કરવા પ્રતિબંધ - કચ્છમાં અન્ય રાજ્ય, જિલ્લા તેમજ તાલુકામાંથી કે એક ગામથી બીજા ગામમાં ૫શુઓની હેરફેર કરવા પ્રતિબંધ મુકવામાં આવે છે. ૫શુઓના વેપાર, ૫શુ મેળા, ૫શુ પ્રદર્શન, ૫શુઓ સાથેની રમતો અને ૫શુઓને એકઠા કરવાના થતાં હોય તેવા આયોજનો ઉ૫ર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોઇ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવરો તથા રોગવાળા મરેલા જાનવરોના મૃતદેહને અથવા તેના કોઇ ભાગને ખુલ્લા છોડી દેવાની અથવા તેમને લાવવા-લઇ જવા ઉ૫ર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવા રોગવાળા જાનવરો જે જગ્યાએ હોય તે જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગ્યા વગેરે સ્વચ્છ રાખવા જાઈએ. તથા તેમાંથી રોગબીજનો નાશ કરવા અને એવા રોગચાળા અથવા જેમને એવો રોગ થયો તેમ દેખાતું હોય તેવા જાનવરોએ એકમેકથી છુટા રાખવા તથા તે મુજબ તેમની વ્યવસ્થા કરવી.

કોરોના જેવી મહામારી રોગનો ભોગ - જિલ્લામાં આ પ્રતિબંધ 10મી ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની કલમ–188 તથા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ સજાને પાત્ર થશે તેવું કલેક્ટરના જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. સરકારી કે સેવાની રાહે નિકાલની પૂરતી અને યોગ્ય વ્યવસ્થા હજુ સુધી ઉપલબ્ધ ન થવાના પરિણામે પશુઓ માટે કોરોના જેવી મહામારી રોગનો ભોગ બનીને મોતના શરણે થયેલી સેંકડો ગાયના મૃતદેહ જિલ્લાના મુખ્ય મથક ભુજના નાગોર રોડ વિસ્તારમાં જમા થયા છે. ખુદ નગરપાલિકાની ટુકડીઓ દ્વારા આડેધડ ફેંકી જવાયા બાદ કતારબદ્ધ પડેલા ગૌમાતાઓના આ મૃતદેહો જીવદયા અને પશુપ્રેમી લોકો માટે અરેરાટીનું કેન્દ્ર બન્યા છે.

Last Updated :Jul 30, 2022, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.