ETV Bharat / bharat

ગંગાસ્નાન માટે હરિદ્વાર પહોંચેલા 6 ગુજરાતીઓ કોરોના સંક્રમિત

author img

By

Published : Jul 26, 2021, 5:02 PM IST

Updated : Jul 26, 2021, 7:35 PM IST

ગુજરાતથી ગંગાસ્નાન માટે હરિદ્વાર જઈ રહેલા 6 યાત્રિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રેલવે સ્ટેશન પર કરવામાં આવેલી તપાસમાં આ યાત્રિકો કોરોના સંક્રમિત હોવાનું જણાઈ આવતા તેમને સ્થાનિક કોવિડ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા છે.

ગંગાસ્નાન માટે હરિદ્વાર પહોંચેલા 6 ગુજરાતીઓ કોરોના સંક્રમિત
ગંગાસ્નાન માટે હરિદ્વાર પહોંચેલા 6 ગુજરાતીઓ કોરોના સંક્રમિત

  • અમદાવાદ મેલ ટ્રેનમાં પહોંચ્યા હતા હરિદ્વાર
  • રેલવે સ્ટેશન પર કરાયેલા ટેસ્ટમાં આવ્યો રિપોર્ટ
  • તમામ સંક્રમિતોને સારવાર માટે ખસેડવામાં આવ્યા

હરિદ્વાર : અમદાવાદ મેલ ટ્રેનમાં હરિદ્વાર આવેલા યાત્રિકોના રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા. જેમાં ગુજરાતથી આવેલા 6 યાત્રિકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ યાત્રિકો ગુજરાતથી ગંગાસ્નાન માટે હરિદ્વાર ગયા હતા.

ગંગાસ્નાન માટે હરિદ્વાર પહોંચેલા 6 ગુજરાતીઓ કોરોના સંક્રમિત

ઉત્તરાખંડમાં યાત્રાળુઓ પર ચાંપતી નજર

કુંભના મેળા દરમિયાન ઉત્તરાખંડમાં કોરોના કેસની સંખ્યામાં ચોંકાવનારો વધારો નોંધાયો હતો. આ દરમિયાન કુંભના મેળામાં આવેલા મોટાભાગના લોકોએ નકલી કોરોના ટેસ્ટ કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ પણ થયો હતો. જેની તપાસ હાલ ચાલી રહી છે. ઉત્તરાખંડ હાઈકોર્ટમાં આ અંગેની સુનવણી હાલ ચાલી રહી છે. જેના કારણે જ ઉત્તરાખંડમાં આવતા યાત્રાળુઓ પર હાલમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને દરેક યાત્રાળુઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

Last Updated : Jul 26, 2021, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.