મહેસાણાઃ જિલ્લામાં જૂના બસ સ્ટેશન નજીકથી પી.એમ. ઈંગ્લિશ મીડિયમ સ્કૂલની બસ પસાર થઈ રહી હતી. ત્યારે વિદ્યાર્થીઓથી ભરેલી આ બસમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. જોકે, આગ લાગ્યા પછી વિદ્યાર્થીઓને બસની બહાર ઉતારી દેવામાં આવતા જાનહાની ટળી હતી. જ્યારે ઉપસ્થિત લોકો અને મહેસાણા ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો Surat Fire : એક સાથે બે જગ્યા પર ભીષણ આગ, 10 કાર બળીને થઈ ખાખ
બસમાં અચાનક આગઃ મળતી માહિતી મુજબ, જિલ્લામાંમાં આવેલી પીએમ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલની બસમાં વિદ્યાર્થીઓ સવાર હતા. વોટરપાર્ક ડિવાઈન ચાઈલ્ડ લખેલી સ્કૂલ બસ ડેલી સર્વિસ મુજબ 2 ફેબ્રુઆરીએ વિદ્યાર્થીઓને ભરી મહેસાણા જૂના બસ સ્ટેશન રોડ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે જ બસમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી.
બસ ડ્રાઈવરે બાળકોને કાઢ્યા બહારઃ જોકે, આગ લાગતાં જ બસ ડ્રાઈવરે બસને ઊભી રાખી ને બસમાં સવાર વિદ્યાર્થીઓને બસની બહાર ઉતાર્યા હતા. જ્યારે બસમાં લાગેલી આગને બૂઝવવા આસપાસના લોકોએ પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ મહેસાણા ફાયર વિભાગની ટીમને થતાં તે ઘટનાસ્થળે પહોંચી હતી. અહીં ટીમે પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે આગ બૂઝાતા વિદ્યાર્થીઓ સહિતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સ્કૂલ શિક્ષકે કંઈ કહેવાનો કર્યો ઈનકારઃ જોકે, સદનસીબે આગ લાગતાંની સાથે જ વિદ્યાર્થીઓને બહાર કાઢી લેવાતા તેમનો જીવ બચી ગયો હતો ને જાનહાની ટળી હતી. તો આગના કારણે બસની સીટો સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હતું. આ સમગ્ર મામલે સ્કૂલ શિક્ષક દ્વારા કંઈ પણ કહેવાનો ઈનકાર કરી બનાવ પર પડદો પાડવાનો પ્રયાસ કરાયો હતો.
આ પણ વાંચો Jharkhand dhanbad fire: ભીષણ આગમાં, 3 બાળકો સહિત 14 લોકોનાં મોત
સ્કૂલ બસમાં આગ લાગતા વિદ્યાર્થીઓની સલામતી સામે જોખમઃ શહેરમાં જૂના એસટી ડેપો પાસે રસ્તા પર જતી બસમાં વિદ્યાર્થીઓ બેસાડેલા હતા. ત્યાં અચાનક આગ લાગી હતી. જોકે, આગ લાગવા પાછળ શાળાના શિક્ષકને પૂછતાં તેમણે કોઈ પણ માહિતી આપવાનું ટાળ્યું હતું. આગ લાગવા પાછળ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ત્યાં સ્કૂલ બસમાં આગ લાગવાના આવા બનાવો વિદ્યાર્થીઓની સલામતી માટે જોખમ રૂપ જોવા મળી રહ્યા છે.