ETV Bharat / state

Sabarmati Second Most Polluted River: હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર સામે સવાલ, નદીની બીજીબાજું દુર્દશા

author img

By

Published : Feb 5, 2023, 8:21 AM IST

ભારતની સૌથી પ્રદુષિત નદી તરીકે ગુજરાતના સાબરકાંઠાની સાબરમતી નદીનું નામ બીજા ક્રમે જાહેર થયું છે. પ્રદૂષણ માટે જવાબદાર વ્યક્તિઓ સંસ્થા તેમજ પાલિકાની ગામડાઓ દ્વારા પ્રદૂષિત પાણી નદીઓ માં છોડાઈ રહ્યું છે. જેના પગલે લોકમાતા તરીકે ઓળખાતી સાબરમતી નદી હાલમાં બેહાલ થઈ રહી છે. સાબરમતી નદી અંતર્ગત Etv ભારતે રિયાલિટી ચેક કર્યું તો કડવી વાસ્તવિકતા સ્વીકારવી પડે એવું ચિત્ર સામે આવ્યું.

Sabarmati Second Most Polluted River: હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર સામે સવાલ, નદીની બીજીબાજું દુર્દશા
Sabarmati Second Most Polluted River: હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર સામે સવાલ, નદીની બીજીબાજું દુર્દશા

Sabarmati Second Most Polluted River: હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર સામે સવાલ, નદીની બીજીબાજું દુર્દશા

સાબરકાંઠાઃ ઉત્તર ગુજરાતની પાયારૂપ ગણાતી સાબરમતી નદી બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી તરીકે જાહેર થઈ છે. રાજસ્થાનથી આવતી સાબરમતી નદી ધરોઈ જળાશયથી લઇ સાબરકાંઠા જિલ્લા સુધી જાય છે. ગ્રાઉન્ડ ઝીરો આ નદી અંગે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે કડવી વાસ્તવિકતા સ્વીકારવી પડે એવું દ્રશ્ય સામે આવ્યું છે. જેને લઈને લોકોમાં પણ ચિંતાનો માહોલ છે. એવરેજ પ્રદૂષણ નજરે પડ્યું છે. જોકે સ્થાનિક લોકો આ મામલે હાલમાં પણ સાબરમતી નદી મામલે છેવાડાના વ્યક્તિ સુધી જાગૃતતા લાવવાની વાત કરતા નજરે પડ્યા છે.

આ પણ વાંચોઃ Morbi News: વાંકાનેર નજીક જીનીંગ ફેક્ટરીનો ડ્રાઈવર 14 લાખ અને સ્કૂટર લઈને ફરાર

આવું ચિત્રઃ અમદાવાદ સહિત ગાંધીનગર જિલ્લાની હદ સુધી સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે સાબરકાંઠાની આસપાસના વિસ્તારમાં અમદાવાદ કરતા પ્રદુષણ ઓછું જોવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં ખાનગી કંપનીઓ મિલ તેમજ ગટર લાઈનના કનેક્શન નદીના પટમાં ખુલ્લા મૂકી દેવાતા સાબરમતી નદી સૌથી વધુ પ્રદૂષિત બની રહી છે. ધરોઈ જળાશયથી લઈ અમદાવાદ જિલ્લાની સરહદ સુધી કેટલાક ખાનગી સંસ્થાનો તેમજ નદી કિનારાના ગામડાઓ પણ પ્રદૂષિત પાણી સહિતનો કચરો સાબરમતી નદીમાં ઠાલવી રહ્યા છે. જેના પગલે નદી વધુ પ્રદૂષિત બની રહી છે.

Sabarmati Second Most Polluted River: હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર સામે સવાલ, નદીની બીજીબાજું દુર્દશા
Sabarmati Second Most Polluted River: હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર સામે સવાલ, નદીની બીજીબાજું દુર્દશા

પ્રદુષણની સમસ્યાઃ સ્થાનિક કક્ષાએ જાગૃતતાનો હજુ પણ અભાવ છે તો બીજી તરફ ખાનગી કંપનીઓ સહિત ગામડાની ગટરો તેમજ સાબરમતી નદીના કિનારે આવતા શહેરોનું ગંદુ પાણી લાખો લિટરની માત્રામાં સાબરમતી નદીમાં ઉમેરાય છે. વિવિધ કંપનીઓનું કેમિકલ યુક્ત પાણી પણ સરળતાથી સાબરમતી નદીમાં ભેળવાઈ રહ્યું છે. આ મામલે વહીવટી તંત્ર દ્વારા પણ પાયારૂપ કામગીરી થાય તે પણ એટલું જ જરૂરી છે. સ્થાનિક લોકોને જાગૃત બનાવાય તો સાબરમતી નદીને ફરીથી સ્વચ્છ કરી શકાય તેમ છે.

આ પણ વાંચોઃ School bus fire: વિદ્યાર્થીઓથી ખચોખચ ભરેલી ખાનગી સ્કૂલની બસમાં લાગી આગ, ડ્રાઈવરે બતાવી સતર્કતા

મોટી મોટી વાતોઃ અમદાવાદ શહેરના સાબરમતી રીવરફ્રન્ટ નજર કરો તો નદી ચોખ્ખીચટ લાગે પણ વાસણા બેરેજા ક્રોસ કરતા જ નદીની વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. નદીની કેટલી દુર્દશા છે એનો પરીચય મળે છે. જુદી જુદી ફેક્ટરી અને અને ઈન્ડસ્ટ્રીના પ્રદુષિત પાણીને લઈને નદી જાણે ગટરમાં ફેરવાઈ ગઈ હોય એવું ચિત્ર જોવા મળે છે. હાઈકોર્ટે કડક શબ્દોમાં તંત્રની ઝાટકણી કાઢ્યા બાદ પ્રશ્નો પ્રદુષણ કંટ્રોલ બોર્ડ સામે થયા છે. કરોડો રૂપિયાના ખર્ચે મસમોટા પ્રોજેક્ટ કરવામાં આવે છે. વિદેશી મહેમાનોને આ જ નદીના કિનારે હિંચકા ખવડાવવામાં આવે છે. પણ મુખ્ય સ્ત્રોત ગણાતી નદીની જાણવળી કરવામાં તંત્ર નિષ્ફળ પુરવાર થયું છે. શહેરી વિસ્તારમાં ભલે સાબરમતી નદી સૌથી સારી લાગતી હોય પણ એટલી બધી રીતે પ્રદુષિત થઈ ચૂકી છે કે, હાઈકોર્ટે ટકોર કરવી પડી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.