ETV Bharat / state

ગુજરાતમાં કોમન સિવિલ કોડને લઈને કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર અને અર્જુન મોઢવાડિયા ઉકળ્યાં

author img

By

Published : Oct 29, 2022, 8:30 PM IST

ગુજરાત સરકાર દ્વારા આજે કોમન સિવિલ કોડ ( Uniform Civil Code in Gujarat ) લાગુ કરવામાં આવ્યો જેના ઉપર કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર ( Gujarat Congress President Jagadish Thakor ) અને અર્જુન મોઢવાડિયા ( Arjun Modhwadia ) દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતાં. કોંગ્રેસે ( Congress ) જણાવ્યું છે કે સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે તે અત્યારના મૂળ પ્રશ્નોને બાદ કરવા માટે અને જનતાને ભરમાવા માટે લાવવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોમન સિવિલ કોડને લઈને કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર અને અર્જુન મોઢવાડિયા ઉકળ્યાં
ગુજરાતમાં કોમન સિવિલ કોડને લઈને કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર અને અર્જુન મોઢવાડિયા ઉકળ્યાં

અમદાવાદ કોમન સિવિલ કોડ મુદ્દે ( Uniform Civil Code in Gujarat ) વાત કરતાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ( Gujarat Congress President Jagadish Thakor )જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મોંઘવારીએ માઝા મૂકી છે એ પછી તમામ સ્તરની મોંઘવારી હોય. અનાજ કરિયાણું શાકભાજી ગેસના બાટલા પેટ્રોલ ડીઝલ સીએનજી ગેસ સીએનજી ગેસ અને એવી કોઈ જગ્યા પણ નથી જ્યાં ગુજરાતી જનતા ઉપર મોંઘવારીનો માર ન હોય. યુવાનોમાં સતત હતાશા છે કે સરકારી નોકરી નથી મળતી. પેપર ફૂટવાના અસંખ્ય બનાવો બની રહ્યા છે એને પોતાની રોજી રોટી કરવા માટે થઈને આર્થિક સહાય નથી મળી રહી. વ્યક્તિગત આત્મહત્યાનું પ્રમાણ પણ વધી રહ્યું છે સામૂહિક કૌટુંબિક આત્મહત્યાના બનાવો પણ પ્રમાણમાં વધી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા નવા વાતો લાવવામાં આવી રહી છે

પ્રજાનું ધ્યાન ભટકાવવા માટે લવાયો યુસીસી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પગ નીચેથી ધરતી સરકી રહી છે. 70 કરતાં વધારે સીટો મળી નથી રહી. પ્રજાનો રિસ્પોન્સ મળી નથી રહ્યો. ભારતીય જનતા પાર્ટીના કેડરની સંખ્યા ઓછી થઈ રહી છે ત્યારે ચૂંટણીના સમયે પ્રજાનું ધ્યાન ભટકાવવા માટે કોમન સિવિલ કોડ ( Uniform Civil Code in Gujarat )ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા નવા વાતો લાવવામાં આવી રહી છે.

પ્રજાને રાહત આપનારા પગલાંઓ લેવા જોઈએ ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. જો કોઈપણ કાયદા માટે પગલાં લેવા હોય તો વિચારણા કરીને કાયદો બદલવાની કે નીતિવિષયક જાહેરાતો કરવાની હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષથી જ્યારે એમના સત્તાની અંતિમ યાત્રા નીકળવાની છે ત્યારે પ્રજાનું ધ્યાન બીજે ભટકાવવા માટે કોમન સિવિલ કોડનો ( Uniform Civil Code in Gujarat )કાયદો સુધારવા માટે કેબિનેટમાં એની જાહેરાત કરવામાં આવી છે અને ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે તેમજ સમિતિ પણ બનાવવામાં આવી છે.

કોમન સિવિલ કોડ શું છે એ સમજતાં વાર લાગશે કોઈપણ કાયદો જ્યારે સુધારવામાં આવે ત્યારે પ્રજાની સાથે નિર્ણય લઈને વિચાર વિમર્શ કરીને નિર્ણય લેવો જોઈએ. કોમન સિવિલ કોડની માંગણી કોઈએ કરી જ નથી. હિન્દુસ્તાનની અંદર હજારો જાતિઓ છે.લોકોએ કોમન સિવિલ કોડ ( Uniform Civil Code in Gujarat ) શું છે એ પણ પહેલા સમજવું જોશે. પરિવારની અંદર સંપત્તિના ભાગ કેવી રીતે પડાય, લગ્ન કેવી રીતે કરાય છુટાછેડા કેવી રીતે થાય છે, આ બધી પરંપરાઓ હજારો વર્ષથી ચાલી આવી છે. લોકોને કોમન સિવિલ કોડ શું છે એ સમજતા જ વાર લાગશે ત્યારે ભાજપે લોકોના સામાન્ય પ્રશ્નોને ધ્યાન આપીને કોઈપણ નિર્ણય લેવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.