ETV Bharat / state

એક જ એપાર્ટમેન્ટમાં 9 લોકો કોરોના પોઝિટિવ, બિલ્ડીંગને કરાઇ સીલ

author img

By

Published : Sep 26, 2021, 2:12 PM IST

સુરત શહેરના પોશ વિસ્તાર ગણતા અઠવાગેટથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરતના અઠવાઝોનમાં આવેલા મેઘ મયુર એપાર્ટમેન્ટમાં 9 લોકો પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું છે. મનપા દ્વારા બિલ્ડીંગને સીલ કરી તપાસ શરુ કરી છે. 9 માંથી 2 લોકો પાલનપુર ખાતે એક જૈન ધર્મના કાર્યક્રમમાં હાજરી આપીને આવ્યા હતા.

એક જ એપાર્ટમેન્ટમાં 9 લોકો કોરોના પોઝિટિવ, બિલ્ડીંગને કરાઇ સીલ
એક જ એપાર્ટમેન્ટમાં 9 લોકો કોરોના પોઝિટિવ, બિલ્ડીંગને કરાઇ સીલ

  • મેઘ મયુર એપાર્ટમેન્ટમાં 9 લોકો પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું છે.
  • 9 માંથી 2 લોકો પાલનપુર ખાતે એક જૈન ધર્મના કાર્યક્રમમાં હાજરી આપીને આવ્યા હતા.
  • બિન જરૂરી લોકોને ઘરે થી ન નીકળવા સૂચના આપવામાં આવી

સુરત: શહેરમાં એક તરફ કોરોનાનુ સંક્રમણ ઘટતા લોકો બેદરકાર બન્યા છે. ત્યારે સુરતમાં એક જ એપાર્ટમેન્ટમાં ચાર દિવસમાં 9 લોકો પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું છે. સુરતા અઠવા ઝોનમાં મેઘમયુર એપાર્ટમેન્ટ આવ્યો છે તેમાં ચાર દિવસમાં વોચમેન સહિત નવ લોકો પોઝીટીવ આવ્યા છે. જેમાં એક જ ઘરના બે લોકો પોઝીટીવ હોય તેવા બે ઘર છે. પહેલાં બે લોકો પોઝિટિવ આવ્યા હતા તેઓની ધાર્મિક સ્થળની ટ્રાવેલ હિસ્ટ્રી છે.બે જણા પાલનપુર ખાતે જૈન ધર્મના કાર્યક્રમમાં ગયા હતા.જ્યાં ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ પરિવારના બે લોકો પોઝિટિવ આવ્યા બાદ ચાર દિવસમા બિલ્ડીંગમાં નવ લોકો પોઝિટિવ આવતાં પાલિકા તંત્ર ચોંકી ઉઠયું છેે.

એક જ એપાર્ટમેન્ટમાં 9 લોકો કોરોના પોઝિટિવ, બિલ્ડીંગને કરાઇ સીલ

આ પણ વાંચો: ગંગાસ્નાન માટે હરિદ્વાર પહોંચેલા 6 ગુજરાતીઓ કોરોના સંક્રમિત

વેક્સિન લીધેલા લોકોનું પ્રમાણ પણ નોધપાત્ર

પોઝિટિવ લોકોને ક્વોરેન્ટાઈન કરવા સાથે બિલ્ડીંગ સીલ કરાઇ છે. બિન જરૂરી લોકોને ઘરેથી ન નીકળવા સૂચના આપવામાં આવી છે.હાલ જે લોકો પોઝિટિવ આવી રહ્યાં છે. તેમાં વેક્સિન લીધેલા લોકોનું પ્રમાણ પણ નોધપાત્ર છે. પાલિકા તંત્રના જણાવ્યા પ્રમાણે જે લોકોએ વેક્સિન લીધી છે. તેઓ બિંદાસ્ત બની જાય છે અને જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ કરતાં નથી તેથી તેઓ સંક્રમણનો ભોગ બની રહ્યાં છે. અઠવા ઝોનની જેમ રાંદેર ઝોનમાં પણ છેલ્લા કેટલાક દિવસથી પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.