ETV Bharat / state

Surat Fire : એક સાથે બે જગ્યા પર ભીષણ આગ, 10 કાર બળીને થઈ ખાખ

author img

By

Published : Jan 27, 2023, 9:17 AM IST

Updated : Jan 27, 2023, 9:29 AM IST

Surat Fire : એક સાથે બે જગ્યા પર ભીષણ આગ, 10 કાર બળીને ખાખ
Surat Fire : એક સાથે બે જગ્યા પર ભીષણ આગ, 10 કાર બળીને ખાખ

સુરતમાં ફરી એકવાર બે જગ્યા પર ભીષણ આગ લાગતા અફરાતફરી (Fire case in Surat) મચી હતી. ઉનપાટીયા કચરાના ગોડાઉનમાં તેમજ ઉધના BRC પાસે કારમાં ગોડાઉનમાં આગ લાગી હતી. જોકે બંને સ્થળો ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. (Udhna BRC car godown Fire)

સુરત શહેરમાં બે જગ્યા પર આગ

સુરત : શહેરમાં ફરી ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના બે સ્થળોએ એક સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે. તેમાં શહેરના ઉન પાટિયા પાસે આવેલી ગભેની ચોકડી પાસે કચરાના ગોડાઉનમાં અચાનક આગ લાગી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. તો બીજી તરફ શહેરના ઉધના BRC મુખ્ય માર્ગ બાજુમાં આવેલા કારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.

ઉધના BRC કારમાં ગોડાઉનમાં આગ
ઉધના BRC કારમાં ગોડાઉનમાં આગ

માલ બળીને ખાખ : જોકે ફાયર વિભાગને જાણ કરતા ઉધના, ભેસ્તાન, માન દરવાજા એમ કુલ ત્રણ ફાયર સ્ટેશનોની ગાડી ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગમાં કાર અને સામાન બળીને ખાક થઇ ગયા હતા. શો રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જણાય આવેલું છે. હાલ તો ફાયર વિભાગ દ્વારા કૂલિંગની કામગીરી કરવામાં આવે છે. જોકે આ બંને આગની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઇ ન હતી.

આ પણ વાંચો : Ahmedabad Crime: સરખેજમાં પૈસાની લેવડદેવડમાં ફાયરિંગ, રિક્ષામાં લગાડી આગ

10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી : આ બાબતે સુરત ફાયર ઓફિસર વસંત પરીખે જણાવ્યું કે, અલગ અલગ સમયે બે જગ્યાએ આગ લાગી હતી. તેમાં સૌથી મોટી આગ કારના શો રૂમમાં લાગી હતી. તેમાં આગ લાગવાની સાથે જ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટના સ્થળ ઉપર સૌપ્રથમ વખત તો ભેસ્તાન, મજુરા, વેસુ, માનદરવાજાની એમ કુલ 8 ગાડીઓ મોકલવામાં આવી હતી. પરંતુ આગ મોટી હોવાને કારણે નવસારી બજાર અને કતારગામની એમ કુલ 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

આ પણ વાંચો : Rajkot: રાત્રે 12માં માળે આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ

કુલ 10 જેટલી ગાડીઓ બળીને ખાખ થઈ : વધુમાં જણાવ્યું કે, આખરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી. તેમજ શોરૂમમાં કુલ 10 જેટલી ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

Last Updated :Jan 27, 2023, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.