ETV Bharat / state

સાબરકાંઠાના હિંમતનગરમાં કોરોના વોરિયર્સને કરાયા સન્માનિત

author img

By

Published : May 28, 2021, 2:17 PM IST

સાબરકાંઠાના હિમતનગરમાં પાયલોટ દિવસની ઉજવણી પ્રસંગે GVK EMRI ધ્વારા કોરોના સમયકાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાનું સન્માન કરાયું હતું જેમાં સાબરકાંઠા,અરવલ્લી અને ગાંધીનગર જીલ્લાના 17 કર્મચારીઓનું સન્માન કરાયું છે.

xx
સાબરકાંઠાના હિંમતનગરમાં કોરોના વોરિયર્સને કરાયા સન્માનિત

  • 17 કર્મચારીઓનું GVK EMRI દ્વારા સન્માન
  • કોરોનાકાળમાં કામગીરી બદલ સન્માનિત કરાયા
  • કોરોના માહામારી સામે લડવા માટે ઉત્સાહિત કરવામાં આવ્યા

સાબરકાંઠા: જીલ્લાના હિમતનગરમાં પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત GVK EMRI દ્વારા કોરોના સમયકાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાનું સન્માન કરાયું છે.


108ના કર્મચારીઓનુ સન્માન

સાબરકાંઠા,અરવલ્લી અને ગાંધીનગર જીલ્લાના 17 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સાબરકાંઠા જીલ્લાના 108 અને 1962ના પાચ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં 2 પાયલોટ,એક મેડીકલ ઓફિસર,એક વેટરનરી ડોક્ટર અને એક ઈએમટીનું સારી કામગીરી બદલ ગીફ્ટ અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : પરિવારના પાંચ સભ્યો ગુમાવ્યાં બાદ પણ કોરોના કાળમાં સેવા બજાવી રહ્યા છે 108ના આ પાયલોટ

શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન

સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવામાં મહત્વનો ભાગ ભજવવા બદલ વોરિયર્સને સન્માનિત કરાયા છે જેના કારણે આગામી સમયમાં કોરોના મહામારી સામે વધુ મજબૂતાઇથી પગલાં લઈ શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.