ETV Bharat / state

કોંગ્રેસની હાકલ! ભાજપ આપ અત્યારથી દબાણમાં આવી ગઈ : ગેહલોત

author img

By

Published : Oct 31, 2022, 1:40 PM IST

કોંગ્રેસની હાકલ! ભાજપ આપ અત્યારથી દબાણમાં આવી ગઈ : રાજસ્થાનના મુખ્યપ્રધાન
કોંગ્રેસની હાકલ! ભાજપ આપ અત્યારથી દબાણમાં આવી ગઈ : રાજસ્થાનના મુખ્યપ્રધાન

ખેડબ્રહ્મામાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજસ્થાનના મુખ્યપ્રધાન દ્વારા એક જાહેરસભાનું (Congress rally in Khedbrahma) આયોજન કરાયું હતું. જેમાં અશોક ગહેલોતે ભાજપ સહિત આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા આગામી સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.(CM Ashok Gehlot attack BJP)

સાબરકાંઠા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ગમે તે ઘડીએ જાહેર થાય તેમ છે, ત્યારે તમામ પક્ષો પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, જે અંતર્ગત સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક (Congress rally in Khedbrahma) ગહેલોત દ્વારા એક જાહેર સભાનું આયોજન કરાયું હતું. જેમાં અશોક ગહેલોતે ભાજપ સહિત આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા આગામી સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.(CM Ashok Gehlot attack BJP)

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ભાજપ - આપ પર કર્યા પ્રહાર

કોંગ્રેસની જાહેરસભા ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થનારી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આજે ખેડબ્રહ્માના આગિયા ગામ નજીક એક જાહેરસભાનું આયોજન કર્યું હતું. જ્યાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત સહિત રઘુ શર્મા સહિત ગુજરાતના પ્રદેશ કક્ષાના આગેવાનો હાજર રહ્યા હતા. આ તબક્કે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરી આગામી સમયમાં કોંગ્રેસની જીત માટે સૌ કોઈને હાકલ કરી હતી. (Congress meeting in Khedbrahma)

ભાજપ પર આકરા પ્રહાર રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે જણાવ્યું હતું કે, ભાજપ અને આમ આદમી પાર્ટી અત્યારથી જ દબાણમાં આવી ગઈ છે એટલે જ નવા નવા અર્થકંડા અપનાવે છે. આપની પાર્ટીનું કોઈ વજુદ નથી અને ભાજપ ચૂંટણી નજીક છે, ત્યારે સમાન સિવિલ કોડની વાત કરે છે. જોકે આ દેશમાં પત્રકાર, સાહિત્યકાર જેવા બુદ્ધિશાળી લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાય છે. જે ભારતના સંવિધાન માટે ખતરા રૂપ છે અને એમાં અવાજ ઉઠાવો જરૂરી છે. (Gujarat Assembly Elections)

ભાજપ આપની સ્થિતિ ખરાબ મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, સાથોસાથ આગામી સમયમાં માનગઢની રાષ્ટ્રીય સ્થળ જાહેર કરવાની સાથોસાથ ભાજપ અને આમ આદમી પાર્ટીની સ્થિતિ અત્યંત ખરાબ છે, ત્યારે ગત ટર્મમાં ખૂબ સારું (Gujarat Assembly Elections Congress) પ્રદર્શન કર્યા બાદ આ વખતે કોંગ્રેસ સ્પષ્ટતા સાથે બહુમત બોલાવશે. તે નક્કી છે. તાજેતરમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ સાથે થયેલી મુલાકાતમાં આપણે તેમને જણાવ્યું હતું કે જય નારાયણ વ્યાસે રાજસ્થાન સરકારની પાણી વિતરણ વ્યવસ્થાની પ્રશંસા કરી છે. એ અંતર્ગત જ એમની સાથે મુલાકાત થઈ હતી. જોકે કોંગ્રેસમાં જોડાવાના મામલે તેમને વાત ફેરવી હતી.(Gujarat Assembly Elections)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.