ETV Bharat / state

કોરોના મહામારીમાં સાબરકાંઠાની સબજેલમાંથી 21 કેદીઓને 60 દિવસની જામીન આપવામાં આવી

author img

By

Published : May 22, 2021, 11:28 AM IST

સાબરકાંઠાની સબજેલમાંથી 21 કેદીઓને 60 દિવસની જામીન આપવામાં આવી
સાબરકાંઠાની સબજેલમાંથી 21 કેદીઓને 60 દિવસની જામીન આપવામાં આવી

કોરોના મહામારી વચ્ચે સાબરકાંઠાની સબજેલમાંથી એકસાથે 21 કેદીઓને 60 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. તેમને આર્થિક મદદ કરી પરિવાર સાથે રહેવા માટે છૂટ આપવામાં આવી છે.

  • સાબરકાંઠાની સબ જેલમાં 21 કેદીઓને અપાયા જામીન
  • 60 દિવસના વચગાળાના જામીન અપાયા
  • જેલર દ્વારા આર્થિક મદદ કરવામાં આવી હતી

સાબરકાંઠાઃ કોરોના મહામારી વચ્ચે સબજેલમાંથી જામીન પર 21 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં સાત વર્ષથી નીચેની સજાવાળા કેદીઓને પણ લાભ આપવામાં આવ્યો છે. જો કે, 21 કેદીઓ પૈકી અરવલ્લીના 13 અને સાબરકાંઠાના 8 કેદીઓને મુક્ત કરાયા છે તેમજ તમામ કેદીઓને 60 દિવસના જામીન પર મુક્ત કરાયા છે.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ લાજપોર જેલના 159 કેદીઓને જામીન આપવામાં આવ્યા

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર સર્જાયો છે

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર સર્જાયો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા સાબરકાંઠાની હિંમતનગર સબજેલમાં સજા કાપી રહેલા 21 કેદીઓને મુક્તિ આપવામાં આવી છે.

અરવલ્લીના 13 અને સાબરકાંઠાના 8 કેદીઓને છૂટ આપવામાં આવી

અરવલ્લીના 13 અને સાબરકાંઠાના 8 કેદીઓને 60 દિવસના વચગાળાના જામીન આપી પરિવાર સાથે રહેવાની છૂટ આપવામાં આવી છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીને પગલે આર્થિક રીતે સહયોગ આપવા માટે હિંમતનગર સબજેલના જેલર દ્વારા મદદ કરવામાં આવી છે.

સાબરકાંઠા સબજેલમાંથી 21 કેદીઓને 60 દિવસની જામીન આપવામાં આવી
સાબરકાંઠા સબજેલમાંથી 21 કેદીઓને 60 દિવસની જામીન આપવામાં આવી

જામીન આપી પરિવાર સાથે રહેવાની છુટ આપવામાં આવી છે

કોરોના મહામારીને પગલે દિન-પ્રતિદિન સંક્રમણના આંકડા વધી રહ્યા છે તેમજ મોતના આંકડાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે નગરની સબજેલમાં 21 જેટલા કેદીઓને 60 દિવસના વચગાળાના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવે છે. જેમાં તમામ કેદીઓને બે મહિના સુધી પોતાના પરિવાર સાથે રહેવાની છૂટ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ કોરોના મહામારી વચ્ચે પાલનપુર સબજેલમાંથી 15 કેદીઓ મુક્ત કરાયા

જામીન મેળવનાર તમામ કેદીઓના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે

જો કે, દિન-પ્રતિદિન વધતા જતા કોરોનાના સંક્રમણ સામે વહીવટી તંત્ર દ્વારા 21 જેટલા કેદીઓ માટે વચગાળાના જામીન મંજૂર થતા વચગાળાના જામીન મેળવનાર તમામ કેદીઓના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.